Home /News /business /ટામેટાના ભાવ ગગડ્યા, 800 રૂ. મણમાંથી 40 રૂપિયા મણ થયો ભાવ

ટામેટાના ભાવ ગગડ્યા, 800 રૂ. મણમાંથી 40 રૂપિયા મણ થયો ભાવ

ટમેટાની ખેતીમાં ખેડૂતો પાયમાલ થઇ ગયા...

ટમેટાની ખેતીમાં ખેડૂતો પાયમાલ થઇ ગયા...

તમે ઉત્પાદક હો અને એક ચીજ તમે બે મહિના અગાઉ 40 કે પચાસ રૂપિયે વેચતા હો અને પછી અચાનક એ જ ચીજ માત્ર બે રૂપિયે વેચવાનો વારો આવે તો? સમજી શકાય એવી વાત છે કે મોટો ફટકો પડે. આવો જ ફટકો અમદાવાદ અને કડી જિલ્લાના ટમેટાના ખેડૂતોને પડ્યો છે. તેમને ટમેટાનું ઉત્પાદન માથે પડ્યું છે. વાવેતરના પૈસા પણ નથી છૂટી રહ્યા.

સ્પેનમાં ટમેટાં રસ્તા પર ઢોળીને એકબીજા પર ફેંકવાનો ઉત્સવ ટોમેટીનો ઉજવાય છે. આ સ્પેન નથી, અમદાવાદ જિલ્લાનું ગામડું અણદેજ છે. ટમેટાની ખેતીમાં ખેડૂતો એટલા પાયમાલ થઇ ગયા છે કે ક્યાંક રસ્તા પર ટમેટાં ફેંકી રહ્યા છે તો ક્યાંક ભેંસને ખવડાવી રહ્યા છે. આ ખેડૂતોને માત્ર બે મહિના અગાઉ વીસ કીલો એટલે કે એક મણના ટમેટાના ભાવ સરેરાશ 800 રૂપિયા મળી રહ્યા હતા. આજે મણના 40 રૂપિયે કીલોના ભાવે ટમેટા વેચવાનો વારો આવ્યો છે.

એક વીઘા જમીનમાં ટમેટા પકવવા હોય તો પચાસ હજાર રૂપિયાનો ખર્ચ ખેડૂતને થાય છે. ખેડૂતોને વેચાણ બજારમાં ટમેટાનો જે ભાવ હાલ મળી રહ્યો છે એમાં વાવેતરનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો. અન્ય રાજ્યોમાં પણ ટમેટાનો પાક સારો થયો હોવાથી દરેક રાજ્યના ટમેટાના ખેડૂતોને અસર પડી રહી છે.

ખેડૂતો ડીસેમ્બરથી માર્ચ સુધી ટમેટાનો પાક લે છે. સર્જીકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન વગેરે દેશમાં નિકાસને અસર પડી છે. ખેડૂતોને સ્થાનિક બજારમાં ટમેટા વેચવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી અને ત્યાં ટમેટાના ભાવ મળતા નથી.
First published:

Tags: Fall, Prices, Tomato, Worried, ખેડૂત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો