Home /News /business /

Budget Decoding: બજેટમાં વિવિધ જાહેરાતો બાદ જેફરીઝના રડાર પર છે આ શેર અને સેક્ટર

Budget Decoding: બજેટમાં વિવિધ જાહેરાતો બાદ જેફરીઝના રડાર પર છે આ શેર અને સેક્ટર

બીએસઈ બિલ્ડિંગ (ફાઇલ તસવીર)

Jefferies to Picks: બજેટની જાહેરાતો ભારતના કેપિટલ ગુડ્સ, સિમેન્ટ પાઈપ કંપનીઓને સૌથી વધુ ફાયદો થવાની સંભાવના ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપનીએ રિપોર્ટમાં વ્યકત કરી છે.

  મુંબઈ. મોદી સરકારે 2022-23ના અંદાજપત્ર (Budget 2022)માં નાણાકીય ખાધને કાબૂમાં કરવાનો અને ઈન્ફ્રા સહિતના સેક્ટર પર ફોક્સ કરીને મૂડી ખર્ચ વધારવાનો અભિગમ અપનાવતા બજેટને માર્કેટ એક્સપર્ટસ બ્રોકરેજ હાઉસ (Brokerage houses) અને રેટિંગ એજન્સીઓ સહિત તમામ દિગ્ગજોનું થમ્સ અપ મળી રહ્યું છે. જોકે, સામે પક્ષે સરકારના બજેટમાંથી બજારમાંથી વધારે ઋણ લેવાની યોજનાને કારણે બોન્ડ યિલ્ડમાં ઉછાળો જોવા મળ્યો છે અને સામાન્ય રીતે બોન્ડ યિલ્ડમાં ઉછાળો ઈક્વિટી માર્કેટ (Equities Market)ના માનસ અને બેંકો-એનબીએફસીની નફાકારકતા અને કાર્યક્ષમતા પર દબાણ સર્જશે તેવી આશંકા દિગ્ગજ બ્રોકરેજ હાઉસ જેફરીઝે વ્યકત કરી છે.

  બજેટની જાહેરાતો ભારતના કેપિટલ ગુડ્સ, સિમેન્ટ પાઈપ કંપનીઓને સૌથી વધુ ફાયદો થવાની સંભાવના ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપનીએ રિપોર્ટમાં વ્યકત કરી છે. એવા સમયે જેફરીઝે બજેટ 2022 બાદ કયા સેક્ટર અને કઈ કંપની પર આગામી એક વર્ષ માટે દાવ ખેલવાની સલાહ આપી છે તે જાણીએ.

  કેપેક્સ/ઈન્ફ્રા (Capex/Infra)

  સરકારે બજેટમાં મૂડીરોકાણ એટલે કે કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ(CAPEX)માં વાર્ષિક ધોરણે 15%નો વધારો કરવાની જાહેરાત કરતા લાંબાગાળાના વિકાસ કામોને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા હોવાનો જેફરીઝનો દાવો છે, તેથી તેમણે લાર્સન એન્ડ ટુબ્રો (L&T)અને અન્ય કંપનીઓ સહિતના સમગ્ર ક્ષેત્ર માટે હકારાત્મક છે.

  આ સિવાય ડેટા સેન્ટર્સને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ મળતા હવે ટેક્સ હોલિડે એટલેકે ટેક્સ છૂટછાટની સંભાવનાઓ વધી છે, જેથી આ સેગમેન્ટની સિમેન્સ(Siemens), એબીબી(ABB) માટે પણ સકારાત્મક છે. સંરક્ષણ ખર્ચ વાર્ષિક ધોરણે 10% વધ્યો છે, જે ભારત ઈલેક્ટ્રોનિક્સ અને ફરી L&T માટે પોઝીટીવ ન્યૂઝ છે.

  ITC 

  દર વર્ષની જેમ સૌની નજર તમાકુ અને સિગારેટ પ્રોડક્ટસ પરના ટેક્સ પર હતી. જોકે, કેન્દ્રીય બજેટમાં સિગારેટ પર ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે. જીએસટી કર વસૂલી(GST Collection) માં ઉત્તરોતર વધારો અને જાન્યુઆરી 2022માં સરકારનું અત્યાર સુધીનું સૌથી વધુ ટેક્સ કલેક્શન થયું છે. જે ઈકોનોમી માટે અને સરકારની અન્ય આવક મેળવવાની લાલચ પર પૂર્ણવિરામ મુકતા આ સેક્ટર માટે હકારાત્મક જાહેરાત ગણી શકાય. આ સિવાય તમાકુ પર GST દર (સેસ)ને પણ વધારવાની સરકારની કોઈ ઈચ્છા ન જણાતા આ સેગમેન્ટના શેર જેમકે, ITC, ગ્રોડફ્રે ફિલિપ્સ VST વગેરે માટે સારી જાહેરાત છે.

  ટાઇટન (Titan)

  કટ અને પોલિશ્ડ હીરા અને રત્નો-આભૂષણો પરની કસ્ટમ ડ્યુટી 7.5%થી ઘટાડીને 5% કરવામાં આવી રહી છે, જે ટાઇટન માટે સકારાત્મક છે. ટાટા સમૂહની કંપની આ સેગમેન્ટમાં અંદાજે 30%થી વધારે બજાર હિસ્સો ધરાવે છે.

  પાઇપ કંપનીઓ (Pipes companies)

  ડ્રિંકિંગ વોટર સ્કીમના બજેટમાં 33% વધારાનો લાભ સુપ્રિમ પાઈપ, એસ્ટ્રલ અને ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝને મળશે.

  આ પણ વાંચો: Multibagger stock: આ ફાર્મા સ્ટોકે 19 વર્ષમાં 1 લાખ રૂપિયાને બનાવી દીધા 4.56 કરોડ રૂપિયા, શું તમારી પાસે છે?

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રી (RIL)

  સોલર સેલ મેન્યુફેક્ચરિંગ માટે PLI સ્કીમને વધુ 2 અબજ ડોલરની આર્થિક સહાય અને નવા ઉત્પાદન એકમો સ્થાપિત કરવા માટેની સમયમર્યાદામાં નાણાંકીય વર્ષ 2024 સુધીનું વિસ્તરણ ભારતની સૌથી મોટી કંપની માટે હકારાત્મક છે, જેથી મુકેશ અંબાણીનું ફોકસ હવે ગ્રીન અને લાઈટ એનર્જી પર સૌથી વધુ છે.

  ફાઈનાન્શિયલ (Financials)

  દેશના નાણાકીય ક્ષેત્ર માટે બજેટની મુખ્ય જાહેરાત ECLG યોજનાનું વિસ્તરણ હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ સ્કીમને માર્ચ, 2023 સુધી વધુ એક વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરી છે, જે આ સેગમેન્ટના ધિરાણકર્તાઓ માટે હકારાત્મક છે. જોકે આ સેગમેન્ટમાં બેંકો અને એનબીએફસીનું એક્સપોઝર અને માર્જિન ઓછું છે. તદુઉપરાંત કેપેક્સ-ખર્ચ બેંકો માટે ધીરાણની તકો ઊભી કરશે તેમ જેફરીઝે જણાવ્યું હતું.

  આ પણ વાંચો: Gold Price Today: બજેટના બીજા દિવસે સોનામાં ઘટાડો, ચાંદીની ચમક વધી, ફટાફટ જાણો આજનો ભાવ

  નકારાત્મક પાસાઓ પર નજર

  બજેટના સૌથી નકારાત્મક પાસાઓ પર નજર કરીએ તો સરકારનો અન-અપેક્ષિત ઉધારી ભંડોળ. સરકારે બજેટમાં બજારમાંથી વધારે પૈસા એકત્ર કરવાની જાહેરાત કરતા મોંઘવારીનો ડર સરકારને પણ છે તેમ સ્પષ્ટ થાય છે. આ સિવાય વિદેશી રોકાણને આકર્ષવા માટે નાણા માંત્રીની બજેટ સ્પીચ કે બજેટના મેમોરેન્ડમમાં સ્પષ્ટ ટીપ્પણીઓનો અભાવ. સરકારના ઉપેક્ષાભર્યા વલણ અને બોરોઈંગ પ્રોગ્રામને કારણે આગામી સમયમાં બોન્ડ યિલ્ડમાં વધુ વધારો જોવા મળી શકે છે. યિલ્ડ વધતા સૌથી વધુ સરકારી સિક્યોરિટીસની બોન્ડ બુક પર સૌથી વધુ M2M ખોટ કરતી જાહેર ક્ષેત્રની PSU બેન્કો અને કોટક બેન્ક તથા એનબીએફસી સંસ્થાઓ માટે વધુ નકારાત્મક બનશે તેમ બેંકર્સે રિપોર્ટમાં ઉમેર્યું હતું.
  First published:

  Tags: Budget 2022, Investment, Share market, Stock tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन