Home /News /business /Mutual fundમાં રોકાણ કરવાના ફાયદા, શા માટે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ રોકાણ?

Mutual fundમાં રોકાણ કરવાના ફાયદા, શા માટે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ રોકાણ?

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

Investment in Mutual Funds: ક્યારેય બધું જ રોકાણ કોઈ એક ક્ષેત્રમાં ન કરવું જોઈએ તેવી સલાહ વર્ષોથી આપવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે આ સલાહનું પાલન થતું હોય છે.

  મુંબઈ: દેશમાં રોકાણ અને બચત અંગે સાક્ષરતા વધવાના કારણે મ્યુચ્યુઅલ ફંડ (Mutual funds)માં રોકાણકારોની સંખ્યા વધી રહી છે. આ સાથે જ છેલ્લા વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં મળેલા સારા વળતરના કારણે અનેક યુવા રોકાણકારો તેના પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે. ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Investment in Mutual funds) કરવાનું વિચારી રહ્યા છે. પણ તેમને શા માટે રોકાણ કરવું જોઈએ? મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના ફાયદા શું? (What is benefits of investing in mutual fund) જેવા પ્રશ્નો સતાવતા હોય છે. તેઓ રોકાણ કરવા તો ઈચ્છે છે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડના ફાયદાથી અવગત હોતા નથી, પરિણામે અચકાય છે. જેથી અહીં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું કેમ સારો વિકલ્પ છે અને તેના ફાયદા અંગે જાણકારી આપવામાં આવી છે.

  અલગ અલગ જગ્યાએ રોકાણ

  ક્યારેય બધું જ રોકાણ કોઈ એક ક્ષેત્રમાં ન કરવું જોઈએ તેવી સલાહ વર્ષોથી આપવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે આ સલાહનું પાલન થતું હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર ઇક્વિટી, સ્ટોક, ડેબ ફંડ જેવી અલગ અલગ સિક્યુરિટીમાં રોકાણ કરે છે. તર્ક મુજબ આ બધા વિકલ્પો એક સાથે યોગ્ય વળતર ન આપી શકે, પણ નેગેટિવ રિટર્ન પણ થવા દે નહીં. જેથી મોટાભાગે રોકાણ સુરક્ષિત રહે છે.

  નિષ્ણાતો દ્વારા થાય છે મેનેજમેન્ટ

  મ્યુચ્યુઅલ ફંડમાં તમે કરેલા રોકાણનું મેનેજમેન્ટ ક્ષેત્રના પ્રોફેશનલ નિષ્ણાંત દ્વારા કરવામાં આવે છે. એસેટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા ખાસ ફંડ મેનેજર ફાળવવામાં આવે છે. ફંડનું રોકાણ ક્યાં અને કેવી રીતે કરવું તે નક્કી કરવા રિસર્ચ ટિમ પણ કામે લાગેલી હોય છે. જેના કારણે તમારો સમય બચે છે અને માર્કેટમાં આવતા કડાકાથી ગભરાવાની જરૂર રહેતી નથી.

  તરલતા

  જેમાં રોકાણ થઈ રહ્યું છે તે ક્ષેત્ર તરલ (LIQUIDITY) હોવું પણ જરૂરી છે. સોનું, ચલણ, સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના વિકલ્પ તરલ ગણાય છે. પૈસાની જરૂર હોય ત્યારે જમીન કે મિલકત વેચીને ઝડપથી પૈસા ઉભા કરી શકાય નહીં પણ મ્યુચ્યુઅલ ફંડમાંથી તરત પૈસા કાઢી શકાય છે. આમ મ્યુચ્યુઅલ ફંડ ખૂબ જ તરલ સંપત્તિ (highly liquid asset) ગણવામાં આવે છે.

  આ પણ વાંચો:  Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? તેમાં રોકાણ કરતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે?

  નાનું રોકાણ પણ થઈ શકે

  મ્યુચ્યુઅલ ફંડનો ફાયદો (mutual fund benefit) એ પણ છે કે તમે તેમાં નાનું રોકાણ પણ કરી શકો છો. કોઈ પણ વ્યક્તિ રૂ. 500ના લઘુતમ રકમ રોકી શકે છે. SIPમાં સતત રોકાણના કારણે મોટી રકમ ઉભી થઈ શકે છે. પરિણામે એક સાથે પૈસા રોકવાની જરૂર પડતી નથી.

