ટોપ 5 ફોકસ્ડ ઇક્વિટ ફંડ જેણે એક વર્ષમાં આપ્યું 80% સુધી વળતર, તમે પણ કરી લો એક નજર

ફોકસ્ડ ઇક્વિટ ફંડ

Top five Focused equity funds: Nippon India Focused Equity Fund આ યાદીમાં મોખરે છે. Valueresearch (વેલ્યૂ રિચર્સ)ના આંકડા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં આ ફંડે 79.9% વળતર આપ્યું છે.

  • Share this:
    મુંબઈ: ફોકસ્ડ ઇક્વિટી ફંડ્સ (Focused equity funds)ને સામાન્ય રીતે ફ્લેક્સીકેપ કેટેગરીમાં રાખવામાં આવે છે. નામ પરથી જ આ વાત જાણી શકાય છે. ફોકસ્ડ ફંડ રેગ્યુલર ડાઇવર્સિફાઇડ સ્કીમોની તુલનાએ ઓછા સ્ટૉક્સમાં રોકાણ કરે છે, જેના પગલે પોર્ટફોલિયો (Portfolio) નાના હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના ફંડ 25-30 શેરમાં રોકાણ કરે છે. એમાં પણ ઉપના અમુક શેર્સમાં રોકાણનો મોટો હિસ્સો હોય છે. છેલ્લા એક વર્ષમાં આ પ્રકારના ફંડમાં જોરદાર વળતર (Top five Focused equity funds) મળ્યું છે. આ પ્રકારના ફંડોએ અન્ય પ્રકારના ફંડો કરતા સારું પ્રદર્શન કર્યું છે.

    આ ફંડનો પોર્ટફોલિયો ખૂબ જ કોન્સન્ટ્રેટેડ હોય છે, આથી આ પ્રકારની સ્કીમ પોતાની અસેટનો 5-9 ટકા હિસ્સો કેશ (Cash)ના રૂપમાં રાખે છે. જેનાથી ઉતાર કે ચઢાણના સમયે પોતાનો બચાવ કરી શકાય અથવા રોકાણનો કોઈ મોકો મળે તો તેને ફાયદો ઉઠાવી શકાય. અહીં અમે તમને આવા જ પાંચ ફોક્સ્ડ ફંડ વિશે જણાવી રહ્યા છીએ જેમાં છેલ્લા એક વર્ષમાં મોટું વળત પ્રાપ્ત થયું છે.

    નિપ્પોન ઇન્ડિયા ફોક્સ્ડ ઇક્વિટી ફંડ: Nippon India Focused Equity Fund આ યાદીમાં મોખરે છે. Valueresearch (વેલ્યૂ રિચર્સ)ના આંકડા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં આ ફંડે 79.9% વળતર આપ્યું છે. આ સ્કીમની અસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 5.818 કરોડ રૂપિયા છે. ડાયરેક્ટ પ્લાન માટે તેનો એક્સપેન્સ રેશિયો 1.32 ટકા રહ્યો છે. આ ફંડનું સૌથી વધારે હોલ્ડિંગ ફાઇનાન્સિયલ છે. જે બાદમાં FMCG અને constructionમાં પણ તેનો હિસ્સો 10% છે.

    Franklin India Focused Equity Fund: આ ફંડ યાદીમાં બીજા નંબર પર છે. Valueresearch (વેલ્યૂ રિસર્ચ)ના આંકડા પ્રમાણે છેલ્લા 1 વર્ષમાં આ ફંડે 79.8% વળતર આપ્યું છે. આ સ્કીમની અસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 7,836 કરોડ રૂપિયા છે. ડાયરેક્ટ પ્લાન માટે તેનો એક્સપેન્સ રેશિયો 1.12 ટકા રહ્યો છે. આ ફંડનું સૌથી વધારે હોલ્ડિંગ ફાઇનાન્સિયલ છે. જે બાદમાં energy અને constructionમાં પણ તેનો સારો એવો હિસ્સો છે.

    આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડ શું છે? તેમાં કેવી રીતે રોકાણ કરી શકાય? રોકાણ માટે ડીમેટ જરૂરી છે? જાણો તમામ સવાલના જવાબ 

    HDFC Focused 30: આ ફંડ યાદીમાં ત્રીજા નંબર પર છે. Valueresearch (વેલ્યૂ રિસર્ચ)ના આંકડા પ્રમાણે છેલ્લા 1 વર્ષમાં આ ફંડે 78.5% વળતર આપ્યું છે. આ સ્કીમની અસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 838 કરોડ રૂપિયા છે. ડાયરેક્ટ પ્લાન માટે તેનો એક્સપેન્સ રેશિયો 1.7 ટકા રહ્યો છે.

    ICICI Prudential Focused Equity Fund: આ ફંડ યાદીમાં ચોથા નંબર પર છે. Valueresearch (વેલ્યૂ રિસર્ચ)ના આંકડા પ્રમાણે છેલ્લા 1 વર્ષમાં આ ફંડે 69.5% વળતર આપ્યું છે. આ સ્કીમની અસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 2,256 કરોડ રૂપિયા છે. ડાયરેક્ટ પ્લાન માટે તેનો એક્સપેન્સ રેશિયો 0.81 ટકા રહ્યો છે. આ ફંડનું સૌથી વધારે હૉલ્ડિંગ ટેક્નોલોજી સ્ટૉક્સમાં છે.

    આ પણ વાંચો: બેંક એફડી, પોસ્ટ ઓફિસ, ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફંડ કે પછી સોનું! શું તમે રોકાણ અંગે મૂંઝવણ અનુભવો છો? વાંચો આ લેખ 

    SBI Focused Equity Fund: આ ફંડ યાદીમાં ચોથા નંબર પર છે. Valueresearch (વેલ્યૂ રિસર્ચ)ના આંકડા પ્રમાણે છેલ્લા 1 વર્ષમાં આ ફંડે 67.7% વળતર આપ્યું છે. આ સ્કીમની અસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 20,372 કરોડ રૂપિયા છે. ડાયરેક્ટ પ્લાન માટે તેનો એક્સપેન્સ રેશિયો 0.72 ટકા રહ્યો છે. આ ફંડનું સૌથી વધારે હૉલ્ડિંગ FMCG અને healthcare sectors સેક્ટરમાં છે. આ ઉપરાંત ફાઇનાન્સિયલ શેરમાં પયમ તેનું સારું એવું હોલ્ડિંગ છે.

    (ખાસ નોંધ: અમે અહીં આ પાંચેય ફંડનું છેલ્લા એક વર્ષના વળતરનું વિવરણ રજૂ કર્યું છે. ન્યૂઝ18 ગુજરાતી આ ફંડોમાં રોકાણ માટે કોઈ સલાહ નથી આપવામાં આવતી. રોકાણ પહેલા નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ છે.)
    Published by:Vinod Zankhaliya
    First published: