Home /News /business /આ 20 શેરમાં દાવ લગાવીને રોકાણકારો અને ટ્રેડર્સ બંને આજે કરી શકે દમદાર કમાણી
આ 20 શેરમાં દાવ લગાવીને રોકાણકારો અને ટ્રેડર્સ બંને આજે કરી શકે દમદાર કમાણી
શેરબજારમાં આજે અને આગામી દિવસોમાં આ 20 શેર તગડી કમાણી કરાવશે.
Top 20 Stock For Today's trad: શેરબજારમાં દરેક લોકો એવા શેર્સ શોધતા હોય છે જેમાં તગડી કમાણી થઈ શકે. તેવામાં અમારા સહયોગી CNBCના સીધા સોદા પ્રોગ્રામમાં માર્કેટ નિષ્ણાતોએ આજના ટોપ 20 સ્ટોક્સનું લિસ્ટ આપ્યું છે જેમાં દમદાર કમાણીની શક્યતા છે.
મુંબઈઃ વૈશ્વિક બજારોમાંથી મળતા પોઝિટિવ સંકેતો અને SGX Niftyમાં અડધો ટકાના ઉછાળા સાથે આજે ભારતીય બજાર માટે પણ પોઝિટિવ સંકેતો છે. અમેરિકન બજારોમાં સોમવારે પણ ભારે તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 250 અંક ઉછળ્યો હતો. જોકે આજે યુએસ ફ્યુચરમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. પોઝિટિવ ગ્લોબલ સંકેતો વચ્ચે ભારતીય બજારમાં કેટલાક ઈન્ડેક્સ અને શેર્સમાં તેજીની પૂરી શક્યતા છે. તેવામાં સીએનબીસી આવાઝ પર સીધા સોદા શોમાં દરરોજની જેમ ટ્રેડર્સ અને રોકાણકારો માટે માર્કેટ નિષ્ણાતોએ 20 દમદાર સ્ટોક્સ અલગ તારવ્યા છે. આવો જાણીએ તે શેર્સ ક્યા ક્યા છે.
વાર્ષિક આધારે Q3 માં આવક 49% વધીને 29 કરોડ રુપિયા, નફો 48% વધીને 8 કરોડ રુપિયા થયો
2. JINDAL DRILLING (GREEN) વાર્ષિક આધારે Q3 માં આવકમાં 19% નો વધારો, આવક 116 કરોડ રુપિયાથી વધીને 138 કરોડ રુપિયા થઈ. Q3 માં EBITDA 55% વધીને 45 કરોડ રુપિયા, માર્જિન 25% થી વધીને 32.5% થઈ.
3. DILIP BUILDCON (GREEN)Skyway Infra સાથે 1,947 કરોડ રુપિયાની બોલી જીતી. મધ્ય પ્રદેશ જળ નીગમ તરફથી ઓર્ડર મળ્યો છે. જ્યારે કંપનીને મધ્ય પ્રદેશમાં સ્કાઈવે ઈન્ફ્રા મારફત 1,947 કરોડ રુપિયાની બોલી જીતી છે.
4. ZENSAR TECH (GREEN)ત્રિમાસિક આધાર પર Q3 માં નફો 56.8 કરોડ રુપિયા થી વધીને 76.5 કરોડ રુપિયા છે। Q3 માં EBIT 56 કરોડ રુપિયા થી વધીને 85 કરોડ રુપિયા રહ્યો છે.
5. POONAWALA FINCORP (GREEN)Q3 માં નફો 89% વધીને 182 કરોડ રુપિયા, NII 42% વધીને 464 કરોડ રુપિયા રહી છે.
2-KEI IND (GREEN)Q3 માં આવક 14% વધીને 1784 કરોડ રુપિયા, નફો 27% વધીને 129 કરોડ રુપિયા રહ્યો છે.
3-SHOPPERS STOP (GREEN)Q3 માં આવક માં 19% નો ઉછાળા સાથે આવક 958 કરોડ રુપિયાથી વધીને 1137 કરોડ રુપિયા રહી છે.
4-TRIVENI TURBINE (GREEN)વાર્ષિક આધારે Q3 માં આવક 45% વધીને 326 કરોડ રુપિયા, નફો 47% વધીને 53 કરોડ રુપિયા રહ્યો છે.
5-SAGAR CEMENT (RED) વાર્ષિક આધારે Q3 માં 11 કરોડ રુપિયા નફોની જગ્યાએ 22 કરોડ રુપિયાનું નુકસાન થયું છે. Q3 માં EBITDA માર્જિન 14% થી ઘટીને 8.3% થઈ ગયું છે.
6-SUPREME PETRO (RED) વાર્ષિક આધારે Q3 માં નફો 46% ઘટ્યો, નફો 165 કરોડ રુપિયાથી ઘટીને 90 કરોડ રુપિયા રહ્યો છે.
7-RAJRATAN GLOBAL WIRE (RED)કંપનીની ત્રીજા ત્રિમાસિક ગાળામાં નબળા પરિણામો રહ્યા છે.
8-ZOMATO (Red)કંપનીએ 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ ડિલીવરીની સર્વિસ બંધ કરી દીધી છે. વર્ષની શરુઆતથી ગ્રોથને લઈને કંપની સતત પ્રયાસ કરી રહી છે.
9-COLGATE (GREEN)Q3 ના પરિણામો પહેલા આ શેરમાં તેજી આવી શકે છે.
10-SBI CARD (RED) શેરમાં દબાણ કારોબાર થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર