સરકારને મોટી રાહત! ડિસેમ્બરમાં GST ટેક્સની આવક વધીને 86703 કરોડ રૂપિયા

News18 Gujarati
Updated: January 25, 2018, 9:55 PM IST
સરકારને મોટી રાહત! ડિસેમ્બરમાં GST ટેક્સની આવક વધીને 86703 કરોડ રૂપિયા

  • Share this:
બજેટથી કેટલાક દિવસ પહેલા જીએસટી હેઠળ ટેક્સ વસૂલીમાં મોટી રાહત મળી છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ટેક્સની આવક ઘટ્યા બાદ ડિસેમ્બરમાં આ વધીને 86703 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તે ઉપરાંત 24 જાન્યુઆરી સુધી 56.3 લાખ જીએસટીઈ 3બી રિટર્ન ફાઈલ થયા છે. તે ઉપરાંત 24 જાન્યુઆરી સુધી 1 કરોડ ટેક્સપેયર્સ રજિસ્ટર થયા છે, જેમાંથી 17.1 લાખ કંપોઝિશન ડિલર્સ છે. તમને જણાવી દઈએ કે, જુલાઈ-સપ્ટેમ્બરમાં 90,000થી 92,000 કરોડ વચ્ચે રહ્યાં બાદ ઓક્ટોબરમાં 10 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો અને નવેમ્બરમાં તો આવક ઘટીને 80 હજાર કરોડ સુધી જતી રહી હતી.

આ કારણે વધી ટેક્સની આવક

મીડિયો રિપોર્ટસ અનુસાર ટેક્સ ચોરીને લઈને ઉઠાવવામાં આવેલા પગલાઓ બાદ ડિસેમ્બર મહિનામાં જીએસટીની કમાણીમાં ઘટાડા પર બ્રેક વાગી છે. હવે સરકારને લાગે છે કે, પહેલી ફેબ્રુઆરીથી જ્યારે E Way Bill લાગુ થશે તો સ્થિતિ સારી થશે અને સરકારને વધારે ટેક્સ મળશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી 1 કરોડથી વધારે વ્યાપારીઓએ જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

25 જાન્યુઆરીથી આ બધી જ પ્રોડક્ટ પર ઘટ્યો જીએસટી
18 જાન્યુઆરીએ થયેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં 54 સર્વિસ અને 29 વસ્તુઓ પર જીએસટી રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નવા રેટ ગુરૂવારથી એટલે આજથી લાગુ થઈ ગયા છે. આજથી આ વસ્તુઓ અને સેવાઓ સસ્તી થઈ ગઈ છે. રિવાઈજ્ડ રેટ લાગુ થવાથી જુની કારો, ડાયમંડ સહિત ઘણી બધી વસ્તુઓમાં ઘટાડો થઈ જશે.

જીએસટીને આવી રીતે સમજો

આખા દેશમાં એક બજાર બનાવનાર કર વ્યવસ્થા વસ્તુ અથવા કર એટલે જીએસટી પહેલી જુલાઈથી લાગુ કરવામાં આવી હતી. આ હેઠળ કેન્દ્ર અને રાજ્યોના અપ્રત્યક્ષ ટેક્સ અને 23 રીતના સેસને મેળવીને એક ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. જોકે, ટેક્સની દર એક નથી. હાલમાં વિભિન્ન રીતના સામાન પર સેવાઓ પર મુખ્ય રૂપથી 5, 12, 18 અને 28 ટકા દરથી ટેક્સ લગાવવામાં આવે છે. જ્યારે સોના-ચાંદી જેવા મૂલ્યવાન ધાતુઓ માટે 3 ટકા વિશેષ ટેક્સ છે. સાથે જ મોટર વાહનો અને લક્ઝ્યુરિસ સામાન પર 28 ટકા ઉપર પણ સેસ લગાવવામાં આવે છે.

જીએસટીને મુખ્ય રૂપમાં બે ભાગ, સીજીએસટી (સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) અને એસજીએસટી (સ્ટેટ્સ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં વહેંચવામાં આવે છે. બીજી બાજુ બે રાજ્યો વચ્ચે થનાર વ્યાપાર પર આઈજીએસટી (ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસે ટેક્સ) લગાવવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે, આઈજીએસટી કોઈ અલગ ટેક્સ નથી અને જ્યારે આઈજીએસટી લાગે છે, તો તેના પર અલગથી સીજીએસટી અને એસજીએસટી ટેક્સ લગાવવામાં આવતો નથી. જીએસટીથી થયેલી આવકનો અડધો ભાગ કેન્દ્ર અને બાકી રાજ્ય પાસે જાય છે, જ્યારે સેસથી થયેલી આવકથી તે રાજ્યોને વળતર આપવામા આવે છે, જ્યાં જીએસટી લાગુ કર્યા બાદ આવક ઘટી ગઈ છે.
First published: January 25, 2018, 9:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading