વિશ્વની બે મહાસત્તાઓ વચ્ચે થઇ માથાકૂટ, દુનિયા પર મંડરાઇ રહ્યો છે આર્થિક ખતરો

News18 Gujarati
Updated: May 7, 2019, 5:02 PM IST
વિશ્વની બે મહાસત્તાઓ વચ્ચે થઇ માથાકૂટ, દુનિયા પર મંડરાઇ રહ્યો છે આર્થિક ખતરો
News18 Gujarati
Updated: May 7, 2019, 5:02 PM IST
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્વીટ કરી દુનિયાના તમામ દેશને ચિંતામાં મૂકી દીધા. તેઓએ ટ્વીટ કર્યું કે ચીનમાંથી આયાત કરવામાં આવતી 200 અરબ ડોલર વસ્તુઓ પર ટેક્સમાં 10 ટકાનો વધારો કરી 25 ટકા કરવામાં આવશે. આ અંગે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના અધ્યક્ષ ક્રિસ્ટિન લેગાર્ડે મંગળવારે કહ્યું કે અમેરિકા અને ચીન વચ્ચે વેપારીક તણાવ વિશ્વ અર્થવ્યવસ્થા માટે મોટો ખતરો છે.

પેરિસમાં એક સમ્મેલન દરમિયન લેગાર્ડે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે સ્પષ્ટ રૂપથી અમેરિકા તથા ચીન વચ્ચે તણાવ દુનિયાની અર્થવ્યવસ્થા માટે ખતરા સમાન છે. તેઓએ કહ્યું કે હાલની અફવાઓ અને ટ્વીટ સંદેશથી બંને દેશ વચ્ચે કોઇ વેપારીક કરાર થવાની સંભાવના ઓછી થઇ છે.

પેરિસ ફોરમના આ કાર્યક્રમમાં ફ્રાંસની અર્થવ્યવસ્થા મંત્રી બ્રુનો લે માયરેએ દુનિયાની બે મોટી અર્થવ્યવસ્થા વચ્ચે વેપાર યુદ્ધના પ્રભાવને લઇને ચેતવણી આપી છે. ફ્રાંસના મંત્રીએ કહ્યું અમે ચીન અને અમેરિકા વચ્ચે હાલની વાતચીત પર નજર રાખી રહ્યાં છીએ. અમે ઇચ્છીએ છીએ કે બંને દેશ પારદર્શિતા અને બહુપક્ષવાદના સિદ્ધાંતોનું સમ્માન કરશે.

માયરે જણાવ્યું કે બંને દેશોએ એવા નિર્ણય ન લેવા જોઇએ જેનાથી વૈશ્વિક વૃદ્ધિ પર નકારાત્મક અસર પડે. ચીને મંગળવારે કહ્યું કે તેમના મુખ્ય વેપાર વાર્તાકાર અમેરિકન પ્રતિનિધિઓની સાથે વાતચીત માટે આ સપ્તાહ અમેરિકા જશે.
First published: May 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...