Home /News /business /

Personal Loan: પર્સનલ લોન લેતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આ વાતો, નહીં તો થઇ શકે છે સમસ્યા

Personal Loan: પર્સનલ લોન લેતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આ વાતો, નહીં તો થઇ શકે છે સમસ્યા

પર્સનલ લોન

Top benefits of personal loans: પર્સનલ લોનનો સૌથી મોટો ફાયદો તે છે કે તેને તમે ગમે તે જરૂરિયાત માટે વાપરી શકો છો. જ્યારે હોમ લોન (Home Loan), એજ્યુકેશન લોન (Education Loan) અને અન્ય લોન તમારે તે નિશ્ચિત વસ્તુ માટે જ ખર્ચ કરવાની રહે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: આજે બેંકો દ્વારા આપવામાં આવતી લોન (Bank Loan) સુવિધાના કારણે કોઇપણ વ્યક્તિ માટે તેની દરેક જરૂરિયાત પૂરી કરવી ખૂબ સરળ બની છે. ઘર, ગાડી કે પછી કોઇ અન્ય વસ્તુની ખરીદી હોય આજે દરેક માટે બેંકો અને ફાઇનાન્સિંગ હાઉસ લોકોને લોનની સુવિધા પૂરી પાડે છે. ઘણા લોકો પાયાના જરૂરિયાત માટે પર્સનલ લોન (Personal Loan) લે છે. જેમાં કોલેટેરલ કે સિક્યોરિટી (Security) આપવાની કોઇ આવશ્યકતા રહેતી નથી. પરંતુ સેલેરી સ્લિપ અને ક્રેડિટ સ્કોર (Credit Score)ના આધારે જ બેંક કે અન્ય ફાઇનાન્સિયલ ફર્મ તમને પર્સનલ લોન (Personal Loan) આપી દે છે.

આ લોનનો સૌથી મોટો ફાયદો તે છે કે તેને તમે ગમે તે જરૂરિયાત માટે વાપરી શકો છો. જ્યારે હોમ લોન (Home Loan), એજ્યુકેશન લોન (Education Loan) અને અન્ય લોન તમારે તે નિશ્ચિત વસ્તુ માટે જ ખર્ચ કરવાની રહે છે. જોકે, પર્સનલ લોન લેતી સમયે અમુક વાતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે.

જરૂરીયાત પૂરતી જ લોન લો

પર્સનલ લોન માટે કોઈ સિક્યોરિટીની જરૂર ન હોવાથી ઘણા લોકો પોતાની ચૂકવણીની મર્યાદા કરતા વધુ લોન લઇ બેસે છે. આ લોનમાં વ્યાજદર ખૂબ વધુ હોય છે. તેથી ઇએમઆઇનો બોજ વધવાથી ખર્ચ પણ વધે છે. તેથી જેટલી તમારે જરૂર હોય અને તમે ચૂકવી શકો તેટલી જ પર્સનલ લોન લેવી જોઇએ.

આ પણ વાંચો:  શું તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો? અહીં જાણો દેશની 25 અગ્રણી બેંકની ઑફર

લોનની સમયસર ચૂકવણી

પર્સનલ લોન પર વ્યાજ દર વધુ હોય છે. આ ઉપરાંત પર્સનલ લોનમાં ઇએમઆઇ સમયસર ન ચૂકવવા પર બેંક દ્વારા મોટો દંડ પણ લગાવવામાં આવી શકે છે. જો તમે સમયસર ચૂકવણી નહીં કરો તો તમારો ક્રેડિયટ સ્કોર પણ ખરાબ થશે અને ભવિષ્યમાં તમને લોન મેળવવામાં મુશ્કેલી થઇ શકે છે.

ઓછા વ્યાજદરની પસંદગી

જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તેને અનેક જગ્યાએ સરખામણી કર્યા બાદ જ પસંદ કરવી જોઇએ. કારણ કે બેંક અને ફાઇનાન્સ ફર્મ દીઠ તેમના વ્યાજદરમાં પણ તફાવત હોઇ શકે છે. ક્યાંક તમને 9 ટકા વ્યાજદર સાથે લોન મળે છે, તો ક્યાંક તમને તે જ લોન 24 ટકા વ્યાજદર સાથે મળી શકે છે. તેથી એકથી વધુ જગ્યાએ વ્યાજદરની તપાસ જરૂર કરવી જોઇએ.

આ પણ વાંચો: એજ્યુકેશન લોન માટે કયા દસ્તાવેજો જરૂરી છે? વિસ્તારથી જાણો

અન્ય શરતો

21થી 65 વર્ષના લોકો પર્સનલ લોન લઇ શકે છે. જેના માટે લઘુત્તમ માસિક આવક 15,000 રૂપિયાથી 30,000 રૂપિયા સુધી હોવી જરૂરી છે. લોન લેનાર વ્યક્તિનો કામનો અનુભવ હાલની નોકરીમાં એક વર્ષ કે બે વર્ષનો હોવો જરૂરી છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો હશે, તો સસ્તી અને સરળતાથી લોન મળી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bank, Loan, Personal finance, આરબીઆઇ

આગામી સમાચાર