સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નહીં, સસ્તું થયું ડીઝલ, જાણો આપના શહેરના નવા ભાવ

News18 Gujarati
Updated: September 21, 2020, 8:04 AM IST
સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નહીં, સસ્તું થયું ડીઝલ, જાણો આપના શહેરના નવા ભાવ
Petrol-Diesel Price: પ્રતિ લીટર ડિઝલના ભાવમાં આજે 15 પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો

Petrol-Diesel Price: પ્રતિ લીટર ડિઝલના ભાવમાં આજે 15 પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી બાદ આર્થિક પ્રવૃત્તિઓ ફરી એકવાર ધીમેધીમે ઝડપ પકડવા લાગી છે. આ દરમિયાન હવે પેટ્રોલ-ડીઝલની માંગ પણ વધવા લાગી છે. જોકે વૈશ્વિક બજારમાં હજુ પણ કાચા તેલની માંગ ઓછી છે. તેની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલ ઉપર પણ પડી છે. સોમવારે વિભિન્ન શહેરોમાં પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો, જ્યારે પ્રતિ લીટર ડિઝલના ભાવમાં આજે 15 પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આવો જાણીએ દેશના મુખ્ય શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના ભાવ...

જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 21 September)

દિલ્હી- પેટ્રોલ 81.14 રૂપિયા અને ડીઝલો 71.43 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ- પેટ્રોલ 87.82 રૂપિયા અને ડીઝલો 77.97 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 82.67 રૂપિયા અને ડીઝલો 74.94 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.21 રૂપિયા અને ડીઝલો 76.85 રૂપિયા પ્રતિ લીટર છે.આ પણ વાંચો, DC Vs KXIP: અમ્પાયરની એક ભૂલે પંજાબથી મેચ છીનવી! સહવાગે કહ્યુ, અમ્પાયરને આપો મેન ઓફ ધ મેચ

આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

આ પણ વાંચો, આ છે WhatsAppની 5 શાનદાર ટિપ્સ અને ટ્રિક! જણો કેવી રીતે કરશો તેનો યૂઝ

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
Published by: Mrunal Bhojak
First published: September 21, 2020, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading