Home /News /business /Top picks 2022: બ્રોકરેજ હાઉસ એન્જલ વનની પસંદગીના 14 શેર, 2022માં તમને બનાવી શકે છે માલામાલ
Top picks 2022: બ્રોકરેજ હાઉસ એન્જલ વનની પસંદગીના 14 શેર, 2022માં તમને બનાવી શકે છે માલામાલ
કમાણીના શેર
Top picks 2022: એન્જલ વન બેન્કિંગ અને દૈનિક ખપતની વસ્તુઓના ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના શેરને લઈને બુલિશ છે. એન્જલ વનનું કહેવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટની બહુ લાંબી અસર નહીં રહે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2022-23માં કંપનીઓની કમાણીમાં પણ ખૂબ તેજી આવી શકે છે.
નવી દિલ્હી: 2021નું વર્ષ રોકાણકારો (Year Ender 2021) માટે ખૂબ સારું રહ્યું. આ દરમિયાન તમામ સેગમેન્ટમાં રોકાણકારોએ સારી એવી કમાણી (Return) કરી છે. 2022નું વર્ષ આવી રહ્યુ છે ત્યારે અલગ અલગ બ્રોકરેજ હાઉસ (Brokerage firms top picks) તરફથી નવા વર્ષે શેર માર્કેટ કેવું રહેશે તેને લઈને અનુમાન રજૂ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ દુનિયાભરમાં ઓમિક્રોનનો ખતરો (Omicron Alert) ફરીથી વધી રહ્યો છે. આ દરમિયાન બ્રોકરેજ હાઉસ એન્જલ વન (Angle one)નું માનવું છે કે 2022ના વર્ષમાં પણ 2021ના વર્ષની જેમ બ્રોડ રેલી ચાલુ રહી શકે છે. આથી હાલ બોટમમાં કે નીચલા સ્તર પર રહ્યા હોય તેવા અમુક શેરની પસંદગી 2022ના વર્ષમાં સારી કમાણી કરાવી શકે છે.
આ સેક્ટર્સ ટ્રેન્ડમાં રહી શકે
એન્જલ વન બેન્કિંગ અને દૈનિક ખપતની વસ્તુઓના ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના શેરને લઈને બુલિશ છે. એન્જલ વનનું કહેવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટની બહુ લાંબી અસર નહીં રહે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2022-23માં કંપનીઓની કમાણીમાં પણ ખૂબ તેજી આવી શકે છે. આ ઉપરાંત એન્જલ વન બ્રોકરેજ હાઉસ આઈટી સેક્ટર પ્રત્યે પણ બુલિશ છે. બ્રોકરેજ હાઉસનું માનનું છે કે આ બંને સેક્ટરમાં મધ્ય સમયને ધ્યાનમાં લેતા વિકાસની ખૂબ સંભાવના રહેલી છે.
કમાણીના શેર
મિન્ટના જણાવ્યા પ્રમાણે બ્રોકરેજ હાઉસે પોતાની નોટમાં કહ્યું છે કે, યુએસ ફેડના કડક નિયમોને પગલે આવતા વર્ષે વિદેશી રોકાણકારો તરફથી વધારે રોકાણની આશા નથી. બીજી તરફ ઘરેલૂ રોકાણકારો તરફથી રોકાણ યથાવત રહી શકે છે. આ સાથે જ એન્જલ વન તરફથી 14 શેર્સ સજેસ્ટ કરવામાં આવ્યા છે. આ 14 શેર્સમાં નવા વર્ષે સારી એવી કમાણી થઈ શકે છે.