Home /News /business /Tracxn Tech IPO: રતન ટાટા અને ફ્લિપકાર્ટના ફાઉન્ડરના રોકાણવાળી કંપનીનો આજે ખૂલ્યો IPO, શું તમારે રોકાણ કરવું જોઈએ?

Tracxn Tech IPO: રતન ટાટા અને ફ્લિપકાર્ટના ફાઉન્ડરના રોકાણવાળી કંપનીનો આજે ખૂલ્યો IPO, શું તમારે રોકાણ કરવું જોઈએ?

રતન ટાટા અને સચીન બંસલના રોકાણવાળી આ કંપનીનો આઈપીઓ તમારે ભરવો જોઈએ?

Tracxn Tech IPO Launch: કંપનીઓ અંગે જાણકારી આપતી ફર્મ ટ્રેક્સન ટેક્નોલોજીસનો આઈપીઓ આજે લોન્ચ થવા જઈ રહ્યો છે. આ કંપનીમાં રતન ટાટા અને ફ્લિપકાર્ટના ફાઉન્ડર બિન્ની બંસલ અને સચીન બંસલ જેવા દિગ્ગજોનું રોકાણ છે. તેવામાં તમારે આ કંપનીમાં રોકાણ કરવું જોઈએ કે નહીં અહીં સમજો.

વધુ જુઓ ...
મુંબઈઃ કંપનીઓ વિશે માહિતી આપતી કંપની Tracxn Technologies ની ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) 10 ઓક્ટોબરે ખુલશે. કંપનીએ 4 ઓક્ટોબરે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના IPO નું કદ રૂ. 309 કરોડ હશે અને તેણે આ માટે પ્રતિ શેર રૂ. 75-80નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. Tracxn Technologies નો IPO 12 ઓક્ટોબરે બંધ થશે.

કંપનીનો IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) છે. આનો અર્થ એ છે કે IPO હેઠળ કંપની કોઈ નવા શેર જારી કરશે નહીં, પરંતુ તેના પ્રમોટર્સ અને હાલના શેરહોલ્ડર્સ તેમના શેરનો હિસ્સો જાહેર જનતાને વેચાણ માટે મૂકશે. આવી સ્થિતિમાં IPO દ્વારા એકત્ર કરાયેલી રકમ પણ કંપનીના ખાતામાં નહીં જાય, પરંતુ તેના પ્રમોટર્સ અને શેરધારકોને જશે. કંપનીએ કહ્યું કે OFSની જેમ પ્રમોટર્સ નેહા સિંહ અને અભિષેક ગોયલ પણ 76.62-76.62 લાખ શેર વેચશે. આ ઉપરાંત, ફ્લિપકાર્ટના સ્થાપકો - સચિન બંસલ અને બિન્ની બંસલ પાસે રહેલા 12.63-12.63 લાખના શેરનું પણ વેચાણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ  નોકરીનું ટેન્શન છોડો ઓછા રોકાણમાં તગડી કમાણી કરાવશે આ બિઝનેસ

કંપનીનું કામકાજ


કંપનીના 75-80 રુપિયાના પ્રતિ શેરના પ્રાઈસ બેન્ડ મુજબ, કંપનીને નીચલા સ્તરે શેર વેચાય તો 209 કરોડ કરુપિયા અને ઉપલા સ્તરના વેચાણમાં 309 કરોડ રૂપિયા સુધીની આવક થવાની ધારણા છે. ચાલો તમને જણાવી દઈએ કે Tracxn Technology એક ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ છે જે 'સોફ્ટવેર એઝ એ ​​સર્વિસ' (સાસ) મોડેલ પર કામ કરે છે. તેના દ્વારા ખાનગી કંપનીઓની માહિતીની આપ-લે થાય છે. Tracxn ટેક્નોલોજીમાં રોકાણ કરનારા કેટલાક અગ્રણી રોકાણકારોમાં ટાટા સન્સના એમેરિટ્સ ચેરમેન રતન ટાટા, ફ્લિપકાર્ટના સહ-સ્થાપક બિન્ની બંસલ અને સચિન બંસલ અને ડિલ્હીવેરીના સહ-સ્થાપક સાહિલ બરુઆનો સમાવેશ થાય છે.


કંપનીની આર્થિક સ્થિતિ


જૂન ક્વાર્ટરના અંત સુધીમાં Tracxn એ 58 દેશોમાં 1,139 ગ્રાહક ખાતાઓમાં 3,271 વપરાશકર્તાઓ નોંધ્યા હતા. તેના કેટલાક ગ્રાહકો ફોર્ચ્યુન 500 કંપનીઓ અથવા તેમના સહયોગી તરીકે લિસ્ટેડ છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, IPO launched, IPO News, Stock market Tips

विज्ञापन