Stock Market : આજે પોઝિટિવ જોવા મળી રહ્યો છે બજારનો મૂડ, આ પરિબળો નક્કી કરશે શેરની મૂવમેન્ટ
Stock Market : આજે પોઝિટિવ જોવા મળી રહ્યો છે બજારનો મૂડ, આ પરિબળો નક્કી કરશે શેરની મૂવમેન્ટ
પ્રતિકાત્મક તસવીર
ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોના વેચાણની પ્રક્રિયા વધી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શેર વેચીને ભારતીય બજારમાંથી રૂ. 3,780.08 કરોડ પાછા ખેંચ્યા હતા.
ભારતીય શેરબજાર (Indian Stock Market) ગયા અઠવાડિયે થયેલા નુકસાનને પાછળ છોડીને આજે ફાયદો કરવાના મૂડમાં હોય તેમ જણાય છે. વૈશ્વિક પરિબળ અને સ્થાનિક રોકાણકારોની સકારાત્મક ચાલથી બજાર આજે વધારા સાથે શરૂઆત કરી શકે છે.
ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 137 પોઈન્ટ ઘટીને 52,794 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 26 પોઈન્ટના ઘટાડા સાથે 15,782 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક બજારના સકારાત્મક અભિગમની આજના ટ્રેડિંગમાં ખાસ અસર પડશે. એવી ધારણા છે કે ગયા સપ્તાહના મોટા ઘટાડામાંથી રિકવર થયા બાદ આજે શેરબજાર ફાસ્ટ ટ્રેક પર પરત ફરી શકે છે.
અમેરિકામાં વ્યાજદરમાં વધારા બાદ દબાણ હેઠળ રહેલા શેરબજારમાં હવે તેજીનો દોર પકડાયો છે. મુખ્ય સ્ટોક એક્સચેન્જ નાસ્ડેકમાં છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 3.82 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેની અસર યુરોપિયન બજારો પર પણ જોવા મળી હતી અને તમામ મોટા શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા. યુરોપિયન બજારોમાં, જર્મનીનું શેરબજાર 2.10 ટકાના વધારા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રાન્સના શેરબજારમાં 2.52 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય લંડન સ્ટોક એક્સચેન્જ પણ 2.55 ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.
સોમવારે સવારે એશિયાના મોટાભાગના શેરબજારો ઉછાળા સાથે ખુલ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.55 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનું નિક્કી સ્ટોક એક્સચેન્જ 1 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું છે. હોંગકોંગના શેરબજારમાં 0.68 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે તાઈવાનના શેરબજારમાં 1.04 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાનું એક્સચેન્જ પણ 0.11 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચીનનું શાંઘાઈ કમ્પોઝિટ 0.10 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોના વેચાણની પ્રક્રિયા વધી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શેર વેચીને ભારતીય બજારમાંથી રૂ. 3,780.08 કરોડ પાછા ખેંચ્યા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3,169.62 કરોડનું રોકાણ કર્યું હતું, પરંતુ બજાર ઘટવાનો ટ્રેન્ડ તે પછી પણ ચાલુ રહ્યો હતો.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર