LIC Jeevan Labh Policy: પોલિસી હેઠળ લઘુત્તમ બેઝિક સમ એશ્યોર્ડ રકમ 2,00,000 છે. જ્યારે મહત્તમ બેઝિક સમ એશ્યોર્ડની કોઈ મર્યાદા નથી. પોલિસી લેવા લઘુત્તમ ઉંમર 8 વર્ષ અને 16 વર્ષની ટર્મ માટે મહત્તમ ઉંમર 59 વર્ષ છે.
નવી દિલ્હી: દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસી (LIC) લોકોની જરૂરિયાત અનુસાર વીમા પ્રોડક્ટ (Insurance product) લોન્ચ કરે છે. જેથી કંપનીની ઘણી વીમા પોલિસી (LIC Policy) લોકોમાં ખૂબ લોકપ્રિય છે. જેમાં એલઆઈસી જીવન લાભ પોલિસી (LIC Jeevan Labh)નો પણ સમાવેશ થાય છે. આ એક એન્ડોવમેન્ટ પોલિસી છે. આ પોલિસીમાં રોકાણ કરવા પર પોલિસીધારકોને વીમા કવરની સાથે બચતનો લાભ પણ મળે છે. જીવન વીમા નિગમની જીવન લાભ પ્લાનમાં પાકતી મુદત પહેલાં કોઈ પણ સમયે પોલિસીધારકના મૃત્યુના કિસ્સામાં પરિવારને નાણાંકીય સહાય અને હયાત પોલિસીધારક માટે પાકતી મુદતના સમયે લંપસંપ રકમ પૂરી પાડે છે. આ પોલિસી હેઠળ લોન પણ મળી શકે છે.
પોલિસીધારકના મૃત્યુના કિસ્સામાં લાભ મળવાપાત્ર છે. જો કે તમામ પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય તો પોલિસી ડોક્યુમેન્ટમાં 'સમ એશ્યોર્ડ ઓન ડેથ'ને વાર્ષિક પ્રીમિયમ અથવા એબ્સોલ્યુટની રકમના 7 ગણાથી વધુ એટલે કે બેઝિક સમ એશ્યોર્ડ તરીકે ગણવામાં આવે છે. આ ડેથ બેનિફિટ મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવવામાં આવેલા તમામ પ્રીમિયમના 105% કરતા ઓછો હોવો જોઈએ નહીં.
લઘુત્તમ બેઝિક સમ એશ્યોર્ડ રકમ 2,00,000
પોલિસી હેઠળ લઘુત્તમ બેઝિક સમ એશ્યોર્ડ રકમ 2,00,000 છે. જ્યારે મહત્તમ બેઝિક સમ એશ્યોર્ડની કોઈ મર્યાદા નથી. પોલિસી લેવા લઘુત્તમ ઉંમર 8 વર્ષ અને 16 વર્ષની ટર્મ માટે મહત્તમ ઉંમર 59 વર્ષ છે. આવી રીતે 21 વર્ષની ટર્મ માટે 54 વર્ષ અને 25 વર્ષની પોલિસી ટર્મ માટે 50 વર્ષ રખાયા છે. સ્કીમની મહત્તમ મેચ્યોરિટીની ઉંમર 75 વર્ષ છે.
પાંચ વૈકલ્પિક રાઇડર્સની પણ સુવિધા
પોલિસીમાં વધારાના પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવે તો આ પોલિસી હેઠળ પાંચ વૈકલ્પિક રાઇડર્સ પણ મળે છે. જોકે પોલિસીધારકને એલઆઇસીના એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી બેનિફિટ રાઇડર અથવા એલઆઇસીના એક્સિડન્ટ બેનિફિટ રાઇડરમાંથી કોઇ એકની પસંદગી કરવાની રહે છે.
25 વર્ષ પ્રીમિયમ ભરવાની મુદતનો વિકલ્પ પસંદ કરવા 25 વર્ષની ઉંમરની વ્યક્તિ માટે વીમાની સમ એશ્યોર્ડ રકમ રૂ. 20 લાખ હશે, જે બેઝીક સમ એશ્યોર્ડ રકમ તરીકે હશે અને અને તેને રૂ. 86,954 અથવા દરરોજ આશરે રૂ. 238નું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. પોલિસીનું એકંદર મેચ્યોરિટી વેલ્યુ 50 વર્ષની ઉંમરે અથવા સ્કીમની પરિપક્વતા પર પહોંચ્યા પછી 54.50 લાખ રૂપિયા હશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર