Home /News /business /ટાટા પરિવારની વહૂએ આ ઓટોમોબાઈલ જાયન્ટ કંપનીની કમાન સંભાળતા જ દિવસો બદલાઈ ગયા

ટાટા પરિવારની વહૂએ આ ઓટોમોબાઈલ જાયન્ટ કંપનીની કમાન સંભાળતા જ દિવસો બદલાઈ ગયા

રતન ટાટાની વહૂએ સાંભળી ટોયોયા કિર્લોસ્કર મોટર્સની કમાન, 2021માં કંપનીએ વેચી સૌથી વધુ કાર્સ

Who is Mansi Tata: માનસી ટાટા હવે ડેનો કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ (DNKI), ટોયોટા એન્જીન ઇન્ડિયા લિમિટેડ (TIEI), કિર્લોસ્કર ટોયોટા ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ (KTMM), ટોયોટા મટેરિયલ હેન્ડલિંગ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (TMHIN)નું કામકાજ જુએ છે.

વધુ જુઓ ...
ઓટોમોબાઈલ જાયન્ટ ટોયોટા કિર્લોસ્કર મોટર માટે વર્ષ 2022 ખુશીના સમાચાર લાવ્યું છે. કંપનીએ છેલ્લા 10 વર્ષના રેકોર્ડ તોડીને 2022માં સૌથી વધુ યુનિટ વેચ્યા છે. વર્ષ 2021ની સરખામણીએ કંપનીએ 23 ટકાથી વધુ યુનિટનું વેચાણ કર્યું છે. 2021માં કંપનીએ 1,30,768 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જ્યારે 2022માં આ આંકડો વધીને 1,60,357 યુનિટ થયો હતો. આ રીતે ગત વર્ષે છેલ્લા એક દાયકામાં કંપનીનું સૌથી વધુ જથ્થાબંધ વેચાણ થયું હતું. આ પહેલા વર્ષ 2012માં કંપનીએ 1,72,241 યુનિટનું વેચાણ કર્યું હતું.

આ પણ વાંચોઃ RBI એ જાહેર કર્યા સુરક્ષિત બેંકોના નામ, નહિ ડૂબે તમારા રૂપિયા, 2 ખાનગી અને 1 સરકારી બેંકોનો સમાવેશ

વિક્રમ કિર્લોસ્કરના નિધન બાદ કંપનીની કમાન જેને સોંપવામાં આવી છે, તે માનસી ટાટાનું નામ કંપનીના આ શાનદાર પ્રદર્શનનું કારણ રહ્યું છે. વિક્રમ કિર્લોસ્કરનું નવેમ્બર 2022માં અવસાન થયું હતું. ત્યારથી જ તેમની પુત્રી માનસી આ કંપનીનું નેતૃત્વ કરી રહી છે. તે વિક્રમની એકની એક સંતાન છે. માનસીની ઉંમર 32 વર્ષ છે અને તે રતન ટાટાની વહુ છે. વર્ષ 2019માં તેના લગ્ન રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા સાથે થયા હતા. ટાટા પરિવારની વહુ હોવા છતાં તે લાઇમલાઇટથી દૂર રહે છે.

તેણે યુ.એસની રોડે આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનિંગમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. ત્યાર બાદ તે તેના પિતા સાથે વ્યવસાયમાં જોડાઈ ગઈ. તેને પેઇન્ટિંગનો પણ ખૂબ શોખ છે. અહેવાલો અનુસાર, જ્યારે તે 13 વર્ષની હતી, ત્યારે તેણે પ્રથમ વખત એક એક્ઝિબિશન પણ યોજ્યું હતું.

આ પણ વાંચોઃ ખેતી કરવાની ઈચ્છાએ છોડાવી નોકરી, હવે મોજ કરતાં કરતાં કરે છે લાખોની કમાણી

આ કંપનીઓને સંભાળે છે માનસી


માનસી તાતા હવે દેનો કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (ડીએનકેઆઇ), ટોયોટા એન્જિન ઇન્ડિયા લિમિટેડ (ટીઆઇઇઆઇ), કિર્લોસ્કર ટોયોટા ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ (કેટીએમએમ), ટોયોટા મટિરિયલ હેન્ડલિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (ટીએચઆઇએન)ની દેખરેખ રાખે છે. જોકે ડિસેમ્બરમાં કંપનીના ટીકેએમ વેચાણમાં 3.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. માત્ર 10,421 યુનિટ વેચાયા હતા. ટીકેએમએ જણાવ્યું હતું કે કંપનીએ ડિસેમ્બર 2021માં ડીલરોને 10,834 યુનિટની સપ્લાય કરી હતી.


આ ગાડીઓએ કરી કમાલ


કંપનીના જણાવ્યા અનુસાર, ઇનોવા હાઇક્રોસ, અર્બન ક્રૂઝર હાઇબ્રિડ જેવી નવી પ્રોડક્ટ્સ ગત વર્ષે બજારમાં પ્રવેશી હતી અને 2022 પણ પ્રદર્શનની દ્રષ્ટિએ ઉત્તમ હતું. ટીકેએમના સેલ્સ એન્ડ સ્ટ્રેટેજિક માર્કેટિંગના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ અતુલ સૂદે જણાવ્યું હતું કે કંપનીના બંને મોડલને ગ્રાહકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. તેની માંગમાં પણ તેજી જોવા મળી રહી છે.
First published:

Tags: Business news, Success story, TATA, Toyota

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો