Home /News /business /બજેટની જાહેરાતો બાદ ઈન્ફ્રા કંપનીઓમાં આવી શકે તોફાન, આ શેરોમાં દાવ લગાવવા માટે પાક્કો સમય
બજેટની જાહેરાતો બાદ ઈન્ફ્રા કંપનીઓમાં આવી શકે તોફાન, આ શેરોમાં દાવ લગાવવા માટે પાક્કો સમય
શેરોમાં દાવ લગાવવા માટે પાક્કો સમય
ૉએચડીએફસી સિક્યોરિટીઝે પોતાની નોટમાં જણાવ્યું હતું કે, મૂડી ખર્ચમાં વધારો અને રેલ્વે કેપેક્સ આવકારદાયક પગલું છે. જે ખાનગી ક્ષેત્ર દ્વારા અન્ય ઘણા રોકાણોને ટ્રિગર કરી તેમાં વધારો કરી શકે છે અને આવક વૃદ્ધિને વધારી શકે છે .
નવી દિલ્હીઃ લાર્સન એન્ડ ટુબ્રો (Larsen and Toubro, L&T), સિમેન્સ (Siemens), એબીબી (ABB) જેવી કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્ઝ સેગમેન્ટમાં કામ કરે છે. સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા કેપેક્સમાં વધારો થવાને ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે સંકળાયેલી કંપનીઓને ફાયદો થઈ શકે છે. બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝનું માનવું છે કે NHAI અને મોર્થ દ્વારા રોડ અને હાઈવે ડેવલપમેન્ટ માટે પ્રોજેક્ટ એવોર્ડમાં વધારો થવાથી PNC ઈન્ફ્રા, KNR ઈન્ફ્રા અને NCC જેવી કંપનીઓને ફાયદો થઈ શકે છે.
એચડીએફસી સિક્યોરિટીઝે પોતાની નોટમાં જણાવ્યું હતું કે, મૂડી ખર્ચમાં વધારો અને રેલ્વે કેપેક્સ આવકારદાયક પગલું છે. જે ખાનગી ક્ષેત્ર દ્વારા અન્ય ઘણા રોકાણોને ટ્રિગર કરી તેમાં વધારો કરી શકે છે અને આવક વૃદ્ધિને વધારી શકે છે . વધારાની આવકને સિમ્યુલેટ કરી શકે છે. ઈન્ફ્રા, કેપિટલ ગુડ્સ અને મટિરિયલ સેક્ટરને આ બાબતનો ફાયદો થઈ શકે છે. અપેક્ષિત લેવલની અંદર આવતા ઉધારના અંદાજને કારણે બોન્ડ સ્ટ્રીટને રાહત મળી છે.
બુધવારે બજેટ ભાષણ દરમિયાન, નાણાપ્રધાન (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ જાહેરાત કરી હતી કે મૂડી રોકાણ ખર્ચમાં સતત ત્રીજા વર્ષે 33% થી રૂ. 10 લાખ કરોડ સુધી વધારો કરવામાં આવ્યો છે, જે જીડીપી (GDP) ના 3.3% હશે. ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સરકાર દર વર્ષે રૂ. 10,000 કરોડ અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (Urban Infrastructure Development Fund) ફાળવશે.
આ સાથે જ રેલ્વે માટે રૂ. 2.40 લાખ કરોડનો મૂડી ખર્ચ પૂરો પાડવામાં આવ્યો છે, જે એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા મુજબ IRCON, RVNL અને રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં કાર્યરત વેગન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ જેવી કંપનીઓને લાભ આપી શકે છે.
બ્રોકરેજ એડલવેઈસના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ માટે રોડ આઉટલે માટે ફાળવણીમાં 25% YoY વધારો FY24માં રોડ સ્પેસમાં વૃદ્ધિ માટે નવી આશાઓ આપે છે. ઈન્ફ્રા સ્ટોક્સ PNC ઈન્ફ્રાટેક અને KNR કન્સ્ટ્રક્શન્સ જેવી સારી બેલેન્સ શીટ ધરાવતી કંપનીઓ આ ક્ષેત્રમાં અમારી ટોચની પસંદગીઓ બની છે. બેકગ્રાઉન્ડને જોતાં, અમે માનીએ છીએ કે રોડ ડેવલપર્સે સેગમેન્ટલ ડાઈવર્સિફિકેશન પર કામ કરવું જોઈએ. અમે PNC ઇન્ફ્રાટેક ('BUY') અને KNR કન્સ્ટ્રક્શન્સ ('BUY') જેવી મજબૂત બેલેન્સ શીટ ધરાવતી રોડ કંપનીઓને પ્રાધાન્ય આપીએ છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર