પેટ્રોલના વધતા ભાવને (petrol price hike) કારણે હાલ લોકો ઈલેક્ટ્રિક કાર (Electric car in India) તરફ વળ્યા છે. ઈલેક્ટ્રિક કાર (Electric cars) માં સમયની સાથે વર્ષોથી ઘણા સુધારા થયા છે અને તે હવે માત્ર તે આકર્ષણ નથી રહ્યું પણ હકીકત છે. વર્તમાન ઈલેક્ટ્રિક કાર વન ટાઈમ ચાર્જિંગમાં આકર્ષક રેન્જ આપે છે સાથે જ ફાસ્ટ ચાર્જિંગના વિકલ્પો પણ ઓફર કરે છે. ઇલેક્ટ્રિક કાર ખરીદતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમાં બેટરીની ક્ષમતા, રેન્જ અને ચાર્જિંગ સમયનો સમાવેશ થાય છે. કાર ખરીદતી વખતે ધ્યાનમાં લેવાનું બીજું મહત્વનું પરિબળ તેની ટોપ સ્પીડ છે.
Kia EV6, નવી Tata Nexon EV, Mercedes-Benz EQS, Audi Q4 e-tron જેવી અનેક ઈલેક્ટ્રિક કાર લોન્ચ થવાની તૈયારીમાં છે.
આ છે વર્ષ 2022માં લોન્ચ થનારી કેટલીક ઈલેક્ટ્રિક કાર
Mahindra eKUV100
આ ઈલેક્ટ્રિક કાર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. તેની કિંમતની વાત કરવામાં આને તો Mahindra eKUV100ની માર્કેટ કિંમત અંદાજે રૂ. 8-9 લાખ રૂપિયા હોવાનું અનુમાન છે. આ સાથે જ કાર 30kWhની બેટરી કેપેસિટીમાં 140 કિમી રેન્જ આપશે. કારને 1 કલાકમાં કુલ ક્ષમતાના 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.
Tata Nexon EV
આ ઈલેક્ટ્રિક કાર આ વર્ષે લોન્ચ કરવામાં આવશે. તેની કિંમતની વાત કરવામાં આવે તો Tata Nexon EVની કિંમત અંદાજે રૂ. 15-18 લાખ રૂપિયા હોવાનું અનુમાન છે. આ સાથે જ કાર 40kWhની બેટરી કેપેસિટીમાં 350-400 કિમી રેન્જ આપશે. કારને 1 કલાકમાં કુલ ક્ષમતાના 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ કારની ટોપ સ્પીડ 120 કિમી પ્રતિકલાકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Hyundai Kona Electric
કારની કિંમતની વાત કરવામાં આવે તો Hyundai Kona Electricની કિંમત અંદાજે રૂ. 22-24 લાખ રૂપિયા છે. આ સાથે જ કાર 49.2 kWhની બેટરી કેપેસિટીમાં 430-480 કિમી રેન્જ આપશે. આ કારની ટોપ સ્પીડ 120 કિમી પ્રતિકલાકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Kia EV6
Kia EV6ની કિંમત અંદાજે રૂ. 40-44 લાખ રૂપિયા છે. આ સાથે જ કાર 58 kWhની બેટરી કેપેસિટીમાં 400-420 કિમી રેન્જ આપશે. આ કારની ટોપ સ્પીડ 150 કિમી પ્રતિકલાકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સાથે જ 18 મિનિટમાં કારની કુલ કેપેસિટીના 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.
Mercedes-Benz EQS
Mercedes-Benz EQSની કિંમત અંદાજે રૂ. 1.5-1.75 કરોડ રૂપિયા છે. આ સાથે જ કાર 107.8 kWhની બેટરી કેપેસિટીમાં 770 કિમી રેન્જ આપશે. આ કારની ટોપ સ્પીડ 210 કિમી પ્રતિકલાકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સાથે જ 35 મિનિટમાં કારની કુલ કેપેસિટીના 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.
Porsche Taycan
Porsche Taycanની કિંમત અંદાજે રૂ. 1.5-1.75 કરોડ રૂપિયા છે. આ સાથે જ કાર 71 kWhની બેટરી કેપેસિટીમાં 395-450 કિમી રેન્જ આપશે. આ કારની ટોપ સ્પીડ 230 કિમી પ્રતિકલાકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સાથે જ 40 મિનિટમાં કારની કુલ કેપેસિટીના 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.
Audi Q4 e-tron
Audi Q4 e-tronની કિંમત અંદાજે રૂ.1-1.25 કરોડ રૂપિયા છે. આ સાથે જ કાર 95 kWhની બેટરી કેપેસિટીમાં 360-480 કિમી રેન્જ આપશે. આ કારની ટોપ સ્પીડ 180 કિમી પ્રતિકલાકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સાથે જ 35 મિનિટમાં કારની કુલ કેપેસિટીના 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.
BMW Ix
BMW Ixની કિંમત અંદાજે રૂ.1-1.25 કરોડ રૂપિયા છે. આ સાથે જ કાર 76.6 kWhની બેટરી કેપેસિટીમાં 420-460 કિમી રેન્જ આપશે. આ કારની ટોપ સ્પીડ 130 કિમી પ્રતિકલાકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સાથે જ 1.5 કલાકમાં કારની કુલ કેપેસિટીના 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.
Volvo XC40 Rechargeની કિંમત અંદાજે રૂ. 40-44 લાખ રૂપિયા છે. આ સાથે જ કાર 78 kWhની બેટરી કેપેસિટીમાં 400-420 કિમી રેન્જ આપશે. આ કારની ટોપ સ્પીડ 180 કિમી પ્રતિકલાકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સાથે જ 40 મિનિટમાં કારની કુલ કેપેસિટીના 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.
અહીં જણાવેલ તમામ કારની કિંમતો અપેક્ષિત છે, કારની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવે ત્યારે તેમાં થોડો ફેરફાર થઈ શકે છે. વધુમાં, જણાવવામાં સુવિધાઓમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે.
પેટ્રોલની વધતી કિંમતો અને ઇલેક્ટ્રિક કારની શ્રેણીમાં થયેલા સુધારાએ શહેરો માટે આ વાહનોનો એક સારો વિકલ્પ બન્યો છે. જો તમે આ વર્ષે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે ટૂંક સમયમાં લોન્ચ થનારી ઇલેક્ટ્રિક કારમાંથી એક પર વિચાર કરી શકો છો.
Ather 450X, Ola S1 અને S1 Pro, Revolt RV400 અને અન્ય ઈલેક્ટ્રિક કાર ઉપરાંત ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈક પણ દેશમાં લોકપ્રિય બન્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર