Home /News /business /

Mutual Funds: આ સ્મૉલ કેપ મ્યુચ્યુઅલ ફંડોએ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન આપ્યું 56% સુધી વળતર, કરી લો એક નજર

Mutual Funds: આ સ્મૉલ કેપ મ્યુચ્યુઅલ ફંડોએ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન આપ્યું 56% સુધી વળતર, કરી લો એક નજર

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

Small Cap Mutual Funds: UTI Mutual Fundને સૌથી જૂના ફંડ હાઉસ તરફથી ચલાવવામાં આવે છે. આ ફંડની AUM 2034 કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન આ ફંડે 35.7 ટકા રિટર્ન આપ્યું છે.

    નવી દિલ્હી: દેશમાં સ્મૉલ કેપ ફંડ રોકાણકારોના આશરે 1 લાખ કરોડ રૂપિયા મેનેજ કરે છે. જુદાં જુદાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસો તરફથી આશરે 40 સ્મૉલ કેપ ફંડ ચલાવવામાં આવી રહ્યા છે. આ ફંડોએ નાણાકી વર્ષ 2021-22 દરમિયાન અત્યારસુધી શાનદાર સરેરાશ રિટર્ન આપ્યું છે. તેમનું સરેરાશ વળતર 35 ટકા આસપાસ છે. આ દરમિયાન લૉંગ ટર્મ ફંડો માટે પોતાના બેન્ચમાર્ક ઇન્ડેક્સોની સરખામણીમાં ઉત્તમ પ્રદેશન કરવાનું કામ પડકારભર્યું રહ્યું છે. આ સમયગાળા દરમિયાન સ્મૉલ કેપ ફંડોની પ્રદર્શન પોતાના બેન્ચમાર્ક ઇન્ડેક્સોની સરખામણીમાં ખૂબ સારું રહ્યું છે. આશરે 71-75 ટકા સ્મૉલ કેપ ફંડોએ પાંચથી ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન બેન્ચ માર્ક ઇન્ડેક્સની સરખામણીમાં ઉત્તમ પ્રદેશન કર્યું છે. જોકે, એક વાત યાદ રાખો કે આ ફંડો અન્ય ફંડોની સરખામણીમાં ખૂબ જ વોલેટાઇલ થઈ શકે છે. આવા જ કેટલાક ફંડો પર નજર કરીએ.

    Quant Small Cap Fund: આ ફંડે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 56 ટકા વળતર આપ્યું છે. આ ફંડની AUM 1615 કરોડ રૂપિયા છે. Quant Mutual Fund પોતાના તમામ ફંડોમાં રુલ બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ રણનીતિ અપનાવે છે.

    Canara Robeco Small Cap Fund: આ ફંડ નાણાકીય વર્ષ 2021-22નું બીજુ સૌથી ઉત્તમ ફંડ છે. તેની AUM 2200 કરોડ રૂપિયા છે. આ વર્ષે ફંડે 52 ટકા વળતર આપ્યું છે.

    L&T Emerging Business Fund : આ ફંડની AUM 7900 કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન આ ફંડે 48 ટકા રિટર્ન આપ્યું છે.

    Nippon India Small Cap Fund : અસેટ સાઇઝની દ્રષ્ટીએ આ ભારતની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું આ સૌથી મોટું સ્મૉલ કેપ ફંડ છે. 2021-22 દરમિયાન આ ફંડે 42 ટકા વળતર આપ્યું છે. આ ફંડની AUM 18,777 કરોડ રૂપિયા છે.

    BOI AXA Small Cap Fund: આ ફંડની AUM 267 કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2021-22માં આ ફંડનું વળતર 40 ટકા રહ્યું છે.

    આ પણ વાંચો:  આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવો છે? આ સ્ટેપ્સ અનુસરો 

    DSP Small Cap Fund: આ સ્મૉલ કેપ ફંડે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 38 ટકા રિટર્ન આપ્યું છે. તેની AUM 8,639 કરોડ રૂપિયા છે. આ ફંડને DSP Mutual Fundના હેડ ઇક્વિટિઝ Vinit Sambre મેનેજ કરે છે.

    IDBI Small Cap Fund : આ ફંડે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 37 ટકા વળતર આપ્યું છે.

    Axis Small Cap Fund: આ ફંડની AUM 8,700 કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2021-22માં આ ફંડે 37 ટકા વળતર આપ્યું છે. આ ફંડને તેના ગ્રોથ સ્ટાઇલ ઇન્વેસ્ટિંગ માટે ઓળખવામાં આવે છે. જે એવી કંપનીઓ પર ફોકસ કરે છે જેમાં લોંગ ટર્મમાં જેમાં લાંબાગાળે સારી કમાણી થવાની આશા હોય છે.

    આ પણ વાંચો: બમ્પર લાભ માટે 31મી માર્ચ પહેલા પૂર્ણ કરો આ કામ

    UTI Mutual Fund: આ ફંડ ભારતના સૌથી જૂના ફંડ હાઉસ તરફથી ચલાવવામાં આવે છે. આ ફંડની AUM 2034 કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન આ ફંડે 35.7 ટકા રિટર્ન આપ્યું છે.

    Sundaram Small Cap Fund: આ ચેન્નાઈ સ્થિતિ ફંડ હાઉસ દ્વારા ચલાવવામાં આવે છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન આ ફંડમાં 35.3 ટકા વળતર મળ્યું છે. આ ફંડની AUM 2000 કરોડ રૂપિયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Mutual funds, Share market, Stock market

    આગામી સમાચાર