માત્ર 5 દિવસમાં દેશની 7 મોટી કંપનીઓને થયો 87,966 કરોડનો ફાયદો

News18 Gujarati
Updated: August 11, 2019, 3:31 PM IST
માત્ર 5 દિવસમાં દેશની 7 મોટી કંપનીઓને થયો 87,966 કરોડનો ફાયદો
શેરબજાર

ગત સપ્તાહ સેન્સેક્સની ટોપ 10 માંથી 7 કંપનીઓનું માર્કેટ કેપ સંયુક્ત રૂપે 87,966 કરોડ રૂપિયા વધ્યું છે.

  • Share this:
7 કંપનીને ગત એક સપ્તાહમાં મોટો ફાયદો થયો છે. જેમાં હિંદુસ્તાન યુનિલીવર લિમિટેડ અને એચડીએફસી બેંકને અન્ય કંપનીઓ કરતા સૌથી વધુ ફાયદો થયો. ગત સપ્તાહમાં ટાટા કંસલ્ટન્સી સર્વિસસ, એચડીએફસી, ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેંક અને આઇસીઆઇસીઆઇ બેંકનું માર્કેટ કેપ વધ્યું છે. જ્યારે રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ, આઇટીસી અને એસબીઆઇને આ મામલે નુક્શાન વેઠવું પડ્યું. ગત સપ્તાહમાં 463.69 અંક એટલે કે 1.24 ટકાની તેજી નોંધવામાં આવી.

હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડનું માર્કેટ કેપ 22,145.92 કરોડ રૂપિયાથી વધીને 3,98,290.92 કરોડ રૂપિયા પહોંચ્યું છે. તો HDFC બેંકનો એમકેપ 18,264.93 કરોડની વૃદ્ધિ સાથે 6,23,892.92 કરોડ સુધી પહોંચ્યો છે. તો ICICI બેંકનું બજાર મૂલ્યાંકન 6,237.72 કરોડ રૂપિયાથી વધીને 2,71,360.08 કરોડ રૂપિયા થઇ ગયો છે. કોટક મહિન્દ્રા બેંકનું એમકેપ પણ 4,993.29 કરોડ રૂપિયાથી વધીને 2,92,866.47 કરોડ રૂપિયા થઇ ગયું છે.

જો કે બીજી તરફ ભારતીય સ્ટેટ બેંકનું માર્કેટ કેપિટલાઈઝેશન 15,261,1 કરોડથી ઘટીને 2,60,0185.56 કરોડ રૂપિયા થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું પણ મેકકેપ 14,072.8 કરોડથી ઘટીને 7,36,602.08 કરોડ રૂપિયા થઇ ગયું છે. આઇટીસીનું બજાર પૂંજીકરણ 12,606.9 કરોડ રૂપિયા ઘટીને 3,12,146.38 થઇ ગયું છે. વધુમાં આઇટીસીનું એમકેપ 12,606.9 થી ઘટીને 3,12,146.38 કરોડ રૂપિયા થઇ ગયું છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોપની 10 કંપનીઓમાં ટીસીએસ ટોપ પર ચાલી રહી છે. જે પછી RIL, HDFC બેંક, HUL, HDFC, ઇન્ફોસિસ, ITC, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક અને SBI નો નંબર આવે છે.
First published: August 11, 2019, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading