Tata ગૃપના આ ટોપ 3 શેર માટે દમદાર રહ્યું સંવત 2077, Niftyના ટોપ-10માં રહ્યા

તાતા ગ્રુપના આ શેરોએ સારું રિટર્ન આપ્યું, નિફ્ટીમાં ખૂબ ફાયદો

Nifty Top Performers : વિ.સં 2077માં ટાટા ગૃપના સ્ટોક્સે(Tata Group Stocks) શાનદાર તેજી દર્શાવી છે. ડેટા અનુસાર, વર્ષ દરમિયાન સૌથી સારું પ્રદર્શન કરી રહેલા ટોચના 10 નિફ્ટી શેર(Nifty Stocks)માંથી 3 શેરો ટાટા ગૃપના હતા.

  • Share this:
    Nifty Top Performers :  બુધવારે સમાપ્ત થયેલા હિંદુ કેલેન્ડર(Hindu Calendar) વિ.સં 2077માં ટાટા ગૃપના સ્ટોક્સે(Tata Group Stocks) શાનદાર તેજી દર્શાવી છે. ડેટા અનુસાર, વર્ષ દરમિયાન સૌથી સારું પ્રદર્શન કરી રહેલા ટોચના 10 નિફ્ટી શેર(Nifty Stocks)માંથી 3 શેરો ટાટા ગૃપના હતા. સંવત 2077 દરમિયાન 228%ના વધારા(Profit) સાથે ટાટા મોટર્સ શ્રેષ્ઠ નિફ્ટી પરફોર્મર રહી હતી. અન્ય 10 સૌથી શ્રેષ્ઠ નિફ્ટી સ્ટોક્સમાં બજાજ ફિનસર્વ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, ગ્રેસિમ ઇન્ડસ્ટ્રીઝ, જેએસડબ્લ્યૂ(JSW) સ્ટીલ અને અદાણી પોર્ટ્સ સામેલ છે. આ શેર્સમાં સમયગાળા દરમિયાન 92-132 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

    આ સ્ટોક્સમાં થયો ઉછાળો  : ટાટા ગૃપના અન્ય નિફ્ટી સ્ટોક્સ જેવા કે, ટાટા કન્ઝ્યુમરમાં 61 ટકાનો ઉછાળો થયો, જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસમાં 30 ટકાનો ઉછાળો આવ્યો છે. ડો. રેડ્ડીઝ લેબ્સ અને હીરો મોટોકોર્પને બાદ કરતા, અન્ય તમામ નિફ્ટી શરોએ વિ.સં 2077ના અંતે નફો કર્યો છે.

    ટોચના નિફ્ટી સ્ટોક્સમાં વિપ્રોમાં 89 ટકાનો વધારો, ટેક મહિન્દ્રામાં 77 ટકાનો વધારો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 25 ટકાનો ઉછાળો અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડમાં 10 ટકાનો ઉછાળો થયો છે.

    સંવત 2077 નફા સાથે થયું પૂર્ણ

    કોરોના મહામારી અને લોકડાઉન સહિત અનેક અડચણોના કારણે આર્થિક વિકાસ પર અવરોધ ઉભો થયો હતો, પરંતુ સંવત 2077 13 વર્ષના સૌથી શ્રેષ્ઠ લાભો સાથે સમાપ્ત થયું છે. વધુ લિક્વિડીટીના કારણે આ વર્ષે રોકાણકારોએ અન્ય એસેટ ક્લાસની સરખામણીમાં શ્રેષ્ઠ વળતર તરીકે 40 ટકાનો નફો નોંધાવ્યો છે.

    સંવત 2077માં સેન્સેક્સ અને નિફ્ટીમાં 39-40 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે, જ્યારે માર્ચમાં મોટા ક્રેશ બાદ બજારો ઉછળ્યા હતા ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ 10-11% વધારો દર્શાવ્યો હતો.

    આ પણ વાંચો : દિવાળીના મુહૂર્ત ટ્રડિંગમાં ઝૂનઝૂનવાલાને 101 કરોડની કમાણી થઈ, આ 5 શેરમાં થયો ફાયદો

    સરકારની નરમ નાણાંકિય નીતિ

    બજારમાં આ ઊછાળા અને નફા વિશે વિશ્લેષકો જણાવે છે કે, સરકાર અને વૈશ્વિક સેન્ટ્રલ બેન્કર્સનું નરમ નાણાંકિય નીતિ વલણ સંવત 2077માં ઇક્વિટી માટે મુખ્ય ચાલક પરીબળ હતા. કોવિડના બીજી લહેર પછી જીએસટી કલેક્શન, વીજ વપરાશ, આયાત-નિકાસ ડેટા, ઇ-વે બિલ્સ જેવા મુખ્ય આર્થિક પરીબળોમાં સુધારાકિય વલણે રોકાણકારો પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.

    આ પણ વાંચો :  નવા વર્ષમાં નવા Business Ideas: ઓછી મૂડીથી શરૂ કરો આ બિઝનેસ, થશે લાખોની કમાણી

    મોટા ભાગના ક્ષેત્રોમાં સકારાત્મક વલણ

    આ ઉપરાંત મોટા ભાગના ક્ષેત્રોએ સુધારાકિય વલણ દર્શાવી ઉચ્ચ રીટર્ન આપ્યું હતું. મેટલ્સ(128 ટકાનો વધારો), રિયલ્ટી(113 ટકાનો વધારો) અને પીએસયુ બેંક(93 ટકાનો વધારો)માં ખૂબ જ નફો થયું હતો. ટૂંકમાં જણાવીએ તો મિડ અને સ્મોલ કેપ્સે સંવત 2077માં સારું પ્રદર્શન કર્યુ છે. વર્ષ દરમિયાન BSE મિડકેપ ઇન્ડેક્સ 61% વધ્યો હતો જ્યારે BSE સ્મોલકેપ 79% વધ્યો હતો.
    Published by:Jay Mishra
    First published: