ફેબ્રુઆરીમાં કઈ કારની રહી બોલબાલા? કઈ કંપનીએ વેચી સૌથી વધુ કાર?

પ્રતિકાત્મક તસવીર

ફેબ્રુઆરી માસના ઓટો સેલ્સના આંકડા લગભગ બધી કંપનીઓએ રજૂ કરી દીધા છે. આવો જોઈએ ગત મહિને કઈ કંપનીઓએ સૌથી વધુ વાહનો વેચ્યા છે.

 • Share this:
  નવી દિલ્હીઃ દેશના કરોડરજ્જૂનો જ એક ભાગ ઓટો સેક્ટર (Auto sector) ફરી પાટે ચઢી રહ્યું છે. કૃષિ ઓટો સેગમેન્ટની વૃદ્ધિ બાદ ટૂ-વ્હિલર્સ અને હવે પેસેન્જર કાર વ્હિકલ્સ સેગમેન્ટ પણ વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. ફેબ્રુઆરી માસના ઓટો સેલ્સના (February 2021 auto sales) આંકડા લગભગ બધી કંપનીઓએ રજૂ કરી દીધા છે. આવો જોઈએ ગત મહિને કઈ કંપનીઓએ સૌથી વધુ વાહનો વેચ્યા છે.

  મારૂતિ સુઝુકી :
  વિશ્વની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકીએ ફેબ્રુઆરી માસમાં ડોમેસ્ટિક લેવલે વેચાણમાં 8.3%નો વધારો નોંધાવ્યો છે. ફેબ્રુઆરી, 2020ના 1,33,702 યુનિટની સાપેક્ષે કંપનીએ આ વર્ષે 1,44,761 યુનિટ વેચ્યા છે. આ સિવાય નિકાસ 11.9% વધીને 11,486 યુનિટ રહી છે.

  Hyundai મોટર્સ :
  ભારતની બીજા ક્રમાંકની સૌથી મોટી કાર ઉત્પાદક કોરિયન કંપની હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયાનું ફેબ્રુઆરી માસનું વેચાણ શાનદાર 29% વધીને 51,600 યુનિટ રહ્યું છે. ફેબ્રુઆરી, 2020માં કંપનીએ 40,010 કાર વેચી હતી. હ્યુન્ડાઈનું એક્સપોર્ટ વાર્ષિક દ્રષ્ટિએ 14.6%ના વધારા સાથે 10,200 યુનિટ રહ્યું છે.

  ટાટા મોટર્સ :
  નવા લોન્ચિંગ અને અમુક સિલેક્ટેડ મોડલ્સની તાતી ડિમાન્ડને પગલે ચોથા ક્રમેથી ત્રીજા ક્રમે આવેલ ટાટા સમૂહની ઓટો ઉત્પાદક કંપનીનું વેચાણ જબરદસ્ત વધ્યું છે. ફેબ્રુઆરી, 2021માં 27,225 યુનિટ કારનું વેચાણ દર્શાવ્યું છે,જે ગત વર્ષના સમાન સમયગાળાના 12,430 યુનિટ કરતા 119% વધુ છે. સૌથી મહત્વની વાત એ છે કે નવ વર્ષમાં સૌથી વધુ વેચાણ ટાટા મોટર્સ માટે ફેબ્રુઆરી મહિનામાં નોંધાયું છે.

  આ પણ વાંચોઃ-વડોદરાઃ એક જ પરિવારના છ સભ્યોએ કોલ્ડડ્રિંક્સમાં સાથે ઝેર ગટગટાવ્યું, પિતા, પુત્રી અને બાળકનું મોત

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ સીમંત માટે પત્નીને રેલવે સ્ટેશન મુકીને ઘરે આવતા પતિનું ત્રિપલ અકસ્માતમાં મોત

  M&M :
  SUV અને એગ્રી સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું ફેબ્રુઆરી માસનું વેચાણ નવી થાર(Thar) કારને પગલે 41% વધ્યું છે. ફેબ્રુઆરી, 2020ના 10,938 યુનિટના વેચાણની સામે આ વર્ષે કંપનીએ 15,391 યુનિટ વેચ્યા છે. ઓટો સેક્ટર માટેની અત્યારની સૌથી મોટી સમસ્યા બનેલ સેમીકન્ડકટર વિશે M&Mએ કહ્યું કે આ ઓટો પાર્ટની તંગી વધુ ત્રણ-ચાર માસ રહેવાની આશંકા છે.

  કિયા મોટર્સ :
  ભારતમાં પગપેસારો કરી રહેલ વધુ એક કોરિયન કંપની જેની SUV આજકાલ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. Kia મોટર્સનું ફેબ્રુઆરીમાં વેચાણ વોલ્યુમ 7 ટકાની વૃદ્ધિ સાથે 16,702 યુનિટ રહ્યું છે. 2020માં ફેબ્રુઆરીમાં Kiaની 15,644 કાર વેચાઈ હતી.

  Honda Cars India :
  એક બાદ એક પ્લાન્ટ બંધ કરીને કોન્સોલિડેશન મોડમાં જઈ રહેલ હોન્ડા કાર્સ ઇન્ડિયાનું ફેબ્રુઆરીમાં વેચાણ 28% વધ્યું છે. કંપની 7269 યુનિટની સામે 9324 યુનિટ વેચ્યા છે.

  આ પણ વાંચોઃ-પરિવારને રહેવાનું કહી ભાડે રાખ્યો ફ્લેટ, મકાનમાં ચાલતો હતો દેહવેપારનો ધંધો, પોલીસે છ મહિલા સહિત નવને રંગેહાથ પકડ્યા

  આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

  XUV કાર માટે ફેમસ બ્રાન્ડ ટોયોટા જે હવે ટોયોટા કિર્લોસ્કર મોટર્સના નામે ઓળખાય છે, તેણે ફેબ્રુઆરીના વેચાણમાં 36%નો નોંધપાત્ર વધારો દર્શાવ્યો છે. ગત મહિને ટોયોટાની 14,075 કાર વેચાઈ છે,જે ગત વર્ષે સમાન સમયગાળામાં 10,352 યુનિટ હતી. કંપનીએ તેના કર્ણાટકના બંને પ્લાન્ટમાં જાતે જ લાદેલ લોકડાઉન બે માસ બાદ જાન્યુઆરીના મધ્યમાં હટાવ્યો હતો.

  Renault ઈન્ડિયા :
  ફ્રેન્ચ કાર બ્રાન્ડ રેનો (Renault)એ સેલ્સમાં વાર્ષિક 26 ટકાની વૃદ્ધિ સાથે 11,043 કાર વેચી છે, જે અગાઉના વર્ષે 8784 યુનિટ હતી. કંપનીએ તેના નવા મોડલ કિગર (Kiger)ને શોરૂમો પર મોકલવાનું શરૂ કર્યું છે.

  નિસાન કાર :
  સૌથી ચોંકાવનારો આંકડો નિસાન મોટર ઇન્ડિયાના વેચાણનો છે. ફેબ્રુઆરી, 2020ના 1028 યુનિટની સામે આ વર્ષે કંપનીએ 4244 કાર વેચી છે. વૃદ્ધિમાં જોરદાર ઉછાળાનું કારણ હતુ કંપનીએ તાજેતરમાં લોન્ચ કરેલ એસયુવી મેગ્નાઇટ(Magnite SUV)

  MG Motors :
  ભારતીય બજારમાં ધાકડ એન્ટ્રી કરનાર SAICની માલિકીની એમજી મોટર(MG Motors)એ ફેબ્રુઆરી, 2020માં જ 4329 કાર વેચી છે. વર્ષ અગાઉના 1376 યુનિટના આંકડા 215%ની શાનદાર વૃદ્ધિ કંપનીના વેચાણમાં જોવ મળી છે.  MG હેકટર્સ બાદ લોન્ચ કરેલ ZS EV કાર માટે 350 યુનિટ્સના ઓર્ડર મળ્યા છે. જે જાન્યુઆરી માસની સરખામણીએ બમણાં છે. રસપ્રદ વાત એ છે કે MG મોટર્સ માટે પણ ફેબ્રુઆરી, 2020નું સેલ્સ પણ ઈતિહાસનું સૌથી હાઇએસ્ટ મન્થલી સેલ્સ છે.
  Published by:ankit patel
  First published: