Home /News /business /ટોપ 5 ઓટોમેટિક કાર જેને 10 લાખ રૂપિયા સુધીમાં ખરીદી શકો છો, જાણો પ્રાઇઝ અને ફીચર્સ

ટોપ 5 ઓટોમેટિક કાર જેને 10 લાખ રૂપિયા સુધીમાં ખરીદી શકો છો, જાણો પ્રાઇઝ અને ફીચર્સ

મારૂતિ, હ્યુન્ડાઈ અને ફોક્સવેગનની આ ઓટોમેટિક કારોની છે ખૂબ જ ડિમાન્ડ, જાણો તેના મોડલો વિશે બધું જ

મારૂતિ, હ્યુન્ડાઈ અને ફોક્સવેગનની આ ઓટોમેટિક કારોની છે ખૂબ જ ડિમાન્ડ, જાણો તેના મોડલો વિશે બધું જ

    નવી દિલ્હી. ઓટોમોબાઈલ (Automobile)માં સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ. કોઈપણ વાહન ખરીદતા પહેલા કેટલાક તબક્કા પર પણ વિચાર કરવો પડે છે, જેમાં ઓટોમેટિક ગિઅરબોક્સ (Automatic Gearbox) એક મહત્વનું કારણ છે. મેન્યુઅલ કાઉન્ટર પાર્ટસ (Manual Counter Parts) કરતા ઓટોમેટિક કાર (Automatic Cars)માં એક લાખ જેટલો વધુ ખર્ચ થાય છે. જો તમે રૂ.10 લાખ સુધીની ઓટોમેટિક કાર લેવાનું વિચારી રહ્યા છો તો, તે માટે અહીંયા કેટલાક ટોપ ઓપ્શન્સ (Best Automatic Cars) આપવામાં આવ્યા છે.

    મારુતિ સુઝુકી બલેનો- મારુતિ સુઝુકી બલેનો (Maruti Suzuki Banelo)નું ઓટોમેટિક વેરિએન્ટ K12M મોટરને CVT ગિઅરબોક્સ સાથે જોડવામાં આવી છે. જેનાથી તમને ડ્રાઈવ કરવામાં સરળતા રહે છે. આ કાર તમને એક પ્રીમિયમ અનુભવ આપે છે તથા ખૂબ જ સુંદર ડિઝાઈન ધરાવે છે અને નવા ફિચર ધરાવે છે. જે આ કારને એક પ્રીમિયમ કેટેગરી પ્રદાન કરે છે. આ કારને ખરીદવા અંગે તમે વિચારણા કરી શકો છો.

    આ પણ વાંચો, LICની આ પોલિસીમાં મળશે 17.5 લાખ રૂપિયા, FDથી વધુ મળશે વ્યાજ, જાણો આ ખાસ પ્લાન વિશે

    હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios- હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios (Hyundai Grand i10 Nios) સુંદર અને લક્ઝરી ડિઝાઈન ધરાવે છે તથા અનેક સુવિધા પણ પ્રદાન કરે છે. આ કાર ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન ધરાવે છે. જે CVT સુવિધા ધરાવતી નથી. પરંતુ આ કાર ઓવરઓલ યોગ્ય કામ કરે છે અને સુવિધા પ્રદાન કરે છે. આ કારમાં પેટ્રોલ અને ડિઝલ એન્જિનની બંને સુવિધા ઉપલબ્ધ છે.

    ન્યુ હ્યુન્ડાઈ i20- ન્યુ હ્યુન્ડાઈ i20 (New Hyundai i20) નવી સ્ટાઈલ, ડિઝાઈન અને ફીચરનું અદભુત કોમ્બિનેશન છે. આ કાર તમને સ્મુધ ડ્રાઈવિંગ પ્રદાન કરે છે. ખરીદકર્તાઓને ઓટોમેટેડ મેન્યુઅલ ઓપ્શન, ડ્યુઅલ ક્લચ ઓટો વર્ઝન અને CVT સહિતના અલગ અલગ વેરિએન્ટ પ્રદાન કરે છે. ડ્યુઅલ ક્લચ ગિઅરબોક્સ વધુ કિંમત ધરાવે છે, જે રૂ. 10 લાખના બજેટ કરતા વધુ કિંમત છે.

    આ પણ વાંચો, Gold Price Today: સોના-ચાંદીની કિંમતોમાં આવી તેજી, ફટાફટ ચેક કરી લો કેટલો વધ્યો ભાવ

    ફોક્સવેગન પોલો- ફોક્સવેગન પોલો (Volkswagen Polo) માર્કેટમાં ઘણા સમયથી ઉપલબ્ધ છે, પરંતુ તે હજુ પણ પોતાનું ઉચ્ચ સ્થાન ધરાવે છે. આ કાર 1.0 લિટરના TSI એન્જિન સાથે ટોર્ક કન્વર્ટર ગિઅરબોક્સ પ્રદાન કરે છે. સાથે જ આ કાર નવા ફિચર ધરાવે છે.

    મારુતિ સુઝુકી સ્વિફ્ટ- નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટ (Maruti Suzuki Swift) 1.2 લિટર ડ્યુઅલજેટ એન્જિન ધરાવે છે, આ કાર પહેલા 83 hp, 1.2 લિટર K એન્જિન ધરાવતી હતી. આ કારમાં ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT) ઓપ્શન ધરાવે છે તથા તમને કમ્ફર્ટ પ્રદાન કરે છે.
    First published:

    Tags: Auto news, Cars, Hyundai, Maruti suzuki, ગાડી, ભારત