Home /News /business /

Nifty ફરી 17,500 આસપાસ, આજના 12 ટ્રેડિંગ પિક્સ જેમાં 3-4 અઠવાડિયામાં થઈ શકે છે 22% સુધી કમાણી

Nifty ફરી 17,500 આસપાસ, આજના 12 ટ્રેડિંગ પિક્સ જેમાં 3-4 અઠવાડિયામાં થઈ શકે છે 22% સુધી કમાણી

ટ્રેડિંગ માટેના 12 શેર

Today's Trading picks: ગત અઠવાડિયે માર્કેટની ચાલ પર નજર કરીએ તો મજબૂત ગ્લોબલ સંકેત વચ્ચે અઠવાડિયાની શરૂઆત નેગેટિવ નોટ સાથે થઈ હતી.

    મુંબઈ: અઠવાડિયાના પહેલા દિવસે બજાર (Indian share market)માં રોનક જોવા મળી છે. નિફ્ટી 17,600ની આસપાસ નજરે પડી રહ્યો છે. બેન્કિંગ શેર્સ (Banking shares)માં જોશ જોવા મળ્યો છે. આ સાથે જ નાના શેર્સ પણ દમ દેખાડી રહ્યા છે. આજની તેજીમાં મેટલ, એનર્જી, ફાર્મા અને રિયલ્ટી શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. જોકે, સવારે તેજી બાદ બપોરે 12:25 વાગ્યે સેન્સેક્સ (Sensex) 142 પોઈન્ટ ઘટીને 58,640 આસપાસ અને નિફ્ટી (Nifty) 39.35 પોઇન્ટ ઘટીને 17,520 આસપાસ છે. ગત અઠવાડિયે માર્કેટની ચાલ પર નજર કરીએ તો મજબૂત ગ્લોબલ સંકેત વચ્ચે અઠવાડિયાની શરૂઆત નેગેટિવ નોટ સાથે થઈ હતી. અઠવાડિયાની શરૂઆતમાં નિફ્ટી 16,900 સુધી ત્રણ મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયો હતો. જે બાદમાં સુધારો જોવા મળ્યો અને નિફ્ટી 17,500 આસપાસ જતો જોવા મળ્યો. ગત અઠવાડિયે નિફ્ટી 1.08% વધ્યો હતો.

    નિષ્ણાતોનો અભિપ્રાય

    એન્જલ બ્રોકિંગના સમીત ચવ્હાણનું કહેવું છે કે ગત અઠવાડિયાના છેલ્લા બે દિવસ પર નજર કરીએ તો દરેક ઘટાડા સાથે ખરીદી પરત ફરતી જોવા મળી હતી. જોકે, આપણને ઉપરના સ્તરથી દબાણ પણ જોવા મળ્યું હતું. ગત અઠવાડિયે આપણને બજારમાં રાહતની રેલી જોવા મળી હતી. જોકે, બજારની દિશાને લઈને સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. એવો અંદાજ નથી લગાવી શકતો કે બજારમાં એટલું ઇંધણ છે કે તે ઉપરના રેજિસ્ટન્સને તોડી શકશે કે નહીં.

    જો આગામી અમુક ટ્રેડિંગ સેશનમાં બજારમાં મજબત સ્થિતિમાં રહે તો તેના આધારે આપણે નિર્ણય લેવો જોઈએ. બીજી તરફ બજારનું સપોર્ટ લેવલ 17,250-17,300ની આસપાસ આવી ગયું છે. ગત અઠવાડિયે આપણને નાના શેર્સમં જોરદાર તેજી જોવા મળી હતી. આગળ આપણને મિડકેપ (Midcap) અને સ્મૉલકેપ (Smallcap)ના પસંદગીના શેર્સમાં સારી તેજી જોવા મળી શકે છે. જોકે, એક વાત ધ્યાનમાં રાખવી કે નિફ્ટી પોતાના રેજિસ્ટન્સ ઝોન તરફ આગળ વધી રહ્યો છે, આથી પસંદગીના ક્વૉલિટી શેર પર જ દાંવ રમવો.

    12 ટ્રેડિંગ આઈડિયા જેમાં આગામી 3-4 અઠવાડિયામાં મળી શકે છે બે આંકડામાં વળતર:

    CapitalVia Global Research ના વિજય ધનોટિયાની પસંદગીના શેર

    Bajaj Auto: Buy | LTP: Rs 3,344.75 | આ શેરમાં 3,495 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 4.5 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

    Muthoot Finance: Buy | LTP: Rs 1,491.95 | આ શેરમાં 1,580 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 5.9 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

    Grasim Industries: Buy | LTP: Rs 1,749.20 | આ શેરમાં 1,831 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 4.7 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

    GEPL Capital ના પુષ્કરરાજ શામ કાનિતકરની પસંદગીના શેર

    Adani Enterprises: Buy | LTP: Rs 1,740.40 | આ શેરમાં 1,606 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,020 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 16 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: આ Multibagger કેમિકલ સ્ટોકમાં આવી શકે છે ઉછાળો, ICICI સિક્યોરિટીઝે આપ્યું 'BUY' રેટિંગ

    CDSL: Buy | LTP: Rs 1,529.45 | આ શેરમાં 1,450 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,750 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 14.4 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

    IDBI Bank: Buy | LTP: Rs 53.95 | આ શેરમાં 47 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 66 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 22 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

    TCS: Buy | LTP: Rs 3,636.80 | આ શેરમાં 3,450 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 4,000 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 10 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

    HDFC Securities ના વિનય રાજાણીની પસંદગીના શેર

    Minda Industries: Buy | LTP: Rs 942 | આ શેરમાં 890 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,025 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 8.8 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

    Indian Overseas bank: Buy | LTP: Rs 22.85 | આ શેરમાં 21 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 26 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 13.8 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

    CCL Products: Buy | LTP: Rs 408.10 | આ શેરમાં 382 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 460 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 13.7 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: Tega Industries IPO Listing: ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓનું શેર બજારમાં ધમાકેદાર લિસ્ટિંગ, જાણો વિગત

    Kotak Securities ના શ્રીકાંત ચૌહાણની પસંદગીના શેર

    Balrampur Chini Mills: Buy | LTP: Rs 334.60 | આ શેરમાં 315 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 380 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 13.6 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

    ITC: Buy | LTP: Rs 236.10 | આ શેરમાં 229 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 260 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 10.1 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, Investment, Share market, Stock tips, સેન્સેક્સ

    આગામી સમાચાર