Japanese Companyએ પોતાના એક આગવા પગલાથી ઓટોમોબાઇલ સેક્ટર (Automobile Sector)માં અનોખો ટ્રેન્ડ (Unique Payment Trend) રજૂ કર્યો છે. આ કંપની દક્ષિણ અમેરિકા (South America)ના ખેડૂતો (Farmers)ને લક્ઝરી કાર ખરીદવાની તક આપી રહી છે. રસપ્રદ વાત એ છે કે તેમને તેના માટે પોતાનો પાક વેચીને પૈસા નહીં લાવવા પડે, પરંતુ પોતાના પાકને સીધો શો રૂમમાં લાવીને તેના બદલામાં લક્ઝરી કાર ઘરે લઈ જઈ શકશે.
Toyota Barter નામની આ સ્કીમમાં ખેડૂત સોયાબીન કે મકાઈના પાકના બદલે ટોયોટા એસયૂવી કે પછી ટોયોટા પિકઅપ પોતાની સાથે લઈ જઈ શકશે. કંપનીએ તેને એગ્રી બિઝનેસનું નામ આપતા ખેડૂતોને સારી ઓફર આપી છે. સોયાબીન અને મકાઈના બદલામાં તેમને ગાડી મળી શકે છે, તે છે Toyota Hilux પિકઅપ ટ્રક, Toyota Fortuner કે પછી Toyota Corolla Cross SUV.
મૂળે, આ ઓફર માટે માર્કેટ રેટ પર સોયાબીન અને મકાઇનો પાક લેવામાં આવશે. તેનું વજન જ્યારે માર્કેટ પ્રાઇઝના હિસાબથી ગાડીના રેટ સુધી પહોંચી જશે, તો ગાડી ખેડૂતની થઈ જશે. હા, આ પહેલા પાકની સારી રીતે તપાસ કરવામાં આવશે. ક્વોલિટી ચેક કર્યા બાદ જ તેને લેવામાં આવશે. આપને જાણીને આશ્ચર્ય થશે કે બ્રાઝીલમાં ટોયોટાના ડાયરેક્ટ સેલના 16 ટકા હિસ્સો એગ્રીકલ્ચર સેક્ટરથી જ આવે છે. એવામાં કાર બનાવનારી કંપનીને આશા છે કે આ ઓફરથી તેમના વેચાણમાં વધારો થવાનો છે.
વર્ષ 2019માં જ કારમેકિંગ કંપની તરફથી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હવે આ એગ્રી બિઝનેસને વધારવામાં આવી રહ્યો છે, જેથી કંપનીના વેચાણમાં ફાયદો મળી શકે. આ સ્કીમ બ્રાઝિલના બાહિયા, મૈટો ગ્રાસો, ગોઇયાસ, સાઓ પાઉલો જેવા વિસ્તારોમાં ચાલી રહી છે. હવે તેને બીજા સ્થળે પણ લઈ જવામાં આવી રહી છે. આ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી રોકડ રૂપિયા કે કાર્ડના માધ્યમથી પેમેન્ટની ઝંઝટ ખતમ થઈ જાય છે અને ખેડૂત સીધો પાક આપીને ગાડી ઘરે લઈ આવે છે. આમ તો, જૂના જમાનામાં અનાજના બદલે સામાન લેવાની સિસ્ટમ ભારતમાં પણ ચાલતી હતી. હાલ કંપની ભારતીય બજારમાં આ સ્કીમ નથી લાવી, પરંતુ કેટલીક નવી ગાડીઓ ચોક્કસ લૉન્ચ કરવા જઈ રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર