Home /News /business /માર્કેટ એક્સપર્ટે આપ્યા આજના Top20 શેર્સ, દમદાર કમાણીના પૂરા ચાન્સ

માર્કેટ એક્સપર્ટે આપ્યા આજના Top20 શેર્સ, દમદાર કમાણીના પૂરા ચાન્સ

શેરબજારમાં આ 20 શેર તિજોરી છલકાવશે.

Top 20 Stocks: શેરબજારમાં એક્સપર્ટ દ્વારા આજે સૂચવેલા આ 20 સ્ટોક્સમાં તમે તગડી કમાણી કરી શકો છો. તો જુઓ એ ક્યા ક્યા શેર છે જેમાં આ ચાન્સ છે.

સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાની આશંકા વચ્ચે ક્રૂડ ઓઈલમાં દબાણ નજર આવી રહ્યું છે. ક્રૂડ ઓઇલની કિંમતો 2 ટકાથી વધુ નીચે પડીને 85 ડોલર આસપાસ પહોંચી ગઈ છે. તો સોનાની ચમક પણ ફીકી પડી ગઈ છે. આ કારણ છે કે આજે તેલ માર્કેટિંગ કંપનીઓ સાથે ગોલ્ડ લોન કારોબાર સાથે જોડાયેલા સ્ટોક્સ ફોકસમાં રહેશે. તો BPCLએ કાલે Q3 માટે ખૂબ સારા પરિણામ રજૂ કર્યા છે. કંપનીને 304 કરોડ રુપિયાના નુકસાનની સામે 1960 કરોડ રુપિયાનો નફો થયો છે. તેના માર્જિનમાં પણ ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત સીએનબીસી અવાઝના સીધા સોદા શોમાં ટ્રેડિંગ માટે આજે 20 દમદરા સ્ટોક વિશે સૂચન આપવામાં આવ્યું છે. આવો જાણીએ એક્સપર્ટે આજે પોતાની ટીમમાં ક્યા સ્ટોક્સને સામેલ કર્યા છે.

આ પણ વાંચોઃ 15 મહિનામાં 1 લાખના 11 લાખ બન્યા, હવે ડિવિડન્ડ સાથે સ્પ્લિટ થતાં 1 શેરના પાંચ શેર બનશે

આશીષ વર્માની ટીમ


1. KANSAI NEROLAC (Green)
કંપની Shoden ડેવલોપર્સ ને ઠાણેની જમીન વેચશે. કંપની 96,180 sq mtr જમીન 660 કરોડ રુપિયામાં વેચશે.

2. KEC INTERNATIONAL (Green)
કંપનીને 1131 કરોડ રુપિયાનો ઓર્ડર મળ્યો.

3. NIPPON LIFE AMC (Green)
Q3 માં નફો 18% વધીને 205 કરોડ રુપિયા થયો, આવક 369 કરોડ રુપિયાથી વધીને 416 કરોડ રુપિયા થઈ.

4. MRPL (Green)
Q3 માં નુકસાન 1,789 કરોડ રુપિયાથી ઘટીને 188 કરોડ રુપિયા, આવક 8% વધીને 26,557 કરોડ રુપિયા થઈ

5. SH KELKAR (Green)
કેવા યૂરોપે PFW અરોમા ઈન્ગ્રીડિયન્ટ્સને €53.83 લાખ માં ખરીદી.કેવા યુરોપ કંપની ની સબ્સિડરી છે.

આ પણ વાંચોઃ મહિલા ઉદ્યોગપતિઓને આ બજેટમાં એક મહિલા નાણામંત્રી પાસેથી શું અપેક્ષા છે?

6. ASTEC LIFESCIENCES (Red)
Q3માં આવક 32% ઘટીને 117 કરોડ રુપિયા, નફો 97% ઘટીને 0.8 કરોડ રુપિયા રહ્યો. Q3 માં EBITDA 72% ઘટીને 12 કરોડ રુપિયા રહ્યો, માર્જિન 25% થી ઘટીને 10% રહ્યું

7. REC (Red)
Q3 માં આવક 10,037 કરોડ રુપિયા થી ઘટીને 9,782 કરોડ રુપિયા રહી. Q3 માં કંપનીને 3.25 રુપિયા પ્રતિ શેર વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું.

8. PFC (Red)
REC ના નબળા પરિણામનું કારણ હતું શેરમાં દબાણની આશંકા.

9. TECH MAHINDRA (Red)
ત્રિમાસિક આધાર પર Q3 માં નફો 1,285 કરોડ રુપિયાથી વધીને 1,297 કરોડ રુપિયા રહ્યો, આવક 13,129 કરોડ રુપિયાથી વધીને 13,735 કરોડ રુપિયા રહી.

10. OIL INDIA (Red)
વ્યાજ દરોમાં વધારાની આશંકા વચ્ચે કાચા તેલ પર દબાણ નજર આવી રહ્યું છે. બ્રેન્ટનો ભાવ 2% થી વધારે તૂટીને $85 પર આવી ગોય છે.

આ પણ વાંચોઃ ખેતરના શેઢે સરગવો વાવીને બેઠાં બેઠાં 2 લાખની આવક કરી શકો આ ખેડૂતની જેમ

નીરજ વાજપેયીની ટીમ


1- BPCL (Green)
કંપની Q3 માં નુકસાનથી નફામાં આવી. Q3માં 304 કરોડ રુપિયા નુકસાનની સરખામણીએ 1,960 કરોડ રુપિયાનો નફો થયો. Q3 માં આવક 1.15 લાખ કરોડ રુપિયાથી વધીને 1.19 લાખ કરોડ રુપિયા રહી. Q3 માં EBITDA વધીને 4,234 કરોડ રુપિયા રહ્યો, માર્જિન 1.3% થી વધીને 3.6% થયું.

2- INOX LEISURE (Red)
Q3 માં નુકસાન 1.3 કરોડ રુપિયા થી વધીને 40.4 કરોડ રુપિયા રહ્યો. Q3 માં EBITDA માર્જિન 44.4% થી ઘટીને 33% રહ્યું.

3- COAL INDIA (Red)
કોલસાના ભાવ ઈન્ટરનેશનલ માર્કેટમાં 1 દિવસમાં 26% તૂટ્યા. ઈન્ટરનેશનલ માર્કેટમાં કોલસો $266/ટન નીચે સરક્યો છે. માગમાં ઘટાડાથી કોલસાની કિંમતોમાં દબાણ છે.

4- DHAMPUR SUGAR (Green)
Q3માં એથેનોલથી આવક 59% વધીને 159 કરોડ રુપિયા રહી. Q3 માં ઈથેનોલ EBIT 20% વધીને 36 કરોડ રુપિયા રહ્યો છે. Q3 માં Potable Spirits થી આવક 43% વધીને 109 કરોડ રુપિયા રહી છે.

5-TRIVENI ENGG (Green)
ખાંડનો ભાવ ઈન્ટરનેશનલ માર્કેટમાં 1 સપ્તાહમાં 8% ચઢ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ખાંડ ભાવ $21.50 સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Union Budget 2023: જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે નિર્મલા સીતારમણની લાઈવ બજેટ સ્પીચ

6-DWARIKESH SUGAR (Green)
ખાંડનો ભાવ ઈન્ટરનેશનલ માર્કેટમાં 1 સપ્તાહમાં 8% ચઢ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ખાંડ ભાવ $21.50 સુધી પહોંચ્યો છે.

7-LAURUS LAB (Red)
Jefferies એ સ્ટોક પર હોલ્ડ રેટિંગ સાથે ટાર્ગેટ ઘટાડીને 325 રુપિયા કર્યું છે. જ્યારે સિટીએ સેલ રેટિંગનો ટાર્ગેટ 350 રુપિયા નક્કી કર્યો છે.

8-FUSION MICR (GREEN)
CLSA એ Fusion Mirco ખરીદીની રેટિંગ આપતાં ટાર્ગેટ 550 રુપિયા નક્કી કર્યો છે.

9-GAIL (Red)
શેર પર Jefferiesની સલાહ હોલ્ડ કરવાની છે. લક્ષ્ય 90 રુપિયા નક્કી કર્યું છે.

10-IOC (Green)
આજે કંપની પોતાના Q3 ના પરિણામ રજૂ કરશે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: BSE Sensex, Business news, Earn money, Share market, Stock market

विज्ञापन