આ જગ્યાએ કરો Investment, થશે ફાયદો જ ફાયદો

News18 Gujarati
Updated: June 3, 2018, 9:21 AM IST
આ જગ્યાએ કરો Investment, થશે ફાયદો જ ફાયદો
એક કહેવત છે કે, એવું કામ કરીએ જેથી પૈસો તમારા માટે કામ કરે ન કે તમે પૈસા માટે. આના માટે ફાઇનાન્સિયલ પ્લાનિંગ જરૂરી છે. પરંતુ આજે પણ લોકો ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરવા માટે ખચકાય છે.

એક કહેવત છે કે, એવું કામ કરીએ જેથી પૈસો તમારા માટે કામ કરે ન કે તમે પૈસા માટે. આના માટે ફાઇનાન્સિયલ પ્લાનિંગ જરૂરી છે. પરંતુ આજે પણ લોકો ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરવા માટે ખચકાય છે.

  • Share this:
એક કહેવત છે કે, એવું કામ કરીએ જેથી પૈસો તમારા માટે કામ કરે ન કે તમે પૈસા માટે. આના માટે ફાઇનાન્સિયલ પ્લાનિંગ જરૂરી છે. પરંતુ આજે પણ લોકો ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરવા માટે ખચકાય છે. કારણ કે તેમને આ મુશ્કેલ લાગે છે. પરંતુ સારા ભવિષ્ય માટે પૈસાનું પ્લાનિંગ ખુબ જરૂરી છે. આજે અમે તમને સારા રોકાણ માટે જણાવીશું. જેનાથી તમને સારી જગ્યા રોકાણ કરવું સરળ બની રહે.

કર્મચારી ભવિષ્ય નિધિ(EPF) અને લોક ભવિષ્ય નિધિ (PPF): ઇપીએફ અને પીપીએફ લોંગ ટર્મ રોકામ છે જે રિટાયર થયા પછી વ્યક્તિ માટે ફાયદાકારક છે. પીપીએફ 8 ટકા અને ઇપીએફ 8.5 ટકા વાર્ષીક વ્યાજ પર સુરક્ષિત રિટર્ન આપે છે. આજે ઓછી માત્રામાં રોકાણ નિવૃત્ત થવાના સમયે મોટી રમક બની જાય છે.

પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ સ્કિમ (POTD): પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ ઉપર 6.80 ટકાથી 7.60 ટકા વ્યાજ દર આપે છે. આ યોજના ભારતીય પોસ્ટ સેવા દ્વારા આપવામાં આવે છે. ભારતના નાણાં મંત્રાલય દ્વારા સંચાલિત છે. લોગ-ઇન-મર્યાદા 1-5 વર્ષ છે. લઘુત્તમ માત્ર રૂ.200 જમા કરાવવાના હોય છે. આની સારી બાબત એ છે કે, તમે તમારા ખાતાને કોઇપણ પોસ્ટ ઓફિસમાં સ્થળાંતર કરી શકો છો.

રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS): એનપીએએસ એક સરકાર દ્વારા પ્રમોટેડ બચત યોજના છે. આ એક સરળતાથી ખોલી શકાય તેવું સેવાનિવૃત્તિ બચત ખાતું છે. એનપીએસનો મુખ્ય લાભ એ છે કે, અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનાર લોકો માટે સેવાનિવૃત્તિ માટે તૈયાર કરવામાં મદદ કરે છે. એનપીએસ સેવાનિવૃત્તિ કોર્પસ (60 વર્ષ)ના 40 ટકા સુધી ટેક્સ રિટર્ન, ઉપરાંત કલમ 80 (c) અંતર્ગત રૂ.50000થી વધારે ટેક્સ લાભ પ્રદાન કરે છે.

મ્યૂચ્યુઅલ ફંડ (Mutual Fund): મ્યૂચુઅલ ફંડ કોઇપણ વ્યક્તિ માટે સારા રોકાણનું માધ્યમ છે. દરેક ઉમર માટે ઉચિત, વ્યક્તિગત નાણાંકીય લક્ષ્યોના આધારે મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરી શકાય છે. અને માસિક એસઆઇપી (વ્યવસ્થિત રોકાણ યોજના)ને સરળ બનાવી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડના અધિક પારંપરિક ઉપકરણો ઉપર એક લાભ એ પણ છે કે, લોગ-ઇનની કોઇ મર્યાદા નથી. ઉપભોક્તાને જ્યારે પણ જરૂર હોય ત્યારે પૌસાને ઉઠાવી શકે છે.
First published: June 3, 2018, 9:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading