Home /News /business /આગામી સપ્તાહમાં રોકાણ કરતાં પહેલા આટલા ફેક્ટર્સ પર ખાસ ધ્યાન આપજો, ફાયદામા રહેશો

આગામી સપ્તાહમાં રોકાણ કરતાં પહેલા આટલા ફેક્ટર્સ પર ખાસ ધ્યાન આપજો, ફાયદામા રહેશો

આગામી સપ્તાહમાં આ પરિબળો નક્કી કરશે બજારની સ્થિતિ

Stock market Next Week: ગત સપ્તાગ ઘણુ અસ્થિર રહ્યુ. ક્રૂડ ઓઈલની કિંમતમાં પણ ઘટાડાથી બજારમાં કોઈ રાહત મળતી જોવા મળી નથી. મોનિટરી પોલિસીને લઇને આઈબીઆઈની સતર્કતા, વૈશ્વિક મંદીની આશંકા, અને યૂ એસ ફેડની આગામી સપ્તાહમાં થનારી મીટિંગ જેવા કેટલાક કારણોને લીધે બજારના રોકાણકારો અને ટ્રેડર્સ સતર્ક જોવા મળ્યા. બજાર જાણકારોનું કહેવું છે કે, સોમવારે 12 ડિસેમ્બરના રોજ શરૂ થનારા સપ્તાહમાં પણ બજારમાં કોન્સોલિડેશન ચાલુ રહેવાની શક્યતા છે.

વધુ જુઓ ...
  • moneycontrol
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ શુક્રવાર 9 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બજાર ગત સપ્તાહના બધા જ લાભ ગુમાવીને એક ટકાથી વધારે નબળાઈ સાથે બંધ થયું છે. ગત સપ્તાગ ઘણુ અસ્થિર રહ્યુ. ક્રૂડ ઓઈલની કિંમતમાં પણ ઘટાડાથી બજારમાં કોઈ રાહત મળતી જોવા મળી નથી. મોનિટરી પોલિસીને લઇને આઈબીઆઈની સતર્કતા, વૈશ્વિક મંદીની આશંકા, અને યૂ એસ ફેડની આગામી સપ્તાહમાં થનારી મીટિંગ જેવા કેટલાક કારણોને લીધે બજારના રોકાણકારો અને ટ્રેડર્સ સતર્ક જોવા મળ્યા. બજાર જાણકારોનું કહેવું છે કે, સોમવારે 12 ડિસેમ્બરના રોજ શરૂ થનારા સપ્તાહમાં પણ બજારમાં કોન્સોલિડેશન ચાલુ રહેવાની શક્યતા છે.

આ સપ્તાહમાં ઘણી મુખ્ય ઘટનાઓને ધ્યાનમાં રાખતા ટ્રેડર્સ અને રોકાણકારો સાવધાની રાખતા જોવા મળી શકે છે.

Religare Broking ના અજીત મિશ્રાનું કહેવું છે કે, ભારતીય શેરબજાર કેટલીક હદ સુધી વૈશ્વિક બજારો જેવું જ પ્રદર્શન કરી શકે છે. આગળ આમાં કોન્સોલિડેશન કાયમ રહેવાના સંકેત પણ જોવા મળી રહ્યા છે.

આગામી સપ્તાહની કેટલીક મહત્વની ઘટનાઓ જે બજારનો ટ્રેન્ડ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશેઃ


1. છૂટક ફુગાવો


સોમવાર એટલે કે કાલે દેશની રિટેલ મોઘવારીના આંકડા આવવાના છે. જાણકારોના અંદાજ પ્રમાણે, રિટેલ મોંઘવારીના મોર્ચા પર સરકારને થોડી રાહત મળશે. રિટેલ મોંઘવારી પર ક્રૂડ ઓઈલ, ખાવા-પીવાની વસ્તુઓના ભાવમાં ઘટાડાની અસર જોવા મળી રહી છે. તે ઓક્ટોબરથી 6.77 ટકા ઘટીને નીચે આવી શકે છે. જો છૂટક મોંઘવારીના મોરચે રાહત મળે છે તો, બજારને તેનાથી સપોર્ટ મળશે.

આ પણ વાંચોઃ IPO News: 400 રૂપિયાની પાર થઈ શકે છે આ IPOનું લિસ્ટિંગ, 14 ડિસેમ્બર સુધી દાવ લગાવવાનો મોકો

સીપીઆઈ ઉપરાંત આ સપ્તાહમાં સોમવારે ઓક્ટોબર મહિનાના ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને બુધવારે નવેમ્બર મહિનાના જથ્થાબંધ ફુગાવાના આંકડા આવશે જેના પર બધાની નજર રહેશે. જ્યારે ગુરુવારે બેલેન્સ ઓફ ટ્રેન્ડ આંકડા પણ આવશે.

2. FOMC બેઠક


આ સમયે વૈશ્વિક બજારની નજર યૂએસ ફેટની FOMC બેઠકની મીટિંગ પર છે. તેના પરિણામ બુધવારે રાત્રે જાહેર થશે. મોટાભાગના નિષ્ણાતોની સલાહ છે કે, યૂ એસ ફેડ તેની આ બેઠકમાં વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કરી શકે છે. જાણકારી અનુસાર, ગત FOMC બેઠકમાં વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કરવામા આવ્યો હતો. બજારની નજર મોંઘવારી અને વ્યાજ દર પર ફેડની ટિપ્પણી પર રહેશે. આ ઉપરાંત આગામી સપ્તાહ ગુરુવારે યૂરોપિયન યૂનિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઈંગલેન્ડ પણ તેના વ્યાજ દરોની જાહેરાત થશે. તેના પરથી બજારની દિશા નક્કી થશે.

