Home /News /business /

શેર બજારમાં ઉતાર-ચઢાણ: ટ્રેડિંગ માટેના 10 શેર જેમાં 3-4 અઠવાડિયામાં થઈ શકે છે મોટી કમાણી

શેર બજારમાં ઉતાર-ચઢાણ: ટ્રેડિંગ માટેના 10 શેર જેમાં 3-4 અઠવાડિયામાં થઈ શકે છે મોટી કમાણી

આજની પસંદગીના શેર

Today's top 10 stocks: ગત અઠવાડિયે મિડ અને સ્મૉલકેપ શેર (Mid and Smallcap shares)માં 1 ટકાની તેજી જોવા મળી હતી.

    મુંબઈ: ત્રીજી ડિસેમ્બરના રોજ ખતમ થયેલા અઠવાડિયામાં FIIની સતત વેચવાલી છતાં બજારમાં રિબાઉન્ડ જોવા મળ્યું છે. જેના એક અઠવાડિયા પહેલા જોરબાદ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી (NIFTY)એ ક્લૉજિંગ બેઝિસ પર 17,000નું સ્તર પણ તોડી નાખ્યું હતું. બાદમાં આવેલા રિકવરીમાં નિફ્ટીએ ફરીથી 17,000નું સ્તર પાર કરીને ત્યાં ટકી રહેવામાં સફળ રહ્યો હતો. શુક્રવારે ઘટાડા છતાં નિફ્ટી 17,197ના સ્તર પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. ગત અઠવાડિયે મિડ અને સ્મૉલકેપ શેર (Mid and Smallcap shares)માં 1 ટકાની તેજી જોવા મળી હતી. માર્કેટ નિષ્ણાતો તેને ચાલને લઈને એલર્ટ બની રહ્યા છે. તેમનું કહેવું છે કે બજારમાં તેજી છે એવું કહેવા માટે નિફ્ટી 17,900 ઊપર બંધ રહેવો જોઈએ.

    Angel Oneના સમીત ચવ્હાણનું કહેવું છે કે બજાર પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. બજાર ઉછાળા પર વેચવાલીના મોડમાં છે. જ્યાં સુધી નિફ્ટી 17,900નું લેવલ પાર ન કરે ત્યાં સુધી આ સ્થિતિ બની રહેશે. બજારમાં હજુ ઘટાડો જોવા મળી શકે છે, નિફ્ટી 16,800 સુધી જઈ શકે છે. સમીત ચવ્હાણનું કહેવું છે કે બજારમાં રોકાણકારોએ અમુક ખાસ સ્ટૉક્સમાં જ દાવ રમવો જોઈએ. સાથે સાથે નફા વસૂલી પણ કરતી રહેવી. હાલ ખૂબ આક્રમક બનીને પોઝિશન લેવી ન જોઈએ.

    દિગ્ગજનોએ સૂચવ્યા 10 શેર જેમાં 3-4 અઠવાડિયામાં આવી શકે છે જોરદાર તેજી:

    CapitalVia Global Researchના વિજય ધાનોતિયાની પસંદગીના શેર

    Bata India: Buy | LTP: Rs 1,895.40 | Bata Indiaમાં 1,750 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,250 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 18.7 ટકા રિટર્ન મળી શકે છે.

    TCS: Buy | LTP: Rs 3,640.45 | TCSમાં 3,350 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 4,000 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 9.9 ટકા રિટર્ન મળી શકે છે.

    Jubilant Foodworks: Buy | LTP: Rs 3,800.55 | આ શેરમાં 3,500 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 4,550 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 19.7 ટકા રિટર્ન મળી શકે છે.

    HDFC Securitiesના નાગરાજ શેટ્ટીના પસંદગીના શેર

    Glaxosmithkline Pharmaceuticals: Buy | LTP: Rs 1,731.05 | આ શેરમાં 1,620 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,920 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 10.9 ટકા રિટર્ન મળી શકે છે.

    Gujarat Fluorochemicals: Buy | LTP: Rs 2,486.55 | આ શેરમાં 2,310 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,740 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 10.2 ટકા રિટર્ન મળી શકે છે.

    Aegis Logistics: Buy | LTP: Rs 247.50 | આ શેરમાં 230 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 274 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 10.7 ટકા રિટર્ન મળી શકે છે.

    Angel Oneના સમીત ચવ્હાણની પસંદગીના શેર

    ONGC: Buy | LTP: Rs 145.90 | આ શેરમાં 139 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 152 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 4.2 ટકા રિટર્ન મળી શકે છે.

    આ પણ વાંચો: Tega Industries IPO allotment: ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેર લાગ્યા કે નહીં તે આ રીતે કરો ચેક, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

    Kotak Securitiesના શ્રીકાંત ચૌહાણની પસંદગીના શેર

    Larsen & Toubro: Buy | LTP: Rs 1,801.25 | આ શેરમાં 1,760 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,900 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 5.5 ટકા રિટર્ન મળી શકે છે.

    Coforge: Buy | LTP: Rs 5,350.15 | આ શેરમાં 5,000 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 5,800 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 8.4 ટકા રિટર્ન મળી શકે છે.

    IndusInd Bank: Sell | LTP: Rs 951.15 | આ શેરમાં 970 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 880 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 7.5 ટકા રિટર્ન મળી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन