ભારતની ટૉપ 5 સુરક્ષિત કાર જેની કિંમત 10 લાખથી પણ ઓછી

News18 Gujarati
Updated: February 4, 2020, 11:24 AM IST
ભારતની ટૉપ 5 સુરક્ષિત કાર જેની કિંમત 10 લાખથી પણ ઓછી
મહિન્દ્રાની આ કારે સુરક્ષા મામલે મેળવ્યું 5-સ્ટાર રેટિંગ, ટાટાની આ 4 કાર પણ બાજી મારી ગઈ

મહિન્દ્રાની આ કારે સુરક્ષા મામલે મેળવ્યું 5-સ્ટાર રેટિંગ, ટાટાની આ 4 કાર પણ બાજી મારી ગઈ

  • Share this:
મુંબઈ : કાર ખરીદતી વખતે કેટલીક વાતો ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે. ખાસ તો તેની કિંમત અને સુરક્ષાને લઈ. લોકો હાલમાં સુરક્ષાને લઈ ઘણા સજાગ થઈ ગયા છે તેથી ભારતની કાર નિર્માતા કંપનીઓ પણ તેની પર ઘણું ધ્યાન આપી રહી છે અને પ્રયાસ કરી રહી છે કે ગ્લોબલ સેફ્ટી નોર્મ્સને પૂરા કરી શકે. પરંતુ જો તમે ઓછી કિંમતમાં સુરક્ષિત કાર ઈચ્છો છો તો અમે આપને જણાવીએ છીએ 10 લાખથી ઓછી કિંમતમાં કઈ-કઈ કાર છે જે આપના માટે ઉત્તમ છે.

1. Mahindra XUV300

આ યાદીમાં પહેલી કાર છે મહિન્દ્ર એક્સયૂવી 300. આ આ પ્રાઇઝ બ્રેકેટમાં ઘણી નવી કાર છે. મહિન્દ્ર એક્સયૂવી કૉમ્પેક્ટ એસયૂવીને સેફ્ટી મામલે એનસીએપી (NCAP) દ્વારા 5-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. સાથોસાથ જણાવી દઈએ કે મહિન્દ્ર એક્સયૂવી-300 પહેલી એવું ઈન્ડિયન વ્હિકલ છે જેને ચાઇલ્ડ સેફ્ટી મામલે 4-સ્ટાર રેટિંગ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે સાઇડ ઇમ્પેક્ટ પર્ફોમન્સ કોઈ પણ 5-સ્ટાર રેટિંજ્ઞગવાળી કાર માટે ઘણી મહત્વની બાબત છે.2. Tata Altroz

ટાટા આલ્ટ્રોજને ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે અને ચાઇલ્ડ સેફ્ટી મામલે તેને એનસીએપી દ્વારા 3-સ્ટાર રેટિંગ મળ્યું છે. આલ્ટ્રોઝ આગળની તરફ બે એરબેગ આપે છે. તેના સ્ટ્રક્ચર અને ફુટવેલ એરિયાને પણ સ્ટેબલ રેટ કરવામાં આવ્યો છે. બીજી તરફ મોટા લોકો માટે હેન્ડ એન્ડ નેક પ્રોટેક્શન પણ તેમાં સારું છે. તેમાં ચેસ્ટ પ્રોટેક્શન પણ ઘણું સારું છે.

3. Tata Nexon

ટાટા આલ્ટ્રાઝ એકમાત્ર એવી કાર નથી વે ભારતમાં સૌથી સુરક્ષિત કાર છે. ટાટા મોટર્સમાં નેક્સૉનને સુરક્ષા મામલે 5-સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કારે અંદર બેઠેલા લોકોને હેડ અને નેક પર સારી સુરક્ષા આપે છે. પેડલના ડિસ્પ્લેસમેન્ટના કારણે અહીં પગ માટે થોડું ઓછું સુરક્ષિત હોઈ શકે છે.


4. Tata Tiago/Tigor

ટાટા મોટર્સની ચારેય કાર એવી છે જેમાં સેફ્ટી મામલે સારી રેટિંગ મળ્યા છે અને તેની કિંમત પણ 10 લાખ રૂપિયાથી ઓછી છે. ટાટા નેક્સૉન અને આલ્ટ્રોઝ બાદ ટાટા ટિયાગો અને ટિગોર સેફ્ટી મામલે ઘણી સારી છે. ચાઇલ્ડ સેફ્ટી મામલે આ બંને કારોને 3-સ્ટાર રેટિંગ મળ્યા છે. ટિગોર અને ટિયાગો બંનેમાં ટૂ ફ્રન્ટ બેગ આપવામાં આવી છે. સાથોસાથ એડલ્ટ લોકો માટે હેડ અને નેક પ્રોટેક્શન પણ ઘણું સારું છે.


5. Volkswagen Polo

આ યાદીમાં ફાઇનલ કાર ફૉક્સવેગન પોલો છે. તેમાં ફૉકસવેગન પોલોને ક્રેશ ટેસ્ટમાં 4-સ્ટાર મળ્યા છે. જોકે, ફૉક્સવેગનને સમગ્ર દુનિયામાં વેચવામાં આવે છે પરંતુ જે કારને 4-સ્ટાર મળ્યા છે, તે ઈન્ડિયા સ્પેસિફિક કાર છે.


ફૉક્સવેગન પોલોમાં જે સ્ટ્રક્ચર છે તે ઘણું સ્ટેબલ છે અને તેથી એરબેગ્સની સાથે ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જરની સાથે તેનું પ્રોટેક્શન ઘણું સારું છે. ગ્લોબસ એનસીએપી ટેસ્ટ બાદ ફૉક્સવેગને નિર્ણય કર્યો છે કે તે પોતાની નૉન-એરબેગ વર્જનને ભારતમાં નહીં વેચે. તો તમે આ પાંચ કારમાંથી કોઈ પણ એક ખરીદી શકો છો. તેની કિંમત 10 લાખથી ઓછી છે. તેમાં ત્રણ કાર એવી છે જેનું રેટિંગ 4 સુધી છે.

આ પણ વાંચો, Budget 2020: બજેટના દિવસે નિર્મલા સીતારમણે પીળી રંગને સાડી કેમ પહેરી?
Published by: Mrunal Bhojak
First published: February 4, 2020, 11:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading