Home /News /business /

2022 માટે Top 10 Stocks: તમારા પોર્ટફોલિયોમાં સામેલ કરો આ 10 શેર, આપી શકે છે જોરદાર વળતર

2022 માટે Top 10 Stocks: તમારા પોર્ટફોલિયોમાં સામેલ કરો આ 10 શેર, આપી શકે છે જોરદાર વળતર

શેર બજાર

Top 10 stocks for 2022: અહીં અમે એવા 10 શેરની યાદી આપી રહ્યા છીએ, જેમાં CapitalVia Global Research દ્વારા 2022માં રોકાણ કરવાની સલાહ અપાઈ છે. આ શેરમાં રોકાણ કરીને તમે મોટી કમાણી કરી શકો છો.

મુંબઈ: વર્ષ 2021માં શેર બજાર (Stock market) ના કારણે અનેક લોકોની સંપત્તિમાં વધારો થયો છે. આ વર્ષમાં સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty)માં 20 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. શેરબજારમાં અર્થતંત્ર (Economy)ની રિકવરીનો લાભ જોવા મળ્યો છે. આ વર્ષે તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં તેજી જોવા મળી છે. આ સાથે પાવર અને મેટલમાં પણ 60 ટકાથી વધુનો વધારો થયો છે. ત્યારે અહીં અમે એવા 10 શેરની યાદી આપી રહ્યા છીએ, જેમાં CapitalVia Global Research દ્વારા 2022માં રોકાણ કરવાની સલાહ અપાઈ છે.

Reliance Industries (RIL)

RILમાં 2,850 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ અપાઈ છે. CapitalVia માને છે કે, કંપની તેની પાસેના દરેક ઉત્પાદન અને સેવા પોર્ટફોલિયો પર પ્રભુત્વ ધરાવે છે. આ સ્ટોક વધુ એક લાંબા ગાળાનો વેલ્યુ આપનાર સાબિત થઈ શકે છે. આ ઉપરાંત કંપનીનો કન્ઝ્યુમર બિઝનેસ તેનું મજબૂત પાસું સાબિત થઈ શકે છે. આ સાથે ફંડ એકત્ર કર્યા બાદ કંપનીની બેલેન્સશીટ ઘણી મજબૂત બની છે.

Motherson Sumi Systems

આ સ્ટોકને રૂ. 320ના ટાર્ગેટ માટે ખરીદવાની સલાહ આપવામાં આવે છે. CapitalViaનું કહેવું છે કે ઉદ્યોગમાં પ્રોડક્ટ મિક્સમાં ફેરફારથી કંપનીને વધુ ફાયદો થશે. કંપની હાઇબ્રિડ કાર અને ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેનો ફાયદો થશે.

Gail India

CapitalVia દ્વારા ગેલ ઇન્ડિયામાં 170 રૂપિયાના ટાર્ગેટ સાથે રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. તેનું માનવું છે કે, ગેસના વપરાશમાં સતત વધારાથી કંપનીને ફાયદો થશે. આ ઉપરાંત સરકાર ગેસને મુખ્ય ઇંધણ તરીકે પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેનાથી સ્ટોકને ફાયદો થશે.

Ipca Laboratories

Ipca Laboratoriesના શેર 2,800 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ આપવામાં આવી છે. CapitalViaનું કહેવું છે કે સ્થાનિક બજારમાં લગભગ તમામ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. કંપની ખર્ચમાં કાપ અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેનાથી તેને વધુ ફાયદો થશે

Mahindra and Mahindra

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વિશ્વની સૌથી મોટી ઉત્પાદક અને ભારતની ત્રીજી સૌથી મોટી કેમિકલ નિર્માતા કંપની છે. કંપની કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેનો વધુ ફાયદો થશે. આ સ્ટોક રૂ. 1,100ના લક્ષ્યાંક સાથે ખરીદવાની સલાહ અપાઈ છે.

Paras Defence and Space Technologies

આ સ્ટોક રૂ. 1,300ના ટાર્ગેટ માટે ખરીદવાની સલાહ આપવામાં આવી છે. ભારત સરકારની આત્મનિર્ભર ભારત અને મેક ઇન્ડિયા હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં ઘરેલું સંરક્ષણ કંપનીઓને પ્રોત્સાહન આપવા માટેની નીતિનો લાભ આ સ્ટોક પર જોવા મળશે તેવું માનવામાં આવે છે.

આ પણ વાંચો: 10 biggest IPO: 2021ના વર્ષના 10 મોટા IPO જે ખૂબ ચર્ચામાં રહ્યા, કરી લો એક નજર

Zen Technologies

દેશમાં જ ડ્રોન ઉત્પાદક કંપનીઓને પ્રોત્સાહન આપવા સરકારની નીતિથી આ સ્ટોકને ફાયદો થશે. સરકારે આ માટે રૂ. 120 કરોડની PLI યોજના પણ શરૂ કરી છે. ઝેન ટેક દેશની ડ્રોન ઉત્પાદન કંપની છે. આ સ્ટોકને સરકારી નીતિઓથી ચોક્કસપણે વધુ ફાયદો થશે તેવું માનવામા આવે છે. ત્યારે આ સ્ટોક રૂ. 300ના ટાર્ગેટથી ખરીદવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા અપાઈ છે.

Tata Consultancy Services (TCS)

CapitalVia દ્વારા આ સ્ટોક રૂ. 4,400ના ટાર્ગેટથી ખરીદવાની સલાહ અપાઈ છે. તેનું કહેવું છે કે કંપનીએ ખૂબ જ મજબૂત ક્લાયન્ટ બેઝ બનાવ્યો છે. કોરોના મહામારી દરમિયાન કંપનીના નફામાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. TCS તેના ક્ષેત્રમાં ટોચના સ્થાને છે. જેને ધ્યાનમાં રાખીને કંપની વધુ આગળ વધે તેવી અપેક્ષા છે.

Hero MotoCorp

આ સ્ટોક રૂ. 3,200ના ટાર્ગેટ માટે ખરીદવાની સલાહ બ્રોકરેજ ફર્મ દ્વારા આપવામાં આવી છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં નવી પહેલથી કંપનીને ફાયદો થશે. જેને ધ્યાનમાં રાખીને આ સ્ટોકમાં રોકાણની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Top picks 2022: બ્રોકરેજ હાઉસ એન્જલ વનની પસંદગીના 14 શેર, 2022માં તમને બનાવી શકે છે માલામાલ

Bharti Airtel

ભારતી એરટેલમાં રૂ. 870ના ટાર્ગેટથી મૂડી રોકાણની સલાહ CapitalVia દ્વારા અપાઈ છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે, આ સ્ટોક લાંબા ગાળાના રોકાણ કરવા સારો છે. છેલ્લાં 15 વર્ષમાં આ શેરને બજારના ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે. તેનો કસ્ટમર બેઝ પણ પાવરફુલ જણાય છે. ટેરિફ વધારા છતાં તેના ગ્રાહક આધારને અસર થઈ નથી.
First published:

Tags: Happy new year, Investment, Share market, Stock tips

આગામી સમાચાર