Home /News /business /અમેઝોનના ફાઉન્ડર Jeff Bezosને ટ્રેડર્સ એસોસિએશનનો ખુલ્લો પત્ર, ‘રિલાયન્સ-ફ્યૂચર ડીલમાં રોડાં ન નાખો’

અમેઝોનના ફાઉન્ડર Jeff Bezosને ટ્રેડર્સ એસોસિએશનનો ખુલ્લો પત્ર, ‘રિલાયન્સ-ફ્યૂચર ડીલમાં રોડાં ન નાખો’

અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ (ફાઇલ તસવીર)

અમેઝોનના ફાઉન્ડરને ટ્રેડર્સ એસોસિએશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વેન્ડર્સના તેમના બાકી પેમેન્ટની ચૂકવણી કરો, અને જો તેઓ એવું ન કરવા માંગતા હોય તો પાછળ હટી જાઓ

કન્ઝયૂમર ગુડ્સ અને ડિસ્ટ્રીબ્યૂશનની ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહેલી સંસ્થાએ અમેઝોન (Amazon)ના ફાઉન્ડર જેફ બેઝોસ (Jeff Bezos)ને વિનંતી કરી છે કે તેઓ રિલાયન્સ રિટેલ (Reliance Retail) અને ફ્યૂચર ગ્રુપ (Future Group)ની ડીલમાં અડચણ ઊભી ન કરે. સંસ્થાએ બેઝોસને વિનંતી કરતાં કહ્યું છે કે રિલાયન્સ-ફ્યૂચર ડીલ (Reliance-Future Deal) પર અનિશ્ચિતતાના વાદળો છવાતાં તેઓ ગંભીર આર્થિક સંકટમાં મૂકાઈ શકે છે.

ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યૂટર ફેડરેશન (AICPD) તથા NGO પબ્લિક રિસ્પોન્સ અગેન્ટ્સ હેલ્પનેસનેસ એન્ડ એક્શન ફોર રિડ્રેસલ (PRAHAR)એ ખુલ્લો પત્ર લખી અમેઝોનને કહ્યું છે કે, "unwarranted adventurism"ના કારણે ભારતના ટ્રેડર્સ અને તેમના પરિવાર કપરી સ્થિતિમાં મૂકાઈ ગયા છે.

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 6 હજાર નાના વેન્ડર્સને ફ્યૂચર ગ્રુપમાં કરોડો રૂપિયા ફસાઈ ગયા છે. આ વેન્ડર્સના 6,000 કરોડ રૂપિયાનું પેમેન્ટ માર્ચ 2020થી ફ્યૂચર ગ્રુપમાં અટકી પડ્યું છે.

જોફ બેઝોસને ઉદ્દેશીને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે તમે વિશ્વમાં આધિપત્ય સ્થાપવાની રમતમાં મગ્ન છો ત્યારે બીજી તરફ અમારું બધું જ છીનવાઈ રહ્યું છે. અમારા સભ્યોના પેમેન્ટ અટકી પડ્યા છે. અમારા પરિવારો આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે અને તેના કારણે માનસિક અને ભાવનાત્મક સ્તરે પણ વિપરિત અસર પડી રહી છે.

આ પણ વાંચો, નોકરીયાત વર્ગ માટે રોકાણ કરવાના 4 શ્રેષ્ઠ વિકલ્પ, થશે વધારે ફાયદો

અમેઝોનના ફાઉન્ડરને ટ્રેડર્સ એસોસિએશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વેન્ડર્સના તેમના બાકી પેમેન્ટની ચૂકવણી કરો, અને જો તેઓ એવું ન કરવા માંગતા હોય તો પાછળ હટી જાઓ.

નોંધનીય છે કે, અમેઝોન અને ફ્યૂચર ગ્રુપ વચ્ચે કાયદાકિય ગૂંચ ત્યારે ઊભી થઈ જ્યારે ફ્યૂચર ગ્રુપે પોતાની રિટેલ, લોજિસ્ટિક અને વેરહાઇસ એસેટની ડીલ રિલાયન્સ રિટેલ સાથે 24,713 કરોડમાં કરી. ફ્યૂચર ગ્રુપે ઓગસ્ટ 2020માં રિલાયન્સ રિટેલ સાથે ડીલ કરવા માટે સહમત થયું હતું. પરંતુ અમેઝોને આ ડીલની વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

આ પણ વાંચો, આ બિઝનેસમાં કરો માત્ર 50 હજાર રૂપિયાનું રોકાણ, 10 વર્ષ સુધી થશે લાખોની કમાણી

અમેઝોન જે ફ્યૂચર ગ્રુપની લિસ્ટેડ નહીં હોય તેવી કંપની ફ્યૂચર કૂપન્સમાં 49 ટકાની હિસ્સેદારી ધરાવે છે. અમેઝોન રિલાયન્સ-ફ્યૂચર વચ્ચેની ડીલને પડકારી છે. તેનો દાવો છે કે આ ડીલને લઈ અમેઝોનને વિશ્વાસમાં નથી લેવામાં આવી. અમેઝોનનો આક્ષેપ છે કે ફ્યૂચર ગ્રુપે એગ્રીમેન્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

(ડિસ્કેલમર - ન્યૂઝ 18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે)
First published:

Tags: Future group, Jeff Bezos, Reliance Industries, Reliance Retail, અમેઝોન