Home /News /business /

Mutual fund: મહામારી બાદ આ ટોપ 10 યૂલિપ મિડ કેપ ફંડ્સે આપ્યું 208 ટકા Return, જાણો યાદી

Mutual fund: મહામારી બાદ આ ટોપ 10 યૂલિપ મિડ કેપ ફંડ્સે આપ્યું 208 ટકા Return, જાણો યાદી

મ્યુચ્યુઅલ ફંડ (પ્રતીકાત્મક તસવીર)

Mutual Funds: હાલ લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા ઓફર કરવામાં આવેલા 20 મિડ કેપ ફંડે સમયગાળામાં રૂફ-ટોપ રિટર્ન (Roof-Top Return by Mid-Cap Funds) આપ્યું છે. જોકે, તે ધ્યાનમાં રાખવાની બાબત છે કે મોટાભાગના એમએફ મિડ કેપ ઇન્ડેક્સિસે (MF Mid-Cap Indexes) છેલ્લા 2 વર્ષ દરમિયાન તેમના બેંચમાર્ક ઇન્ડેક્સ કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: મ્યુચ્યુઅલ ફંડ્સ (mutual Funds)ની જેમ યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન્સ (ULIPs) દ્વારા ઓફર કરવામાં આવતા મિડ-કેપ ફંડ્સ (Mid-Cap Funds)માં પણ કોવિડ રોગચાળાના બ્રેકઆઉટ પછી છેલ્લા વર્ષો દરમિયાન મજબૂત તેજી જોવા મળી છે. મોટાભાગના યૂલિપ મિડકેપ ફંડ્સે આ સમયગાળા દરમિયાન ટ્રિપલ ડિજિટનું વળતર (Triple Digit Return) આપ્યું છે અને તેમના પોલિસીધારકો (Policy Holders)ને માલામાલ કરી દીધા છે.

હાલ લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા ઓફર કરવામાં આવેલા 20 મિડ કેપ ફંડે સમયગાળામાં રૂફ-ટોપ રિટર્ન (Roof-Top Return by Mid-Cap Funds) આપ્યું છે. જોકે, તે ધ્યાનમાં રાખવાની બાબત છે કે મોટાભાગના એમએફ મિડ કેપ ઇન્ડેક્સિસે (MF Mid-Cap Indexes) છેલ્લા 2 વર્ષ દરમિયાન તેમના બેંચમાર્ક ઇન્ડેક્સ કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. બીજી તરફ ઘણા યૂલિપ મિડ કેપ ફંડ્સ એવા પણ આવ્યા છે કે જેમણે તેમના બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતા ઓછું પ્રદર્શન કર્યું છે. આ અંડરપર્ફોર્મન્સ માટે બાય એન્ડ હોલ્ડ સ્ટ્રેટેજી (Buy & Hold Strategy)ને જવાબદાર માનવામાં આવી રહી છે.

આ ઉપરાંત તમામ યૂલિપ મિડ કેપ ફંડોએ કોરોના મહામારીને પહોંચી વળવા માટે ડિફેન્સીવ સ્ટ્રેટેજી અપનાવી હતી. અહીં અમે માર્ચ 2020ના નીચલા સ્તરથી અત્યારસુધી 208 ટકાનું રિટર્ન આપનાર 10 યૂલિપ મિડ કેપ ફંડની યાદી આપી રહ્યા છીએ.

પીએનબી મેટલાઇફ મિડ કેપ ફંડ (PNB MetLife midcap fund)


માર્ચ 2022માં તેની પાસે 22 કરોડ રૂપિયાનું ભંડોળ હતું. આ સ્કીમ માર્ચ 2018માં શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 25 મહિનાના પ્રદર્શનના આધારે તે ફંડ ચાર્ટમાં ટોપર છે. આ ફંડના ટોપ 3 પસંદગીના સેક્ટરમાં ફાઇનાન્શિયલ એન્ડ ઇન્શ્યોરન્સ (16 ટકા), સોફ્ટવેર (6.7 ટકા) અને કેમિકલ (5.9 ટકા)નો સમાવેશ થાય છે.

ફ્યુચર જનરલી લાઇફ-ફ્યુચર મિડ કેપ ફંડ (Future Generali Life-Future Midcap Fund)


માર્ચ 2022 સુધી આ સ્કીમનું ફંડ 31 કરોડ રૂપિયા હતું. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ (32 ટકા), મેટલ (9.3 ટકા), કેમિકલ (7.3 ટકા) આ ફંડના પસંદગીના સેક્ટર છે.

કેનેરા એચએસબીસી ઓબીસી લાઇફ-યુએલ ઇમર્જિંગ લીડર્સ ઇક્યુ ફંડ (Canara HSBC OBC Life-UL Emerging Leaders Eq Fund)


માર્ચ 2022 સુધી આ ફંડનું ભંડોળ 301 કરોડ રૂપિયા હતું. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ (11.8 ટકા), સોફ્ટવેર (9.7 ટકા), કેમિકલ (9.2 ટકા) આ ફંડના પસંદગીના ક્ષેત્રો છે.

રિલાયન્સ લાઇફ- મિડકેપ ફંડ 2 (Reliance Life- Midcap Fund 2)


માર્ચ 2022 સુધી આ ફંડનું ભંડોળ 45 કરોડ રૂપિયા હતું. બેન્કિંગ અને વીમા (19.8 ટકા), ઇન્ફ્રાસ્ટ્રક્ચર (9.3 ટકા), સોફ્ટવેર (6.7 ટકા) આ ફંડના પસંદગીના ક્ષેત્રો છે.

મેક્સ લાઇફ (Max Life)


માર્ચ 2022 સુધી આ ફંડનું ભંડોળ 1608 કરોડ રૂપિયા હતું. નાણાકીય અને વીમા (16 ટકા), કેમિકલ (11 ટકા), સોફ્ટવેર (12 ટકા) આ ફંડના પસંદગીના ક્ષેત્રો છે.

આ પણ વાંચો: ટીસીએસના શેર ખરીદવા, હોલ્ડ કરવા કે સેલ કરવા?

આદિત્ય બિરલા સન લાઇફ (Aditya Birla Sun Life)


માર્ચ 2022 સુધી આ ફંડનું ભંડોળ 2,549 કરોડ રૂપિયા હતું. ફાર્મા (10.4 ટકા), ઓટો (9.5 ટકા), ફાઇનાન્શિયલ સર્વિસિસ (8.9 ટકા) આ ફંડના પસંદગીના સેક્ટર છે.

એઇજીઓન લાઇફ (AEGON Life)


માર્ચ 2022 સુધી આ ફંડનું ભંડોળ 183 કરોડ રૂપિયા હતું. ઈન્ફ્રાસ્ટ્રક્ચર (9 ટકા), કેમિકલ (9 ટકા), નાણાકીય સેવાઓ (13 ટકા) આ ફંડના પસંદગીના ક્ષેત્રો છે.

એડલવિઝ ટોકિયો લાઇફ (Edelwiess Tokio Life)


માર્ચ 2022 સુધી આ ફંડનું ભંડોળ 280 કરોડ રૂપિયા હતું. સોફ્ટવેર (8 ટકા), કેમિકલ (8.8 ટકા), નાણાકીય અને વીમા (16.1 ટકા) આ ફંડના પસંદગીના ક્ષેત્રો છે.

આ પણ વાંચો: દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્નાએ આ શેરમાં વધાર્યું રોકાણ

ટાટા એઆઇએ લાઇફ (Tata AIA Life)


માર્ચ 2022 સુધી આ ફંડનું ભંડોળ 8,820 કરોડ રૂપિયા હતું. ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન (8.1 ટકા), સોફ્ટવેર (6.7 ટકા), ફાઇનાન્સિયલ સર્વિસીસ (20.3 ટકા) આ ભંડોળના પસંદગીના ક્ષેત્રો છે.

બજાજ એલિયાન્ઝ લાઇફ (Bajaj Allianz Life)


માર્ચ 2022 સુધી આ ફંડનું ભંડોળ 469 કરોડ રૂપિયા હતું. ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ (8 ટકા), સોફ્ટવેર (7.9 ટકા), ફાઇનાન્સિયલ સર્વિસીસ (18.1 ટકા)નું ઉત્પાદન આ ભંડોળના પસંદગીના ક્ષેત્રો છે.
First published:

Tags: Investment, Mutual funds, Share market, Stock market

આગામી સમાચાર