TPG જિયોમાં 0.93 ટકા સ્ટેક માટે 4547 કરોડ રૂપિયા રોકાણ કરશે, 7 સપ્તાહમાં નવમી ડિલની જાહેરાત

News18 Gujarati
Updated: June 13, 2020, 11:28 PM IST
TPG જિયોમાં 0.93 ટકા સ્ટેક માટે 4547 કરોડ રૂપિયા રોકાણ કરશે, 7 સપ્તાહમાં નવમી ડિલની જાહેરાત
TPG જિયોમાં 0.93 ટકા સ્ટેક માટે 4547 કરોડ રૂપિયા રોકાણ કરશે, 7 સપ્તાહમાં નવમી ડિલની જાહેરાત

ટીપીજી દ્વારા આ જાહેરાત પછી અત્યાર સુધી જિયો પ્લેટફોર્મ્સે 1 લાખ કરોડ રૂપિયાથી વધારેની પૂંજી ભેગી કરી લીધી છે

  • Share this:
નવી દિલ્હી : જિયો પ્લેટફોર્મ્સમાં (Jo Platforms)0.93 ટકા ભાગીદારી માટે ટીપીજીએ 4,546.80 કરોડ રૂપિયા રોકાણ કરવાની જાહેરાત કરી છે. TPGના નિવેશ પોર્ટફોલિયોમાં Airbnb, Uber અને Spotify જેવી કંપનીઓ છે. આ ડીલ સાથે જ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (RIL)જિયો પ્લેટફોર્મ્સમાં 7 સપ્તાહમાં 9માં ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત થઈ છે. ટીપીજી દ્વારા આ જાહેરાત પછી અત્યાર સુધી જિયો પ્લેટફોર્મ્સે 1 લાખ કરોડ રૂપિયાથી વધારેની પૂંજી ભેગી કરી લીધી છે.

આ સાથે જિયો પ્લેટફોર્મ્સ હવે દુનિયાની એવી એકમાત્ર કંપની બની ગઈ છે જેણે સતત આટલા મોટા રોકાણ મેળવ્યા છે. જિયો પ્લેટફોર્મ્સમાં હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries Ltd.)ની કુલ સ્ટેક 21.93 ટકા છે અને આ કંપનીએ આ નિવેશ દ્વારા અત્યાર સુધીમાં 1,02,432.15 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે.

વૈશ્વિક લૉકડાઉનમાં આટલી મોટી ડિલ્સ

વૈશ્વિક લૉકડાઉન વચ્ચે જિયોએ બધી ડિલ્સ મેળવી છે. જે દર્શાવે છે કે ભારતના ડિજિટલ ક્ષેત્રમાં કેટલી મોટી સંભાવના છે. જેમાં જિયોની ટેક ક્ષમતા, બિઝનેસ મોડલ અને લાંબી ગાળામાં ગ્રોથની ક્ષમતા પણ પ્રદર્શિત થાય છે.

આ પણ વાંચો - ADIA જિઓ પ્લેટફોર્મમાં 1.16 ટકના હિસ્સેદારી માટે કરશે રોકાણ, ડીલની મુખ્ય વાતો

ટીપીજીએ કેટલી આાંકી છે જિયોની વેલ્યુએશન?ટીપીજીએ જિયોની ઇક્વિટી વેલ્યૂએશન 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂએશન 5.16 લાખ કરોડ રૂપિયા આંકી છે. ટીપીજીના ઠીક પહેલા અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA)એ પણ જિયો પ્લેટફોર્મ્સમાં 1.6 ટકા સ્ટેક માટે 5683.5 કરોડ રૂપિયા રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

આ કંપનીઓએ પણ જિયોમાં રોકાણની જાહેરાત કરી છે

જિયોમાં આટલા મોટા સ્તર પર રોકાણની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે 22 એપ્રિલે સોશિયલ મીડિયા કંપની ફેસબુકે 9.99 ટકાની ભાગીદારી માટે 43,574 કરોડ રૂપિયા રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ પછી અત્યાર સુધી જનરલ એટલાંટિક, સિલ્વર લેક પાર્ટનર્સ (બે વખત) વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, KKR, મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટ કંપની અને ADIAએ જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કર્યું છે.

ટીપીજી એક વૈશ્વિક એસેટ ફર્મ છે, જેની સ્થાપના 1992માં કરવામાં આવી હતી. આ કંપની પ્રાઇવેટ ઇક્વિટી, ગ્રોથ ઇક્વિટી, રિયલ એસ્ટેટ, ક્રેડિટ અને પબ્લિક ઇક્વિટી દ્વારા 119 અરબ ડોલરની સંપત્તિને મેનેજ કરે છે. 16 દેશોમાં આ કંપનીની ઓફિસો છે.
First published: June 13, 2020, 10:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading