Home /News /business /

Sugar stocks: બલરામપુર ચીની, દ્વારકેશ શુગર 52 સપ્તાહની ટોચે, શુગર સ્ટૉક્સમાં અચાનક રેલીનું કારણ શું?

Sugar stocks: બલરામપુર ચીની, દ્વારકેશ શુગર 52 સપ્તાહની ટોચે, શુગર સ્ટૉક્સમાં અચાનક રેલીનું કારણ શું?

શુગર સ્ટૉક્સમાં તેજી

Rally in Sugar stocks: બજેટમાં સરકાર પેટ્રોલ-ડીઝલમાં ઈથેનોલ મિશ્રણ (Ethanol blending)નો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ભારતીય શુગર સેક્ટર (Sugar sector)ને રાહત આપી શકે તેવી સંભાવનાઓને જોરે મંગળવારે શુગર કંપનીઓના શેરમાં એકાએક તેજી જોવા મળી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: 2022ના નવા કેલેન્ડર વર્ષમાં પણ ભારતીય શેર માર્કેટ (Indian share Market)માં તેજીનો વંટોળ યથાવત જોવા મળ્યો છે. ઓમિક્રોનનો ખતરો (Omicron threat) છતાં નવા વર્ષના માત્ર ત્રણ જ ટ્રેડિંગ સેશનમાં શેર બજારના રોકાણકારોની સંપત્તિમાં 5 લાખ કરોડનો બમ્પર વધારો જોવા મળ્યો છે. મંગળવારના સત્રમાં બજારમાં શુગર (Sugar shares) અને પેપર શેરમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે. બજેટમાં સરકાર પેટ્રોલ-ડીઝલમાં ઈથેનોલ મિશ્રણ (Ethanol blending)નો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ભારતીય શુગર સેક્ટર (Sugar sector)ને રાહત આપી શકે તેવી સંભાવનાઓને જોરે મંગળવારે શુગર કંપનીઓના શેરમાં એકાએક તેજી જોવા મળી છે. ભારતીય ખાંડ ક્ષેત્રની દિગ્ગજ કંપની બલરામપુર ચીની (Balrampur chini stock)નો શેર રૂ. 429.85નો 52 સપ્તાહનો નવો હાઈ બનાવીને દિવસના અંતે 14.16%ના ઉછાળે રૂ. 427.30 પર બંધ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘણા બ્રોકરેજ ડિસેમ્બર ક્વાર્ટરમાં શુગર કંપનીઓ માટે સુધરેલા આંકડાઓની પણ અપેક્ષા રાખે છે.

શુગર સ્ટૉક્સમાં તેજી

આ સિવાય ધામપુર શુગર મિલ્સ પણ રૂ. 352નો હાઈ સ્પર્શ કરીને 12.58% અથવા રૂ. 38.65 વધીને 345.95 રૂપિયા, દ્વારકેશ શુગર 16 ટકા વધીને 52 વીકના હાઈ પર 85.50 રૂપિયા, મવાના શુગર્સ 10%ની અપર સર્કિટ સાથે રૂ. 88.05, ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ લગભગ 13 ટકા વધી 52 સપ્તાહનો રૂ. 252.45નો હાઈ બનાવીને અંતે 249.50 પર બંધ રહ્યા હતા. ઉગર શુગર પણ 10%ની ઉપલી સર્કિટમાં રૂ. 33.25 પર લોક થયો હતો.

શુગર શેર્સમાં તેજીના કારણો?

બજેટમાં સરકારની ઈથેનોલ માટેની મસમોટી જાહેરાતોની સાથે-સાથે શુગર સેક્ટર પર બ્રોકરેજ હાઉસના પોઝિટિવ આઉટલુકે પણ મજબૂત સેન્ટીમેન્ટ ઊભું કર્યું છે. રેટિંગ એજન્સી ક્રિસિલના મતે આ સિઝનમાં ખાંડના ભાવમાં 16-17 ટકાનો વધારો થવાની ધારણા છે. ખાંડ મિલોની 2022ની સિઝનમાં (ઓક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022) આવક અને નફાકારકતા બંનેમાં સુધારો થવાની અપેક્ષા ક્રિસિલને છે. આ સિવાય ઘણા બ્રોકરેજ ડિસેમ્બર ક્વાર્ટરમાં શુગર કંપનીઓ માટે સુધરેલા આંકડાઓની પણ અપેક્ષા રાખે છે.

આ પણ વાંચો: ફક્ત છ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો પૈસા થયા ડબલ, શું તમારી પાસે છે આ ત્રણ શેર?

આ દરમિયાન અગાઉ 29 ડિસેમ્બરના રોજ સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, કેન્દ્રીય પ્રધાન તોમર, ગિરિરાજ સિંહ, પુરી અને મનસુખ માંડવિયા દ્વારા અનુક્રમે કુદરતી ખેતી, ગાયના છાણના ઉપયોગ, ઇથેનોલ મિશ્રણ અને નેનો ખાતર પર વ્યક્તિગતરૂપે પ્રઝન્ટેશન આપવામાં આવ્યું છે.
First published:

Tags: Budget 2022, Petrol, Share market, Stock tips

આગામી સમાચાર