  પારદર્શકતા

  મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને પોર્ટફોલિયોની ચડ ઉતર જાહેર કરવામાં આવે છે. જેના કારણે રોકાણકારોને તેમને પૈસાનું શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આવે છે. આવું થવાથી રોકાણકારો તેમનો પોર્ટફોલિયો ટ્રેક કરી શકે છે.

  આ પણ વાંચો: Investment: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની આદર્શ રકમ કેટલી? આટલી બાબતોનું રાખો ધ્યાન

  ખર્ચનું પ્રમાણ

  મ્યુચ્યુઅલ ફંડ્સ ખર્ચને ધ્યાનમાં રાખીને રોકાણના શ્રેષ્ઠ વિકલ્પોમાંનો એક છે. જો તમે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ લો તો સામાન્ય રીતે તમારે દર વર્ષે કુલ રોકાણના 2% થી 3% ચાર્જ ચૂકવવો પડશે. તેઓ તમારા નફામાંથી હિસ્સો પણ લઈ શકે છે. અલબત્ત મ્યુચ્યુઅલ ફંડ પ્રમાણમાં સસ્તા છે અને 1 ટકાથી 2 ટકા એક્સપેન્સ રેશિયો કાપે છે.

  લાંબા ગાળે સંપત્તિનું નિર્માણ

  મ્યુચ્યુઅલ ફંડ્સ લાંબા ગાળાની સંપત્તિ બનાવવાનો ઉત્તમ રસ્તો છે. મ્યુચ્યુઅલને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા એસેટ ક્લાસમાં ગણવામાં આવે છે. અન્ય વિકલ્પો કરતાં ટેક્સ પણ ઓછો લાગે છે. આ સાથે તેમાં જોખમ પણ ઓછું હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં કમ્પાઉન્ડિંગનો લાભ પણ મળે છે.

  આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડ vs શેર: બંને વચ્ચે શું સામ્યતા અને તફાવત છે? જાણો તમામ સવાલના જવાબ

  રોકાણ કરવું એકદમ સરળ

  મ્યુચ્યુઅલ ફંડસમાં સરળતાથી રોકાણ થઈ છે. તમે વિશ્વમાં ગમે ત્યાંથી મ્યુચ્યુઅલ ફંડ ખરીદી શકો છો. એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC) ફંડ ઓફર કરી બ્રોકરેજ કંપનીઓ, રજિસ્ટ્રાર, ઓનલાઇન મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ, એજન્ટો અને બેંકો જેવી અલગ અલગ ચેનલો મારફતે વિતરણ કરે છે.

  કર બચતનો વિકલ્પ

  મ્યુચ્યુઅલ ફંડ કર બચત માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ELSS મ્યુચ્યુઅલ ફંડમાં આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ વર્ષે 1.5 લાખ રૂપિયાની કરમુક્તિ છે. અન્ય તમામ મ્યુચ્યુઅલ ફંડ્સ પર રોકાણના પ્રકાર અને રોકાણના કાર્યકાળના આધારે કર લાગે છે.

  આ પણ વાંચો: Investment tips: Mutual Fundsમાં રોકાણ કરવા માંગો છો? તો અહીં આપી છે તમારા માટે યોગ્ય કેટેગરી

  સૌથી ઓછો લોક-ઇન સમયગાળો

  FD, યુલીપી અને પીપીએફ જેવા અન્ય કર બચત વિકલ્પોમાં 5 વર્ષનો લોક ઇન પિરિયડ હોય છે. જ્યારે ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ્સમાં માત્ર 3 વર્ષનો લોક-ઇન સમયગાળો હોય છે. જે અન્ય વિકલ્પો કરતા વધુ અનુકૂળ છે. તમને લોક-ઇન સમયગાળો પૂરો થયા પછી પણ રોકાણ કરવાનો વિકલ્પ મળે છે.

  તમારા નાણાકીય ગોલ મુજબ રોકાણ

  મ્યુચ્યુઅલ ફંડમાં તમે નિર્ધારિત કરેલા નાણાંકીય લક્ષ્યો સુધી પહોંચવા વિકલ્પ મળે છે. નાનામાં નાનાથી લઈ મોટું મૂડીરોકાણ થઈ શકે છે. રોકાણ કરતા પહેલા પોતાની આવક, જાવક, જોખમ લેવાની ક્ષમતા અને ઇન્વેસ્ટમેન્ટ ગોલ ધ્યાનમાં રાખવાના હોય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Mutual funds, Personal finance, Share market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन