Top Gainer Stocks: ગુજરાતની સરકારી કંપની સહિતના આ 5 શેરે સપ્ટેમ્બરમાં 100% સુધી વળતર આપ્યું, ચેક કરો લિસ્ટ

ગુજરાતી સરકારી કેમિકલ કંપની GACL સહિતના આ શેરે માર્કેટમાં સપ્ટેમ્બરની તેજીમાં આપ્યું ઉંચુ વળતર

Top Gainers Stocks September : સપ્ટેમ્બર શેરબજાર માટે ઐતિહાસિક મહિનો રહ્યો, આ મહિનામાં બજાર 60,000 પહોંચ્યું. ચેક કરો આ કઈ કઈ કંપનીના શેર છે અને તેની વિગતો

  • Share this:
    Top Gainer Stocks: ભારતીય શેર બજાર માટે સપ્ટેમ્બર ઐતિહાસિક (September Trading on Stock Market) મહિનો રહ્યો. આ મહિનામાં બજારની તેજી રહી અને સેન્સેક્સ 60,000 (Sensex in September 60,000) પહોંચ્યો. ભારતીય શેર બજારમાં સપ્ટેમ્બર બૂલ રન (Bull run) હતો. દરમિયાન આ મહિનામાં કેટલાક શેર એવા તેજીમાં રહ્યા જેણે રોકાણકારોને ખૂબ કમાણી કરી આપી. ગુજરાતની સરકારી કેમિકલ કંપની જીએસીએલ (GACL Share Price) સહિતની આ પાંચ કંપનીઓએ સપ્ટેમ્બરમાં 100 ટકા (Top Gainers Stocks) સુધી વળતર આપ્યું છે. જાણો આ કંપનીના પ્રદર્શન વિશે.

    1. Zee Entertainment Enterprise Limited (ZEEL): આ કંપનીના શેરની ચર્ચાઓ ખૂબ છે. ગત મહિને દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલાએ તેમના પોર્ટફોલિયોમાં આ કંપનીના 50 લાખ શેર 200.40 રૂના ભાવે ખરીદ્યા હતા. કંપનીની સોની સાથે મર્જર ડીલની જાહેરાત બાદ આ શેરે અનેક રેકોર્ડ તોડ્યા. સપ્ટેમ્બર 2021માં આ શેર 171.65 રૂપિયાથી વધીને 303.20 રૂપિયે પહોંચ્યો હતો આમ પાછલા મહિને આ શેરે લગભગ 77 ટકા જેટલુ વળતર આપ્યું

    2. Gujarat Alkalies: જીએસીએલ કેમિકલ સ્ટોક છે જે ગુજરાત સરકારના નેજા હેઠળની કંપની છે. સપ્ટેમ્બરમાં આ કેમિકલ સ્ટોકમાં ઘણી તેજી જોવા મળી. સપ્ટેમ્બર 2021માં કંપનીના શેર 454.50 રૂપિયાથી વધીને 672.75 રૂપિયાના ભાવે પહોંચી ગયા હતા. 2021ની શરૂઆતથી અત્યારસુધીમાં આ કંપનીના શેરે 110 ટકા રિટર્ન આપ્યું છે. કોરોના કાળમાં આ શેરમાં વેચાવલી જોવા મળી હતી અને તેના કારણે ભાવ 210 રૂપિયા સુધી ગગડ્યો હતો પરંતુ ત્યારબાદ મજબૂતીથી ઉપર આવી રહ્યો છે.

    આ પણ વાંચો :  Multibagger Stock: રૂ. 11.90ના ભાવના આ શેરે આપ્યું મબલખ વળતર! 1 લાખના થઈ ગયા 80 લાખ

    3. Vodafone Idea: 31મી ઑગસ્ટ 2021ના રોજ આ કંપનીનો શેર 6.10 રૂપિયાના ભાવે બંધ થયો હતો પરંતુ 30મી સપ્ટેમ્બર 2021ના રોજ આ શેરનો ભાવ 11.90 રૂપિયાના ભાવે પહોંચ્યો છે.એનો અર્થ એ થયો કે કંપનીએ સપ્ટેમ્બરમાં 95 ટકા સુધી વળતર આપ્યું છે. કંપનીના પ્રમોટરોએ કંપનીમાં રોકાણકરવાની જાહેરાત કરી અને ત્યારબાદ AGRની ચુકવણી માટે ટેલિકોમ કંપનીઓને ચાર વર્ષનું વળતર આપવામાં આવ્યું તે પ્રમુખ કારણ છે.

    4. Surya Roshni: રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવેલી તેજીની અસર ઇલેક્ટ્રોનિક એપ્લાઇન્સના શેરમાં પણ જોવા મળી. આ કંપનીનો શેર સપ્ટેમ્બર મહિનામાં 529.20ના ભાવે રમતો હતો જે વધીને 820.10 રૂપિયાના ભાવે પહોંચી ગયો છે. પાછલા એક મહિનામાં કંપનીના ભાવમાં 55 ટકા સુધીની તેજી આવી છે. આ સ્ટૉક્સ આ વર્ષે મલ્ટીબેગર સ્ટૉક્સની યાદીમાં શામેલ છે. 6 મહિનામાં આ શેરે 130 ટકા જેટલું વળતર આપ્યું છે જ્યારે કે 2021ની શરૂઆતથી આ કંપનીએ શેરધારકોને 125 ટકા જેટલું વળતર આપ્યું છે તો પાછલા એક વર્ષમાં આ કંપનીએ 300 ટકાથી વધુ વળતર આપ્યું છે. ફેબ્રુઆીર 2018થી એપ્રિલ 2020 સુધી આ શેર દબાણમાં હતો પરંતુ ત્યારબાદ તેજી છે.

    5. Dish TV India: ડીશ ટીવી ઇન્ડિયોનો શેર 31મી ઑગસ્ટના રોજ 12.60 રૂપિયાના ભાવે બંધ થયો હતો. જોકે, સપ્ટેમ્બરમાં આ શેરમાં તેજી આવી અને 30મી સપ્ટેમ્બરના રોજ બંધ થયેલી બજારે શેરનો ભાવ 20.50 રૂપિયા પ્રતિ શેરના ભાવે પહોંચ્યો હતો. આ શેર પણ 2021ના મલ્ટીબેગર શેરમાનો એક છે. છેલ્લા છ મહિામાં આ શેરે 101 ટકા વળતર આપ્યું છે.
    Published by:Jay Mishra
    First published: