પાકિસ્તાનમાં 180 રૂ. કિલો ટામેટા, દેખાઇ રહી છે ભારતની કાર્યવાહીની અસર

પાકિસ્તાનમાં મોંઘવારી આકાશ આંબી રહી છે

પુલવામા હુમલા બાદ ભારત જુદી-જુદી રીતે પાકિસ્તાનને ઘેરી રહ્યું છે, જેમાં વેપારિક સંબંધો પણ સામેલ છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: પુલવામા હુમલા બાદ ભારત જુદી-જુદી રીતે પાકિસ્તાનને ઘેરી રહ્યું છે. જેમાં વેપારિક સંબંધો પણ સામેલ છે. ઘણા ટ્રેડર્સ અને ખેડૂતોએ પાકિસ્તાનને માલ-સામાન આપવાનું બંધ કરી દીધું છે. પાકિસ્તાનમાં નિકાસ કરવામાં આવતાં સામાન પર ભારતે બેઝિક કસ્ટમ ડ્યૂટી 200 ટકા સુધી વધારી દીધી છે. આની અસર એ પડી છે કે પાકિસ્તાનમાં મોંઘવારી આકાશ આંબી રહી છે. અહેવાલ પ્રમાણે, પાકિસ્તાનમાં તમામ શાકભાજી મોંધી થઇ ગઇ છે. જેના કારણે અફરાતફરીનો માહોલ છે. સાઉથ એશિયાની એક પત્રકારે તેના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું કે, પાકિસ્તાનમાં ટામેટા અને બીજી શાકભાજી ઘણી મોંઘી થઇ ગઇ છે.

  પાકિસ્તાનમાં 'લાલ' થયા ટામેટા

  પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ આકાશ આંબી રહ્યો છે. લાહોરમાં ટામેટા 180 રૂપિયા કિલો મળી રહ્યાં છે. ત્યાં જ ભારતમાં ટામેટાનો ભાવ 10 રૂપિયા કિલો છે. પાકિસ્તાનને સૌથી વધુ ફળ-શાકાભાજી સપ્લાઇ કરનારી આઝાદપુર મંડીના વેપારીઓએ ત્યાં માલ ન મોકલવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના શાકભાજી માર્કેટમાં બટાકાના ભાવમાં પણ વધારો થયો છે. પાકિસ્તાનમાં બટાકાનો ભાવ 30-35 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે.

   આ પણ વાંચો: PFનાં નવાં વ્યાજદર પર પર આજે થશે નિર્ણય, 6 કરોડ લોકોને મળી શકે છે રાહત

  ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ મોદી સરકારે પાકિસ્તાનને આપેલા મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઇ લીધો હતો. ટૂંક સમયમાં જ આ નિર્ણય અંગે ભારત વિશ્વ વેપાર સંગઠન (WTO)ને સૂચના આપશે.
  Published by:Azhar Patangwala
  First published: