Sharekhanની પસંદગીના 5 સ્મૉલકેપ શેર, જેમાં થઈ શકે છે 31% સુધીની કમાણી, તમે પણ કરી લો એક નજર

શેરખાનની પસંદગીના શેર

Sharekhan Smallcap picks: અહીં અમે તમને શેર ખાનના પસંદગીના સ્મૉકેપ શેરની એક યાદી આપી રહ્યા છે. આ શેર્સમાં બ્રોકરેજ હાઉસ 31 ટકા તેજીની આશા રાખી રહ્યું છે. તો આ શેર પર એક નજર કરીએ.

  • Share this:
    મુંબઈ: સારા વૈશ્વિક સંકેત (Global indidcation) વચ્ચે 15 નવેમ્બરના રોજ બજાર (Indian share market)માં એક મર્યાદામાં વેપાર થતો જોવા મળ્યો હતો. દિવસના અંતે શેર માર્કેટ ફ્લેટ (Sensex close) બંધ થયું હતું. બ્રૉડર માર્કટમાં મિક્સ કારોબાર જોવા મળ્યો હતો. સોમવારે દિવસના અંતે બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ (BSE Midcap index) 0.4 ટકા વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે સ્મૉલકેપ ઇન્ડેક્સ (Smallcap index) 0.2 ટકા ઘટાડા સાથે બંધ થયો હતો. અહીં અમે તમને શેરખાનના પસંદગીના સ્મૉકેપ શેર (Sharekhan Smallcap picks)ની એક યાદી આપી રહ્યા છે. આ શેર્સમાં બ્રોકરેજ હાઉસ 31 ટકા તેજીની આશા રાખી રહ્યું છે. તો આ શેર પર એક નજર કરીએ.

    શેરખાનની પસંદગીના 5 સ્મૉલકેપ શેર:

    HealthCare Global Enterprises | શેરખાન તરફથી આ શેર માટે BUY રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ પેઢીને આશા છે કે મધ્યમથી લાંબા ગાળે આ શેરમાં 24%ની તેજી જોવા મળી શકે છે. હાલ આ શેર 258 રૂપિયા આસપાસ ટ્રેડ કરતો નજરે પડી રહ્યો છે.

    Thermax | આ શેર માટે પણ શેરખાને ખરીદીની ભલામણ કરી છે. આ માટે 1,869 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હાલ આ શેર 1,633 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. શેરખાનનું માનવું છે કે કંપનીની બેલેન્સસીટ ખૂબ જ મજબૂત છે. કંપની પાસે હાલ ખૂબ ઓર્ડર છે. મોટી સંખ્યામાં નવા ઓર્ડર પણ મળી રહ્યા છે. ભવિષ્યમાં આ શેરમાં 14% સુધી વળતર મળી શકે છે.

    Affle India | આ શેર માટે BUY રેટિંગ આપતા 1,400 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હાલ આ શેર 1,199 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. શેરખાનનું માનવું છે કે 1 વર્ષમાં આ શેર 16% રિટર્ન આપી શકે છે.

    આ પણ વાંચો: આવતીકાલે (17-નવે.) ખુલશે વધુ એક IPO: જાણો ગો ફેશનના IPOમાં ઓછામાં ઓછું કેટલું રોકાણ કરવું પડશે

    Greenlam Industries | ગ્રીનલામ ઇન્ડસ્ટ્રીઝ શેર માટે શેરખાને ખરીદીની સલાહ આપી છે. આ શેર માટે શેરખાન તરફથી 1818 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હાલ આ શેર 1,410 રૂપિયા આસપાસ નજરે પડી રહ્યો છે. શેરખાનનું માનવું છે કે 1 વર્ષની અવધિ દરમિયાન આ શેરમાં 29%નો વધારો શક્ય છે. કંપનીની ક્ષમતા વિસ્તારનો ફાયદો મળતો જોવા મળશે.

    KEC International | શેરખાને આ શેરની ખરીદીની સલાહ આપી છે. આ શેર માટે શેરખાન તરફથી 565 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરાયો છે. હાલ આ શેર 462 રૂપિયા આસપાસ છે. શેરખાનનું કહેવું છે કે 12 મહિનામાં આ શેરમાં 22% તેજી જોવા મળી શકે છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે કંપનીની ઓર્ડર બૂક ખૂબ મજબૂત છે, જેનો ફાયદો ભવિષ્યમાં કંપનીની મળશે.

    આ પણ વાંચો: સેફાયર ફૂડ્સના શેરની આજે ફાળવણી: શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો, જાણો ગ્રે માર્કેટમાં શેરની કિંમત

    Greenpanel Industries | ગ્રીનપેનલ ઇન્ડ્રસ્ટ્રીઝના શેર માટે શેરખાને બાય રેટિંગ આપ્યું છે. શેર માટે 510 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. હાલ આ શેર 389 રૂપિયાની આસપાસ નજરે પડી રહ્યો છે. શેરખાનનું માનવું છે કે આગામી 1 વર્ષમાં આ શેરમાં 31% તેજી જોવા મળી શકે છે. ભવિષ્યમાં કંપનીની પોતાની ક્ષમતાના વિસ્તારનો ફાયદો મળશે.
    Published by:Vinod Zankhaliya
    First published: