Home /News /business /Education Loan: આ 10 બેંક આપી રહી છે સૌથી ઓછા દરે એજ્યુકેશન લોન, જાણો યાદી

Education Loan: આ 10 બેંક આપી રહી છે સૌથી ઓછા દરે એજ્યુકેશન લોન, જાણો યાદી

પ્રતીકાત્મક તસવીર

નવા અને હાલના બંને ધીરાણકર્તાઓએ આગામી મહિનાઓમાં વધુ ઊંચા વ્યાજના ખર્ચ માટે પોતાને તૈયાર રાખવા પડશે. બેક બજાર ડોટ કોમના ડેટા અનુસાર, કેટલાક ધીરાણકર્તાઓ મુખ્યત્વે જાહેર ક્ષેત્રની બેંકો હજુ પણ સાત વર્ષની ચૂકવણીની અવધિ સાથે 20 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન પર 8 ટકાથી ઓછા વ્યાજ દર વસૂલે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ઉજ્જવળ ભવિષ્ય (Future) માટે શિક્ષણ સૌથી મહત્વની બાબત છે. પરંતુ વધતી મોંઘવારીમાં ઘણી વખત લોકો આ ખર્ચને પહોંચી શકતા નથી અને તેથી જ લોકોને વિવિધ બેંકો એજ્યુકેશન લોન (Education Loan) ઓફર કરે છે. ફ્લોટિંગ-રેટ રિટેલ લોન (floating-rate retail loan)માં હોવાને કારણે 1 ઓક્ટોબર, 2019 પછી મંજૂર કરવામાં આવેલી એજ્યુકેશન લોનને બાહ્ય બેંચમાર્ક (external benchmark) સાથે જોડવામાં આવી છે. મોટાભાગની બેંકોના કિસ્સામાં આ રેપો રેટ (Repo Rate) છે, જેનો અર્થ એ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ મે મહિનાથી દરો વધારવાનું શરૂ કર્યું ત્યારથી એજ્યુકેશન લોન મોંઘી થઈ ગઈ છે. એકંદરે સેન્ટ્રલ બેંકે અત્યાર સુધીમાં મુખ્ય નીતિગત દરમાં 140 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે.

નવા અને હાલના બંને ધીરાણકર્તાઓએ આગામી મહિનાઓમાં વધુ ઊંચા વ્યાજના ખર્ચ માટે પોતાને તૈયાર રાખવા પડશે. જોકે, BankBazaar.com ડેટા અનુસાર, કેટલાક ધીરાણકર્તાઓ મુખ્યત્વે જાહેર ક્ષેત્રની બેંકો હજુ પણ સાત વર્ષની ચૂકવણીની અવધિ સાથે 20 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન પર 8 ટકાથી ઓછા વ્યાજ દર (Banks that offer the lowest interest rates) વસૂલે છે. જે પૈકી અમુક બેંક નીચે મુજબ છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા


બેંકબજારના આંકડા મુજબ 6.95 ટકા પર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો વ્યાજ દર હાલમાં સૌથી ઓછો છે. સાત વર્ષની મુદત સાથે રૂ. 20 લાખની લોન માટે સમાન માસિક હપ્તાની રકમ રૂ. 30,136 થશે.

પંજાબ નેશનલ બેંક


7.45 ટકાના વ્યાજ દર સાથે સરકારી બેન્કિંગ સંસ્થા પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સૌથી સસ્તા ધીરાણકર્તાઓની યાદીમાં બીજા ક્રમે છે. ઈએમઆઈ 30,627 રૂપિયા સુધી થશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા


7.5 ટકાના દરે એસબીઆઇ આ પ્રકારની એજ્યુકેશન લોન પર નજીવો ઊંચો વ્યાજદર વસૂલે છે. ઈએમઆઈ રૂપિયા 30,677 થશે. અન્ય બે સરકારી માલિકીની બેંકો - યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને આઇડીબીઆઈ બેંક પણ તેમના વિદ્યાર્થી ગ્રાહકો પાસેથી સમાન વ્યાજ દર વસૂલે છે.

ઇન્ડિયન બેંક


ઇન્ડિયન બેંક સાત વર્ષના સમયગાળા સાથે 20 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન પર 7.9 ટકાનો વ્યાજ દર વસૂલે છે. લોન લેનારને 31,073 રૂપિયા ઈએમઆઈ ચૂકવવા પડશે.

આ પણ વાંચો:  શું તમે ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? આ બેંક આપે છે 7 ટકાથી ઓછા દરે લોન

બેંક ઓફ બરોડા


ઇન્ડિયન બેંક સાત વર્ષના સમયગાળા સાથે 20 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન પર 7.9 ટકાનો વ્યાજ દર વસૂલે છે. લોન લેનારને 31,073 રૂપિયા ઈએમઆઈ ચૂકવવા પડશે.

બેંક ઑફ ઇન્ડિયા


આ સરકારી બેંક 8.25 ટકાના દરે વ્યાજ લે છે. આ કિસ્સામાં, ઇએમઆઈ 31,422 રૂપિયા થશે.

કેનરા બેંક


સાત વર્ષના ચૂકવણીના સમયગાળા સાથે 20 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન પર કેનેરા બેંકનું વ્યાજ 8.3 ટકા છે. ઈએમઆઈ રૂપિયા 31,472 હશે.

આ પણ વાંચો:  20 વર્ષની મુદ્દત માટે 50 લાખની હોમ લોનમાં હપ્તો કેટલો આવે?

બેંક ઓફ મહારાષ્ટ્ર


બેન્ક ઓફ મહારાષ્ટ્રની એજ્યુકેશન લોનની કિંમત 8.35 ટકા છે. ઈએમઆઈ 31,522 રૂપિયા સુધી ચાલશે.

પંજાબ એન્ડ સિંધ બેંક


અન્ય એક જાહેર ક્ષેત્રની બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક 8.4 ટકાના વ્યાજ દરની ઓફર કરે છે, જેની ઇએમઆઈ 31,572 રૂપિયા છે.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક


8.65 ટકા પર આ બેંકમાંથી લોન લેનારને 31,824 રૂપિયા ઈએમઆઈ ચૂકવવા પડશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Loan, આરબીઆઇ, શિક્ષણ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन