Home /News /business /

બજાર ત્રણ મહિનાના નીચલા સ્તર પર; આજના 10 ટૉપ ટ્રેડિંગ શેર, ડિસેમ્બરમાં આ શેર્સમાં થઈ શકે છે મોટી કમાણી

બજાર ત્રણ મહિનાના નીચલા સ્તર પર; આજના 10 ટૉપ ટ્રેડિંગ શેર, ડિસેમ્બરમાં આ શેર્સમાં થઈ શકે છે મોટી કમાણી

ડિસેમ્બર માટે ટોપ 10 ટ્રેડિંગ સ્ટોક

Top 10 stocks Today: વીકલી ચાર્ટને જોતા લાગે છે કે જો નિફ્ટી આગામી દિવસોમાં 16,500-16,200ના સ્તર પર પહોંચે તો તે મોટી વાત નહીં હોય.

    મુંબઈ: બજારમાં ડિસેમ્બર સિરીઝની શરૂઆત કમજોરી સાથે થઈ. 26 નવેમ્બરના ટ્રેડિંગ (Indian Share Market) દરમિયાન દિગ્ગજોની સાથે સાથે નાના શેર્સમાં પણ વેચવાલી જોવા મળી હતી. જે બાદમાં સેન્સેક્સ-નિફ્ટી (Sensex-Nifty) 3 ટકા ઘટીને બંધ રહ્યા હતા. બજારની લગામ બીયર્સ (Bear)ના હાથમાં જતી જોવા મળી હતી. અઠવાડિયાથી અઠવાડિયાના આધારે બજાર ગત સપ્તાહે 4 ટકા તૂટ્યું હતું. દક્ષિણ આફ્રિકા (South Africa)માં મળેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટની અસર માર્કેટ પર જોવા મળી હતી. આ ઉપરાંત ભારતીય ઇક્વિટીઝમાં વિદેશી રોકાણકારોની વેચવાલી (FII) અને યૂરોપીયન દેશોમાં કોરોનાના વધી રહેલા કેસને પગલે માર્કેટ સેન્ટિમેન્ટ બગડી ગયું હતું.

    Angel Oneના સમીત ચવ્હાણનું કહેવું છે કે, ભારતીય શેર બજારમાં સાવધાની પૂર્વક વર્તન કરવાની અમારી સલાહ સાચી પડી છે. મંથલી ચાર્ટ પર બનેલા શૂટિંગ સ્ટાર (Shooting star)ને ધ્યાનમાં રાખતા અમે ડેલી ચાર્ટ પર હેડ એન્ડ શોલ્ડર પેટર્ન (Head and Shoulder pattern)ની વાત કરી હતી. 17,700 પર સ્થિતિ નેકલાઈન લેવલ તૂટ્યા બાદ મંગળવારે આ પેટર્નની પુષ્ટિ થતી જોવા મળી હતી. જોકે, નીચેની બાજુએ અમારે ટાર્ગેટ 17,200-17,000નો ટાર્ગેટ હાંસલ થઈ ગયો છે. જોકે, આ ઘટાડો હજુ બંધ નથી થયો.

    વીકલી ચાર્ટને જોતા લાગે છે કે જો નિફ્ટી આગામી દિવસોમાં 16,500-16,200ના સ્તર પર પહોંચે તો તે મોટી વાત નહીં હોય. અમે વધારે પડતા નિરાશાવાદી નથી પરંતુ હાલ બનેલા પ્રાઇસ સ્ટ્રક્ચર આ જ વાતનો ઇશારો કરે છે. ઉપરની બાજુએ નિફ્ટી માટે 17,200-17,400નું વિઘ્ન જોવા મળી શકે છે.

    જો નિફ્ટીએ સ્ટ્રોંગ સંકેત આપવા હોય તો તેણે 17,700નું લેવલ પાર કરવું પડશે. પરંતુ હાલ આવું દેખાઈ નથી રહ્યું. આશા છે કે નિફ્ટી પોતાનું લોઅર લેવલ સ્પર્શ કરશે. બ્રૉડર માર્કેટ પણ વેચવાલીના દબાણ આગળ સમર્પણ કરતું જોવા મળી રહ્યું છે. આથી હાલ આ સમયે આપણે ઉતાવળમાં બૉટમ ફિશિંગથી બચવું જોઈએ.

    શેર માર્કેટ હાલ ડામાડોળ છે ત્યારે અમે તમને અહીં 10 શેર્સ સૂચવી રહ્યા છીએ. આ શેર્સમાં આગામી 3-4 અઠવાડિયામાં સારું વળતર મળી શકે છે.

    HDFC securitiesના નંદીશ શાહની પસંદગીના શેર

    Shipping Corporation of India: Buy | LTP: Rs 147.25 | આ શેરમાં 138 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 165 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 12 ટકા સુધી વળતર મળી શકે છે.

    LIC Housing Finance: Sell | આ શેરમાં 400 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 350 રૂપિયાના ટાર્ગેટ માટે સેલની સલાહ છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 8 ટકા સુધી વળતર મળી શકે છે.

    GEPL Capitalના Vidnyan Sawantની પસંદગીના શેર

    Cipla: Buy | LTP: Rs 966.70 | આ શેરમાં 915 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,005-1,093 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 4-13 ટકા સુધી વળતર મળી શકે છે.

    Escorts: Buy | LTP: Rs 1,869.40 | આ શેરમાં 1,755 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,008-2,164 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 7.4-15.8 ટકા સુધી વળતર મળી શકે છે.

    Divis Laboratories: Buy | LTP: Rs 4,937.80 | આ શેરમાં 4,670 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 5,425-5,770 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 9.9-16.9 ટકા સુધી વળતર મળી શકે છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી વાળી સ્ટાર હેલ્થ કંપનીનો IPO આવતીકાલે (30 નવે.) ખુલશે

    Kotak Securitiesની શ્રીકાંત ચૌહાણની પસંદગીના શેર

    GlaxoSmithKline Pharmaceuticals: Buy | આ શેરમાં 1,590 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,930 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 13.3 ટકા સુધી વળતર મળી શકે છે.

    Voltas: Sell | LTP: Rs 1,164.30 | આ શેરમાં 1,210 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,070 રૂપિયાના ટાર્ગેટ માટે વેચવાની સલાહ છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 8.1 ટકા સુધી વળતર મળી શકે છે.

    Mphasis: Sell | LTP: Rs 3,059.20 | આ શેરમાં 3,110 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,880 રૂપિયાના ટાર્ગેટ માટે સેલની સલાહ છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 5.9 ટકા સુધી વળતર મળી શકે છે.

    આ પણ વાંચો: 1 ડિસેમ્બરે ખુલશે ટેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO: તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં? જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

    CapitalVia Global Researchના વિનય ધાનોતિયાની પસંદગીના શેર

    Hindustan Unilever: Buy | LTP: Rs 2,335.10 | આ શેરમાં 2,292 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,424 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 3.8 ટકા સુધી વળતર મળી શકે છે.

    Astral: Buy | LTP: Rs 2,141.4 | આ શેરમાં 2,128 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,275 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. આ શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં 6.2 ટકા સુધી વળતર મળી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: December, Investment, Share market, Stock tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन