Home /News /business /

Top 10 Trading Ideas: બજાર દિગ્ગજોએ કરી ભલામણ, આ 10 શેર આગામી 3-4 અઠવાડિયામાં બદલી શકે છે તમારી કિસ્મત

Top 10 Trading Ideas: બજાર દિગ્ગજોએ કરી ભલામણ, આ 10 શેર આગામી 3-4 અઠવાડિયામાં બદલી શકે છે તમારી કિસ્મત

ભારતીય શેર બજાર

Stocks to buy: મોટાભાગના ઇન્ડેક્સ હાલ મહત્ત્વના પડાવ પર છે. આગળ જવા માટે તેમને કોઈ ટ્રિગરની રાહ છે. આપણને મે મહિનાની શરૂઆતમાં જ બ્રેકઆઉટ જોવા મળી શકે છે. જેનાથી ટ્રેડર્સના ચહેરાઓ પર ફરીથી ખુશી જોવા મળી શકે છે.

    નવી દિલ્હી: 29 એપ્રિલના રોજ સતત બીજા અઠવાડિયે નિફ્ટી (Nifty-50) લાલ નિશાન પર બંધ થયો હતો. જોકે, બહુ મોટો ઘટાડો જોવા મળ્યો ન હતો. ઇન્ડેક્સ માટે આ કન્સોલિડેશનવાળું વધુ એક અઠવાડિયું રહ્યું હતું, જે હાલના સમયમાં 16,800-17,400ના દાયરામાં ફરતો નજરે પડે છે. ગત અઠવાડિયે નિફ્ટી 0.40 ટકાના ઘટાડા સાથે 17,102.5ના સ્તર પર બંધ રહ્યો હતો. જોકે, ખરાબ વાત એ રહી કે 29 એપ્રિલના રોજ ટ્રેડિંગના અંતિમ દિવસે અંતિમ અડધા કલાકમાં નિફ્ટીમાં ભારે વેચવાલી (Nifty selling pressure) જોવા મળી હતી અને તે 143 પોઇન્ટ તૂટ્યો હતો.

    જોકે, નિફ્ટી છેલ્લા અંદાજે 10 દિવસમાં 16,800-16,900ના સ્તરને બચાવવામાં સફળ રહ્યો હતો. એવામાં બજાર જાણકારોને લાગે છે કે તેમાં વધુ એક રિબાઉન્ડ જોવા મળી શકે છે. જો નિફ્ટી ફરી એકવાર મજબૂતી સાથે 17,400-17,450ના સ્તર ઉપર જાય છે તો તેમાં 17,600નું સ્તર જોવા મળી શકે છે.

    બજાર નિષ્ણાતનો અભિપ્રાય


    એન્જલ વનના સમીત ચૌહાણનું કહેવું છે કે નિફ્ટી જ્યાં સુધી 16,900-16,800 ઉપર છે ત્યાં સુધી તેમાં તેજીની સંભાવના રહેલી છે. છેલ્લા અઠવાડિયાના સીમિત દાયરાના ટ્રેડિંગ બાદ ડેઇલી ટાઇમ ફ્રેમ ચાર્ટ ટ્રાએંગલ પેટર્નનો સંકેત આપે છે, અને ભાવ તેના શીર્ષ બિંદુ નજીક જોવા મળે છે. હવે ગમે તે બાજુએ બ્રેકઆઉટ જોવા મળી શકે છે. ઉપરની બાજુએ નિફ્ટી માટે 17,400-17,450નું સ્તર ખૂબ જ મહત્ત્વનું છે. જો આ વિઘ્ન તૂટે છે તો અનેક સારા સ્ટૉક્સ આ તેજીમાં ભાગીદારી કરતા જોવા મળશે. જો નિફ્ટી આ લેવલથી નીચે જાય છે તો તે વધારે તૂટી શકે છે.

    આ દરમિયાન આજે અમે તમને અમુક એવા શેર્સ વિશે જણાવી રહ્યા છીએ. આ શેર્સમાં 3-4 અઠવાડિયામાં સારી એવી કમાણી કરી શકાય છે.

    HDFC securities ના વિનય રજાણીના શૉર્ટ ટર્મ પિક્સ


    Action Construction Equipment: Buy | LTP: Rs 240 | આ શેરમાં 227 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 260 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 8.3 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    Prince Pipes & Fittings: Buy | LTP: Rs 664 | પ્રિન્સ પાઇપ્સમાં 640 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 725 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 9 ટકા રિટર્ન મળી શકે છે.

    Tamilnadu Petroproducts: Buy | LTP: Rs 121 | તમિલનાડુ પેટ્રો પ્રોડક્ટ્સમાં 112 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 140 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 16 ટકા રિટર્ન મળી શકે છે.

    રિલાયન્સ સિક્યોરિટીઝના જતિન ગોહિલના શૉર્ટ ટર્મ પિક્સ


    Crompton Greaves Consumer Electricals: Buy | LTP: Rs 385 | આ શેરમાં 350 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 490 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 27 ટકા રિટર્ન મળી શકે છે.

    Deepak Fertilizers : Buy | LTP: Rs 675 | આ શેરમાં 560 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 774 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 15 ટકા રિટર્ન મળી શકે છે.

    Max Financial Services: Buy | LTP: Rs 758 | આ શેરમાં 690 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 940 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 24 ટકા રિટર્ન મળી શકે છે.

    આ પણ વાંચો: એલઆઈસી આઈપીઓ: રિટેલ રોકાણ મામલે તૂટશે રેકોર્ડ?

    5paisa.com ના રુચિત જૈનના શૉર્ટ ટર્મ પિક્સ


    Indraprastha Gas Futures: Sell | LTP: Rs 349.5 | ઇન્દ્રપ્રસ્થ ગેસમાં 370 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 315 રૂપિયાના ટાર્ગેટ માટે વેચવાલી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 10 ટકા રિટર્ન મળી શકે છે.

    Deepak Nitrite: Buy | LTP: Rs 2,327 | Stop-Loss: Rs 2,280 | દીપક નાઇટ્રેટ શેરમાં 2,280 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 2,490 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 7 ટકા રિટર્ન મળી શકે છે.

    આ પણ વાંચો: એલઆઈસીના આઈપીઓમાં પ્રથમ દિવસે કેટલી કમાણી થઈ શકે? 

    Religare Broking ના અજીત મિશ્રાના શૉર્ટ ટર્મ પિક્સ


    Tata Consumer Products: Buy | LTP: Rs 824 | આ શેરમાં 800 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 870 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 6 ટકા રિટર્ન મળી શકે છે.

    UPL: Buy | LTP: Rs 823 | આ શેરમાં 795 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 900 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 9 ટકા રિટર્ન મળી શકે છે.

    ONGC Futures: Sell | LTP: Rs 161.2 | આ શેરમાં169 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 148 રૂપિયાના ટાર્ગેટ માટે વેચવાલી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 8 ટકા રિટર્ન મળી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર