કોલકાતામાં ટામેટાની છૂટક કિંમત 30 એપ્રિલના રોજ 25 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 77 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ડેટા દર્શાવે છે કે મુંબઈમાં પણ ટામેટાનો છૂટક ભાવ 1 મેના રોજ 36 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 1 જૂને 74 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો
Tomato Price Hike: ટામેટાના ભાવ સતત વધી (Tomato Price Rise) રહ્યા છે. સરકારી આંકડા મુજબ, એક મહિનામાં ટામેટાના ભાવનો ગ્રાફ 3 ગણો ઉછળ્યો છે. ભાવવધારાનું મોટું કારણ સપ્લાય (Tomato supply)ની અછત હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘણા શહેરોમાં 1 કિલો ટામેટાની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મોંઘવારી (Inflation)થી પરેશાન સામાન્ય લોકો માટે આ નવી સમસ્યા છે. મેટ્રો શહેરો (Metro Cities)માં ટામેટાંના છૂટક ભાવ 77 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે.
ક્યાં કેટલા ભાવ?
ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, કોલકાતામાં ટામેટાની છૂટક કિંમત 30 એપ્રિલના રોજ 25 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 77 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ડેટા દર્શાવે છે કે મુંબઈમાં પણ ટામેટાનો છૂટક ભાવ 1 મેના રોજ 36 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 1 જૂને 74 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો, જ્યારે ચેન્નઈમાં તે 47 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 62 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો. જો કે દિલ્હીમાં ટામેટાંની છૂટક કિંમત 39 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે જૂન પહેલા તે 30 રૂપિયા પ્રતિ કિલો હતો. બુધવારે ચાર શહેરો - પોર્ટ બ્લેર, શિલોંગ, કોટ્ટાયમ, પઠાનમથિટ્ટામાં ટામેટાંના છૂટક ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોથી ઉપર પહોંચી ગયા હતા.
આંકડા અનુસાર આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં રિટેલ કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે અને વિવિધ શહેરોમાં તે 50 થી 100 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે ચાલી રહી છે. વેપારીઓ અને નિષ્ણાતોએ છૂટક ભાવોમાં વધારાને આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા મોટા ઉત્પાદક રાજ્યોના પુરવઠાની સંભવિત અછતને કારણ ગણાવ્યું છે.
દિલ્હીમાં ટામેટાના ભાવ આ વખતે સ્થિર રહ્યા છે, પરંતુ છેલ્લા એક મહિનામાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના વેપારીઓનું કહેવું છે કે, પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવથી શાકભાજીના ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં વધારો થયો છે, જેની અસર શાકભાજી પર જોવા મળી રહી છે. આ ઉપરાંત શાકમાર્કેટમાં કેટલાક શાકભાજીની ઓછી આવકને કારણે પણ આ વખતે તેના ભાવમાં વધારો થયો છે.
અહી ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક મહિનામાં દેશમાં ટામેટાંના સરેરાશ ભાવમાં ઝડપથી વધારો થયો છે. 1 મેના રોજ દેશમાં ટામેટાંનો સરેરાશ છૂટક ભાવ 29.5 રૂપિયા હતો, જે 1 જૂને વધીને 52.30 રૂપિયા થઈ ગયો છે. આ રીતે છેલ્લા એક મહિનામાં ટામેટાંના સરેરાશ ભાવમાં 77 ટકાનો વધારો થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર