Home /News /business /એવા 20 ધમાકેદાર શેર જેમાં આજે થઈ શકે દમદાર કમાણી, માર્કેટના એક્સપર્ટે ખાસ અલગ તારવ્યા

એવા 20 ધમાકેદાર શેર જેમાં આજે થઈ શકે દમદાર કમાણી, માર્કેટના એક્સપર્ટે ખાસ અલગ તારવ્યા

આ રહ્યા આજના TOP 20 શેર્સ જેમાં કમાણીનો વરસાદ થઈ શકે

Top 20 Stock For Today's trad: શેરબજારમાં દરેક લોકો એવા શેર્સ શોધતા હોય છે જેમાં તગડી કમાણી થઈ શકે. તેવામાં અમારા સહયોગી CNBCના સીધા સોદા પ્રોગ્રામમાં માર્કેટ નિષ્ણાતોએ આજના ટોપ 20 સ્ટોક્સનું લિસ્ટ આપ્યું છે જેમાં દમદાર કમાણીની શક્યતા છે.

વધુ જુઓ ...
મુંબઈઃ ટાટા ગ્રુપની ઓટો કંપની ટાટા મોટર્સના ત્રીજા ક્વાર્ટરના શાનદાર પરિણામો આવ્યા છે. બે વર્ષ બાદ કંપની નુકસાનીમાંથી નફામાં આવી છે. કંપનીનો કંસોલિડેડ રેવન્યુ 22 ટકાથી વધ્યો છે. JRLનો કેશ ફ્લો પોઝિટવ બન્યો છે અને માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો છે. જ્યારે બજાજ ઓટોના પરિણામ પણ સારા રહ્યા છે. કંપનીનો નફો 23 ટકા વધ્યો છે. જ્યારે કંપનીની રેવન્યુમાં પણ વધારો નોંધાયો છે. ડો. રેડ્ડીઝની આવક અને નફામાં વધારો થયેલો જોવા મળ્યો છે. આ સ્ટોક પણ ફોકસમાં રહેશે અને તેના ઉપરાતં સીએનબીસી અવાઝ પર સીધા સોદામાં આજના 20 દમદાર સ્ટોકના સૂચનો નિષ્ણાતોએ આપ્યા છે આવો તેના પર નજર કરીએ.

આ પણ વાંચોઃ નવી ટેક્સ સિસ્ટમમાં અનેક સ્લેબ્સની જાહેરાત કરી શકે છે સરકાર

આશીષ વર્માની ટીમ


1) TATA MOTORS (GREEN)
Q3 માં JLR ની આવક 28% વધીને 600 કરોડ પાઉન્ડ રહી છે. Q3 માં JLR નો નફો 26.5 કરોડ પાઉન્ડ રહ્યો છે.

2) DR REDDYS (GREEN)
Q3 માં આવક 27% વધીને 6770 કરોડ રુપિયા, નફો વધીને 1247 કરોડ રુપિયા રહ્યો છે. Q3 માં EBITDA વધીને 1966 કરોડ રુપિયા, માર્જિન 24% થી વધીને 29% રહ્યું છે.

3) DLF (GREEN)
Q3 માં નફો 37% વધીને 519.2 કરોડ રુપિયા, રેંટલ આવક 16% વધીને 1363 કરોડ રુપિયા રહી છે. Q3 માં કુલ બુકિંગમાં નવી બુકિંગની ભાગીદારી 89% રહી છે.

4) AMARA RAJA (GREEN)
Q3 માં આવક 11% વધીને 2,638 કરોડ રુપિયા, નફો 53% વધીને 222 કરોડ રુપિયા રહ્યો છે.

5) JINDAL SAW (GREEN)
Q3 માં આવક 28% વધીને 5202 કરોડ રુપિયા, નફો વધીને 214 કરોડ રુપિયા રહ્યો છે.

આ પણ વાંચોઃ આ ફિસ્કલ ડેફિસિટ શું છે અને તેની તમારા પર શું અસર પડે છે?

6) SJVN (GREEN)

કંપનીએ ભૂટાનની JV માં પૂર્ણ ભાગીદારી 354.7 કરોડ રુપિયામાં વેચી છે. ભૂટાનની JV Kholongchhu Hydro Energy માં ભાગીદારી વેચી છે.

7) SUNDARAM CLAYTON (GREEN)
Q3 માં નફો વધીને 34 કરોડ રુપિયા, આવક 427 કરોડ રુપિયાથી વધીને 503 કરોડ રુપિયા રહી છે.

8) UGRO CAPITAL (GREEN)
Q3 માં આવક 22% વધીને 190 કરોડ રુપિયા, નફો 149% વધીને 13 કરોડ રુપિયા રહ્યો છે.

9) BLUE DART (RED)
કંપનીના પરિણામ નબળાં રહ્યા છે, વાર્ષિક આધારે વોલ્યુમમાં ઘટાડો રહ્યો છે.

10) THIRUMALAI CHEMICALS (RED)
કંપનીનો EBITDA 75% ઘટ્યો છે.

આ પણ વાંચોઃ Tax Saving: 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસ FD કે NSC, વધુ ફાયદા માટે શેમાં રોકાણ કરાય?

યતિન મોતાની ટીમ


1) MARUTI SUZUKI INDIA (GREEN)
કંપનીની FY24 માં EVX SUV લોન્ચ કરવાની યોજના है। કંપની 2030 સુધી 6 નવી EV ગાડીઓ લોન્ચ કરશે.

2) M&M (GREEN)
કંપની એ E-SUV, XUV400 નું બુકિંગ શરું કર્યું છે.

3) VODAFONE IDEA (GREEN)
31 જાન્યુઆરીએ પ્રેફરેન્શિયલ શેર જાહેર કરવા માટે બોર્ડની બેઠક મળશે. ATC ટેલીકોમ ઈન્ફ્રાને પ્રેફરેન્શિયલ જાહેર કરવા માટે બોર્ડની બેઠક મળશે.

4) ARVIND (GREEN)
કંપનીએ રીન્યુ ગ્રીન (GJ EIGHT) માં 31.20% ભાગીદારી ખરીદી છે.

5) KABRA EXTRUSIONTECHNIK (GREEN)
કંપનીને EV BATTERIES માટે સર્ટિફિકેશન મળ્યું છે.

આ પણ વાંચોઃ ખુશખબરી! 1 શેર પર 59 રૂપિયાનું ડિવિડન્ડ આપશે TVSની આ કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ

6) RVNL (GREEN)
બજેટને જોતા આ શેરમાં ખૂબ જ તેજીની શક્યતા છે.

7) IRFC (GREEN)
બજેટને જોતા આ શેરમાં ખૂબ જ તેજીની શક્યતા છે.

8) RITES (GREEN)
બજેટને જોતા આ શેરમાં ખૂબ જ તેજીની શક્યતા છે.

9) TATA STEEL LONG PRODUCTS (RED)
Q3 માં 103 કરોડ રુપિયાના નફાની સરખામણીએ 236 કરોડ રુપિયાનું નુકસાન થયું છે.

10) PREMIER EXPLOSIVES (RED)
24 જાન્યુઆરીથી તેલંગણાના મનુગુર પ્લાંટમાં કર્મચારીઓ હડતાલ પર છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

विज्ञापन