4 લાખ રૂપિયાથી સસ્તી 4 કાર, સાથે મળી રહી છે અનેક આકર્ષક ઓફર્સ

દશેરા અને દિવાળી પર કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ 4 કારના ફીચર્સ, કિંમત અને ઓફર્સ ખાસ જાણી લો

દશેરા અને દિવાળી પર કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ 4 કારના ફીચર્સ, કિંમત અને ઓફર્સ ખાસ જાણી લો

 • Share this:
  નવી દિલ્હીઃ દશેરા અને દિવાળી પર કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને આપનું બજેટ માત્ર 4 લાખ રૂપિયા સુધીનું છે. તો આપને અમે એવી શ્રેષ્ઠ હેચબેક કારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આપના માટે બેસ્ટ ઓપ્શન સાબિત થશે. સૌથી ખાસ વાત એ છે કે આ તમામ કારોની પ્રાઇઝ 4 લાખ રૂપિયાથી ઓછી છે. મારૂતિ સુઝુકી સપ્ટેમ્બરમાં ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ વેચાનારી હેચબેક કાર Alto ઉપર પણ છૂટ આપી રહી હતી. ખૂબ જ સસ્તી હોવા ઉપરાંત ફ્યૂઅલ એફિશિઅન્ટ પણ છે. ઓલ્ટો 800 પર 18 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

  (1) Maruti Suzuki Alto- મારૂતિ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની છે. તેની કારો પર તમામ ભારતીયો સહજતાથી ભરોસો મૂકે છે કારણ કે મારૂતિએ હંમેશાથી જ ભારતની સામાન્ય જનતાના હિસાબથી પોતાની કારોનું નિર્માણ કર્યું છે. આવી જ મારૂતિની કાર છે ઓલ્ટો જે દેશમાં સૌથી વધુ વેચાતી કારો પૈકી એક છે. એન્જિન અને પાવરની વાત કરીએ તો તેમાં 796ccનું 3 સિલિન્ડર એન્જિન લાગેલું છે.

  જે 6000 Rpm પર 47.3 Hpના મેક્સિમમ પાવર અને 3500 Rpm પર 69 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ કાર 5-સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશનથી સજ્જ છે. જો માઇલેજની વાત કરીએ તો મારૂતિ સુઝુકી ઓલ્ટો 1 લીટર પેટ્રોલમાં પૂરા 22.05 kmplની માઇલેજ આપવામાં સક્ષમ છે. બીજી તરફ CNG મૉડલની વાત કરીએ તો તેની માઇલેજ 31.59 Km/kg છે. Altoને 2,94,800 રૂપિયા (એક્સ શોરૂમ) કિંમતમાં ખરીદી શકાય છે.

  આ પણ વાંચો, Gold Rate: બે દિવસ બાદ સોનાના ભાવમાં ઉછાળો, એક્સપર્ટ્સે કહ્યું- આ સપ્તાહ વધુ તેજીની શક્યતા

  (2) Maruti S-Presso – એન્જિન અને પાવરની વાત કરીએ તો મારૂતિની કારો ભારતીય રસ્તાઓ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરતી આવી છે. મારૂતિ તેમ છતાંય પ્રયાસ કરે છે કે પોતાની તમામ કારોમાં શ્રેષ્ઠ એન્જિન આપે. આ વાતને આગળ વધારતાં મારૂતિએ S-Pressoમાં 998ccનું 3 સિલિન્ડર K10B પેટ્રોલ એન્જિન આપ્યું છે.

  આ એન્જિન 5500 આરપીએમ પર 67 બીએચપીનો મેક્સિમમ પાવર અને 3500 આરપીએમ પર 90 ન્યૂટન મીટરનો પીક ટાર્ક જનરેટ કરે છે. આ કારમાં 5 સ્પીડ મેન્યૂઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનું ઓપ્શન મળે છે. જો માઇલેજની વાત કરીએ તો મારૂતિ એસ-પ્રેસો 1 લીટર પેટ્રોલમાં 21.4 કિલોમીટરની માઇલેજ આપે છે. આ કારની કિંમત 3.7 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ છે.)

  આ પણ વાંચો, 25 પૈસાનો આ સિક્કો આપને બનાવશે અમીર, ઘરે બેઠા થઈ જશો માલામાલ!

  (3) BS6 Datsun Go - Datsun Goના એન્જિન અને પાવરની વાત કરીએ તો તેમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 75.94 Hpના મેક્સમિમ પાવર અને 104 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર 5-સ્પીડ મેન્યૂઅલ અને સીવીટી ટ્રાન્સમિશનના ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. નોંધનીય છે કે BS6 Datsun Go 19.02 kmpl અને CVTમાં 19.59 kmpl આપવામાં સક્ષમ છે. BS6 Datsun Goને તમે 3.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)માં ખરીદી શકો છો.

  આ પણ વાંચો, Bullet Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને બનાવશે આ ભારતીય કંપની, જાણો બધું જ

  (4) Renault Kwid BS6 - Renault Kwid BS6માં 1.0 લીટરનું સિલેન્ડર, પેટ્રોલ એન્જિન લગાવવામાં આવ્યું છે. જે 68 hpના મેક્સિમમ પાવર અને 91 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર 21-22 કિ.મી. પ્રતિ લીટરની માઇલેજ આપી શકે છે. Renault Kwid BS6ની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 2.92 લાખ રૂપિયા છે.
  Published by:Mrunal Bhojak
  First published: