Home /News /business /

LIC IPO: એલઆઈસીના આઈપીઓમાં ટોચના પાંચ Mutual Fund કરશે રોકાણ, તૂટશે રેકોર્ડ

LIC IPO: એલઆઈસીના આઈપીઓમાં ટોચના પાંચ Mutual Fund કરશે રોકાણ, તૂટશે રેકોર્ડ

એલઆઈસી બિલ્ડિંગ (ફાઇલ તસવીર)

LIC IPO updates: એલઆઈસી માને છે કે તેનો આઈપીઓ રિટેલ કેટેગરીમાં ઓછામાં ઓછી 7 મિલિયન અરજીઓ આવી શકે છે. આ છેલ્લા નાણાંકીય વર્ષમાં આઈપીઓ માટેની કુલ રિટેલ અરજીઓ કરતાં પાંચ ગણી વધુ છે.

નવી દિલ્હી: સરકાર માટે સારા સમાચાર છે. ઓછામાં ઓછા પાંચ મ્યુચ્યુઅલ ફંડોએ કહ્યું છે કે તેઓ એલઆઈસી (LIC)ના આઈપીઓ (IPO)માં રોકાણ કરશે. જેમાં દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ (SBI Mutual Fund), આદિત્ય બિરલા એસએલ મ્યુચ્યુઅલ ફંડ (Aditya Birla SL Mutual Fund), એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ (HDFC Mutual Fund) અને કોટક મ્યુચ્યુઅલ ફંડ (Kotak Mutual Fund) એલઆઈસીના આઈપીઓમાં પ્રત્યેક 150થી 1,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એલઆઈસીને રિટેલ રોકાણકારો તરફથી પણ સારા રિસ્પોન્સની અપેક્ષા છે.

એલઆઈસી માને છે કે તેનો આઈપીઓ રિટેલ કેટેગરીમાં ઓછામાં ઓછી 7 મિલિયન અરજીઓ આવી શકે છે. આ છેલ્લા નાણાંકીય વર્ષમાં આઈપીઓ માટેની કુલ રિટેલ અરજીઓ કરતાં પાંચ ગણી વધુ છે. અંગ્રેજી બિઝનેસ વેબસાઈટ ઈકોનોમિક ટાઈમ્સે આ સમાચાર આપ્યા છે. તેમણે સૂત્રોને ટાંકીને આ વાત જણાવી છે.

બુધવારે ખુલશે આઈપીઓ


સિંગાપોરની જીઆઈસી (GIC) અને નોર્વેની સેન્ટ્રલ બેંકો નોર્જેસ બેંક અને બીએનપી પારિબસ પણ એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરે તેવી શક્યતા છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, "આ તમામ રોકાણકારો એન્કર અને મેઈન બુક્સ તરફ વળી શકે છે." એવું કહેવાય છે કે દેશના સૌથી મોટા ઈશ્યૂને લઈને રિટેલ રોકાણકારોમાં ઘણો ઉત્સાહ છે. જણાવી દઈએ કે આ આઈપીઓ બુધવારે ખુલશે.

રિટેલ રોકાણકારો રેકોર્ડ બ્રેકર બીડ કરી શકે!


એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સમૃદ્ધ રોકાણકારો સહિત રિટેલ રોકાણકારો દ્વારા રૂ. 8,609થી 9,068 કરોડની બીડ કરવામાં આવી શકે છે. લગભગ 50 ટકા રિટેલ સબસ્ક્રિપ્શન મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવા પશ્ચિમી રાજ્યોમાંથી આવવાની શક્યતા છે. ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સે દેશના ઘણા મોટા શહેરોમાં આ ઈશ્યૂને લઈને રોડ શો કર્યા છે. જેમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદનો સમાવેશ થાય છે. આ મુદ્દે રોડ શો સોમવારે સમાપ્ત થશે.

