નવી દિલ્હીઃ ટોયોટા (Toyota)એ કહ્યું છે કે તેઓ ભારત (India)માં વધુ ટેક્સના કારણે અહીં પોતાનો વિસ્તાર નહીં કરે. કોરોના વાયરસ (Coronavirus) મહામારીની વચ્ચે આર્થિક સંકટ દરમિયાન આ પગલું મોદી સરકાર (Modi Government) માટે આંચકા સમાન જોવામાં આવી રહ્યું છે, જે ગ્લોબલ કંપનીઓને આકર્ષિત કરવાના પ્રયાસમાં છે.
ભારત દેશ મેન્યુફેક્ચરિંગની સ્થાપના માટે ફર્મોને આકર્ષિત કરવા માટે 23 બિલિયન ડૉલરના ઇન્સેન્ટિવ આપવાની યોજના બનાવી રહ્યું છે. બ્લૂમબર્ગએ મામલા સાથે સંબંધિત લોકોના હવાલાથી આ વાત કહી છે. બ્લૂમબર્ગ મુજબ, દક્ષિણ એશિયાન દેશ દુનિયામાં ચોથું સૌથી મોટું બજાર છે, પરંતુ ઇન્ટરનેશનલ પ્લેયર્સે એક એવા ક્ષેત્રમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કર્યો છે જ્યાં સસ્તી અને ફોસિલ-ફ્યૂલવાળા વાહનોનો દબદબો છે.
ટોયોટાના સ્થાનિક યૂનિટ, ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન શેખર વિશ્વનાથનનું કહેવું છે કે સરકારે કારો અને મોટરબાઇકો પર ટેક્સ એટલો વધુ રાખ્યો છે કે કંપનીઓને મુશ્કેલીઓને સામનો કરવો પડી રહ્યો છે.
વિશ્વનાથને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમારા અહીં આવવા અને રોકાણ કર્યા બાદ જે સંદેશ મળી રહ્યો છે, તે એ છે કે અમે આપને ઈચ્છતા નથી. કોઈ પણ સુધાર ન થવાની સ્થિતિને લઈને તેઓએ કહ્યું કે, અમે ભારતથી બહાર નથી જતા, પરંતુ અમે અમારો વ્યાપ વધારીશું નહીં.
નોંધનીય છે કે, ટોયોટા દુનિયાની સૌથી મોટી કાર નિર્માતા કંપનીઓ પૈકીની એક છે, જેણે 1997માં ભારતમાં પરિચાલન શરૂ કર્યું હતું. તેના સ્થાનિક એકમનું સ્વામિત્વ જાપાની કંપનીની પાસે 89% છે અને તેની નાની બજાર હિસ્સેદારી છે- ઓગસ્ટમાં માત્ર 2.6% જે એક વર્ષ પહેલા લગભગ 5% હતી. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશના ડેટા દ્વારા આ જાણકારી મળી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર