રમઝાનમાં ભીખ માંગવા ટ્રાવેલ વિઝા પર દુબઈ જઈ રહ્યા છે લોકો, કમાય છે લાખો રૂપિયા!

News18 Gujarati
Updated: May 6, 2019, 3:31 PM IST
રમઝાનમાં ભીખ માંગવા ટ્રાવેલ વિઝા પર દુબઈ જઈ રહ્યા છે લોકો, કમાય છે લાખો રૂપિયા!
દુબઈના રસ્તાઓ પર એશિયાઈ ભિખારી (ફોટો ક્રેડિટ - ગલ્ફ ન્યૂઝ)

ઉલ્લેખનીય છે કે, રમઝાનના દિવસોમાં જરૂરતમંદ લોકોની મદદને સારૂ કામ માનવામાં આવે છે. જેથી ભીખ માંગનારા લોકોને આ સમયમાં ખાડી દેશોમાં સારો ફાયદો થાય છે.

  • Share this:
દુબઈ પોલીસે એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, એશિયાઈ દેશોના કેટલાએ ભિખારીઓની ધરપકડ કરવામાં આવી છે, જે ટ્રાવેલ વિઝા પર એક મહિના માટે અહીં આવે છે. તેમણે સંકેત આપ્યો કે, આ એશિયાઈ દેશોમાં ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લોકો સામેલ છે. રમઝાનના દિવસોમાં સંયુક્ત અરબ અમીરાતમાં ઘણી સારી ભીખ મળી જાય છે અને આજ કારણે રમઝાન આસપાસ દુબઈ અને અબુધાબીની સાથે અન્ય ખાડી દેશોના ભીખારીઓની સંખ્યા અચાનક વધી જાય છે.

મોટી સંખ્યામાં એવા ભિખારી જોવા મળે છે, જે પહેલા ક્યારે નથી દેખાયા. આ ભિખારીઓ અહીંના બજારોમાં ફરતા રહે છે. દુબઈ પોલીસે એક એવો ભિખારી પકડ્યો, જેની પાસે લાખ દિરહામ એટલે કે, 18 લાખ રૂપિયા મળ્યા, જે તેણે ભીખ માંગીને ભેગા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રમઝાનના દિવસોમાં જરૂરતમંદ લોકોની મદદને સારૂ કામ માનવામાં આવે છે. જેથી ભીખ માંગનારા લોકોને આ સમયમાં ખાડી દેશોમાં સારો ફાયદો થાય છે.

ટ્રાવેલ કંપનીઓ ભિખારીઓને મોકલે છે

ખલીઝ ટાઈમ્સ અને ગલ્ફ ન્યૂઝમાં છપાયેલા સમાચાર અનુસાર, દુબઈ પોલીસ કમિશ્નરે જ્યારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી પૂરી જાણકારી આપી તો, પત્રકારો પણ આશ્ચર્ય હતા. તેમણે જણાવ્યું કે, આ મહિનામાં 250થી ઉપર ભિખારી પકડવામાં આવ્યા છે. તે સુનિયોજીત રીતે એશિયાઈ દેશો ખાસ કરીને ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી મોકલવામાં આવે છે. તેમને અહીં પહોંચાડવામાં ટ્રાવેલ કંપનીઓ મદદ કરે છે.

ટ્રાવેલ વિઝા પર આવે છે અને સારી કમાણી કરે છે
આ ભિખારીઓને ટ્રાવેલ વિઝા પર મોકલવામાં આવે છે. તે લોકો મહિના સુધી અહીં રહે છે અને પછી પાછા પોતાના દેશમાં જતા રહે છે. પરંતુ જ્યારે તે પાછા ફરે છે ત્યારે સારી કમાણી કરી ચુક્યા હોય છે. ગત વર્ષે માત્ર દુબઈમાં 243 આવા ભિખારી પકડવામાં આવ્યા હતા, જે વિઝિટર વિઝા પર અહીં આવ્યા હતા. અહીંની પોલીસનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષથી જે રીતે અચાનક આ દરમ્યાન ભિખારીઓની ભીડ અહીં વધી જાય છે, તેનાથી લોકો પરેશાન થઈ જાય છે.
Loading...

ગત વર્ષે 781 ભિખારી પકડવામાં આવ્યા હતા
2015માં દુબઈમાં 1405 એશિયાઈ ભિખારી પકડવામાં આવ્યા હતા. તો પૂરા સંયુક્ત અરબ અમીરાતમાં ગત વર્ષે 781 ભિખારીઓને પકડવામાં આવ્યા હતા. પરંતુ ઘણા એવા પણ હતા કે, જે પકડમાં નહોતા આવ્યા.

ગેંગ કરે છે આ કામ
બતાવવામાં આવે છે કે, એશિયાઈ દેશોમાં એક ગેંગ જે રમઝાન પહેલા ભિખારીઓને ખાડી દેશોમાં મોકલવા માટે સક્રિય થઈ જાય છે. તેની ઝાળ ઘણી ફેલાયેલી હોય છે. આ કામ સામાન્ય રીતે ટ્રાવેલ કંપનીઓ સાથે જોડાયેલા લોકો કરે છે. જે પહેલાથી ભિખારીઓ અથવા આ કામના ઈચ્છુક લોકોના વિઝા તૈયાર કરી લે છે. ત્યારબાદ તેમને કમિશન અને કમાણીમાંથી ભાગ આપવાનો રહે છે.

એશિયાઈ દેશોમાં ફેલાયેલી છે જાળ
એવી ટ્રાવેલ કંપનીઓ ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં વધારે પ્રમાણમાં કામ કરી રહી છે. દુબઈ પોલીસનું કહેવું છે કે, તેમને શંકા છે કે, આની પાછળ મોટા રેકેટનો હાથ છે, જે ખાડી દેશોમાં આ ભિખારીઓ માટે રહેવાની પણ વ્યવસ્થા કરે છે.
First published: May 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...