IPO માટે ગત નાણાંકીય વર્ષ


ગત નાણાંકીય વર્ષમાં 52 કંપનીઓએ આઈપીઓ દ્વારા રૂ. 1.11 લાખ કરોડ એકત્ર કર્યા હતા. પ્રાઇમ ડેટા બેઝ અનુસાર સરેરાશ રિટેલ સબસ્ક્રિપ્શન 14.07 લાખ કરોડ રૂપિયા હતું. રિટેલ રોકાણકારોને એલઆઈસીના આઈપીઓમાં રોકાણ પર 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ કારણે પણ રિટેલ રોકાણકારોમાં આ ઈશ્યૂને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એલઆઈસી પોલિસીહોલ્ડર્સને આ ઈશ્યૂમાં 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

કંપની વિશે


એલઆઈસીની સ્થાપના 1 સપ્ટેમ્બર, 1956ના રોજ કરવામાં આવી હતી. આ માટે 245 ખાનગી જીવન વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. પછી તેને મર્જ કરવામાં આવી હતી. તેની શરૂઆતી કેપિટલ 5 કરોડ હતી. તેની સ્થાપનાથી વર્ષ 2000 સુધી તે દેશની એકમાત્ર જીવન વીમા કંપની હતી.

ગ્રે માર્કેટ પ્રીમિયમ (LIC GMP)


આઈપીઓ વોચના જણાવ્યા પ્રમાણે સોમવારે ગ્રે માર્કેટમાં એલઆઈસીનો એક શેર 75 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો. એલઆઈસીના આઈપીઓનું જીએમપી 15 રૂપિયાથી વધીને 75 રૂપિયા સુધી પહોંચ્યું છે.

અલોટમેન્ટ (LIC stock allotment)


એલઆઈસીના શેરનું અલોટમેન્ટ 16મેના રોજ થશે. જે લોકોને શેર નથી લાગ્યા તેમના ખાતામાં 17મી મે સુધી શેર આવી જશે. જેમને શેર નથી લાગ્યા તેમના પૈસા પરત આવી જશે.

કેટલું ડિસ્કાન્ટ મળશે?


આ આઈપીઓમાં એલઆઈસીના પૉલિસીધારકોને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. બીજી તરફ રિટેલ રોકાણકારો અને કર્મચારીઓને 45 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે.

આ પણ વાંચો: સોનાની કિંમતમાં મોટો કડાકો, જાણો આજે કેટલું સસ્તું મળી રહ્યું છે સોનું

કોના માટે કેટલો હિસ્સો અનામત (LIC IPO Quota)


પૉલિસીધારકોને આઈપીઓ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે આ આઈપીઓમાં 10 ટકા હિસ્સો પૉલિસીધારકો માટે અનામત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આઈપીઓમાં કર્મચારીઓ માટે પણ અમુક ટકા હિસ્સો અનામત રહેશે.

આશરે 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત હશે. આઈપીઓનો આશરે 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત હશે.

માર્ચમાં લોંચ થવાનો હતો આઈપીઓ


સરકારે ફેબ્રુઆરીમાં સેબી સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજ પ્રમાણે એલઆઈસીનો આઈપીઓ માર્ચ 2022ના અંત સુધીમાં લિસ્ટ થવાનો હતો. જોકે, રશિયા અને યુક્રેન યુદ્ધને પગલે વિશ્વભરના બજારોમાં આવેલી મંદીને પગલે સરકારે આઈપીઓ લોંચ કરવાનો પ્લાન મુલતવી રાખ્યો હતો.

મહત્ત્વની તારીખો (LIC IPO important dates)


આઈપીઓ ખુલશે - મે 4, 2022
આઈપીઓ બંધ થશે - મે 9, 2022
શેરનું અલોટમેન્ટ - મે 12, 2022
રિફંડ - મે 13, 2022
ડિમેટ ખાતામાં શેર આવશે - મે 16, 2022
લિસ્ટિંગ તારીખ - મે 17, 2022

આ પણ વાંચો: આ પાંચ શેર આ અઠવાડિયે એક્સ ડિવિન્ડમાં ફેરવાશે

કેટલું રોકાણ કરવું પડશે?


રિટેલ રોકાણકારો એલઆઈસીના આઈપીઓમાં લૉટમાં બીડ કરી શકશે. એક લૉટમાં 15 શેર હશે. એલ લૉટ માટે ઓછામાં ઓછું ₹14,235નું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 14 લૉટ માટે બોલી લગાવી શકશે. આ માટે 210 શેર માટે ₹199,290નું રોકાણ કરવું પડશે.
First published:

આગામી સમાચાર