3. વૈશ્વિક મેક્રોઈકોનોમિક ડેટા


આગામી સપ્તાહમાં મંગળવારે નવેમ્બર મહિનાની મોંઘવારીના આંકડા આવશે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, અમેરિકીમાં મોંઘવારીમાં થોડી નરમી જોવા મળી શકે છે. આ ઉપરાંત યૂરોજોન અને ઈંગ્લેન્ડના મોંઘવારીના આંકડા પણ આવશે જે બજારની દિશા નક્કી કરશે.

4. ક્રૂડ ઓઈલની કિંમત


ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો ચોક્કસ રીતે ભારત માટે એક વરદાન છે. એવામાં ક્રૂડ ઓઈલની કિંમતો પર બજારના ભાગીદારોની નજર રહેશે. જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો આવે છે, તો પેઈન્ટ, ટાયર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ફાયદામાં રહેશે.

5. વિદેશી સંસ્થાગત રોકાણકારોની ચાલ


ગત એક મહિનાની સારી ખરીદી પછી FII એકવાર ફરીથી ભારતના બજારમાં વેચવાલી કરતા જોવા મળી રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં હજુ સુધી FII એ 5,600 કરોડથી વધારે વેચવાલી કરી છે. મંદીની શક્યતા આ વેચવાલીનું કારણ છે. જો કે, આ વચ્ચે ભારતીય બજારને સ્થાનિક સંસ્થાગત રોકાણકારો તરફથી ઘણો સપોર્ટ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં હજુ સુધી DIIએ 7,000 રૂપિયાની ખરીદી કરી છે. એવામાં ભારતીય શેરબજારે FII ની કાર્યવાહી બજારની ચાલ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

6. IPO


12 તારીખથી શરૂ થનારા સપ્તાહમાં પ્રાથમિક બજારમાં ઘણી હલચલ જોવા મળી શકે છે. આ સપ્તાહમાં 1800 કરોડ રૂપિયાથી વધારેના આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આમાં Sula vineyards, Abans Holdings, landmark carsનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સોમવારે યૂનિપાર્ટસ ઈન્ડિયાના આઈપીઓનું પણ લિસ્ટિંગ થવાનું છે.

7. ટેકનિકલ વ્યૂ


નિફ્ટીએ ડેલી ચાર્ટ પર બેરિશ એન્ગલ્ફિંગ પેટર્ન બનાવી છે. આમાં 18600-18700ના ઝોનમાં રેજિસ્ટેન્સ જોવા મળી રહ્યો છે. તેનાથી ઉપર જવા પર તે 18,887ના સ્તરને સ્પર્શ કરી શકે છે.

આ પણ વાંચોઃ આરોગ્ય વીમો લેવો કેમ જરૂરી? આ કારણો જાણશો તો ચોંકી જશો

HDFC Securitiesના દેવર્ષ વકીલે કહ્યુ કે, નિફ્ટીમાં નીચેની તરફ 18,410ના સ્તર પર બ્રેક થવા પર આમાં હજુ પણ વેચવાલી જોવા મળી શકે છે. જ્યારે ઉપરની તરફ 18600-18700ના ઝોનમાં રેજિસ્ટેન્સ જોવા મળી રહ્યો છે.

8. ફ્યુચર્સ માર્કેટ સંકેતો


ફ્યૂચર્સ માર્કેટથી મળી રહેલા સંકેતો પર નજર કરીએ તો ઓપ્શન ડેટાથી સંકેત મળી રહ્યા છે કે, નિફ્ટી માટે 18-500-18,800ના ઝોનમાં પહેલું રેજિસ્ટેન્સ જોવા મળી રહ્યો છે. આ ઝોનમાં સૌથી વધારે કોલ રાઈટિંગ જોવા મળી છે. જ્યારે, 18,300 અને 18,000 નિફ્ટી માટે મોટા સપોર્ટના રૂપમાં નજરે આવી રહ્યો છે. એવામાં આવનારા કારોબારી સત્રમાં નિફ્ટી આપણને 18,300-18,900ની મોટી રેન્જમાં આગળ વધતો જોઈ શકાય છે.

9. ઈન્ડિયા વિક્સ


વોલેડિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ આ સમયે 15ની નીચે સ્થિર જોવા મળી રહ્યો છે. લગભગ એક મહિનાથી તે 13-15ની વચ્ચે જોવા મળી રહ્યો છે. એવામાં બજારની સ્થિતિ બુલ્સ માટે અનૂકુળ બનેલી છે. માર્કેટ નિષ્ણાતનું માનવું છે કે, કોઈ મોટા ઘટાડાનું જોખમ નથી.

10. કોર્પોરેટ એક્શન


આગામી સપ્તાહમાં Alstone Textile (india), CL Educate અને Gloster એક્સ બોનસ ટ્રેડ કરશે. જ્યારે સ્ટાર હાઉસિંગ ફાઈનાન્સ એકસ બોનસની સાથે એક્સ સ્પલિટ પર પણ ટ્રેડ કરશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Investment રોકાણ, Stock market

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો