કામદારોની એક દિવસની હડતાળથી દેશને 25000 કરોડનું નુકશાન

Parthesh Nair
Updated: September 3, 2015, 12:00 AM IST
કામદારોની એક દિવસની હડતાળથી દેશને 25000 કરોડનું નુકશાન
નવી દિલ્હીઃ કેન્દ્ર મજૂર સંગઠનોની હડતાળથી દેશને ભારે નુકશાન પહોંચ્યું છે. બુધવારના રોજ કરવામાં આવેલ દેશવ્યાપી હડતાળથી અર્થવ્યવસ્થાને 25 હજાર કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર મજૂર સંગઠનોની હડતાળથી દેશને ભારે નુકશાન પહોંચ્યું છે. બુધવારના રોજ કરવામાં આવેલ દેશવ્યાપી હડતાળથી અર્થવ્યવસ્થાને 25 હજાર કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્ર મજૂર સંગઠનોની હડતાળથી દેશને ભારે નુકશાન પહોંચ્યું છે. બુધવારના રોજ કરવામાં આવેલ દેશવ્યાપી હડતાળથી અર્થવ્યવસ્થાને 25 હજાર કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. એસોશિયેટેડ ચેમ્બરર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડીયા (એસોચેમ)ના મહાસચિવ ડી.એસ.રાવતે કહ્યું કે, આવશ્યક સેવાઓને અસર થવાથી અર્થવ્યવસ્થાને 25 હજાર કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

તેઓએ જણાવ્યું કે, કામદારોની ગેરહાજરીથી ઓદ્યોગિકની ગતિવિધિમાં અવરોદ્ધ થશે. આ ઉપરાંત જાહેર પરિવહન સેવાઓ પર અસર થવાથી છૂટક બજારમાં પણ ભંગાણ ઉભુ થશે. બેંક કર્માચારીઓ હડતાળ પર હોવાથી બેંકીંગ સેવામાં પણ અસર થશે. બુધવારની હડતાળએ સમગ્ર દેશમાં વ્યાપક અસર થઇ છે.

રાવતે કહ્યુ કે, માલ નિકાસ કરનાર પરિવહન માધ્યમો પર હડતાળનું વ્યાપક અસર થશે, જેથી સમય પર માલનો પુરવઠા નહી થઇ શકે. આ ઉપરાંત નિકાસના પહેલેથી ઘટાડો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે, જેના કારણ આ હડતાળ એક વધુ ધક્કો સાબિત થશે. ઉદ્યોગ સંઘના પ્રમાણે આનો સૌથી વધુ અસર ગરીબ વેતન કામદારો પર થશે.

રાવતે કહ્યું કે, શ્રમ સુધાર જરૂરી છે અને ઉદ્યોગ તથા દેશના હિતમાં સમાધાન કરવા માટે સરકારે હસ્તક્ષેપ કરવો જોઇએ. ઉલ્લેખીનય છે કે, આ હડતાળ 12 પોઇન્ટની માંગના તરફેણમાં છે, જેમાં શ્રમ સુધાર પરત લેવા અંગે, 15 હજાર રૂપિયાનું ન્યુનત્તમ મજૂરી નક્કી કરવી અને સરકારી કંપનીઓનુ ખાનગીકરણ નહી કરવા જેવી માંગો શામેલ છે.
First published: September 2, 2015, 8:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading