Home /News /business /

Stock Market : આજે પણ શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ રહે તેવી શક્યતા, સમજદારીપૂર્વક નાણાં રોકવાની સલાહ

Stock Market : આજે પણ શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ રહે તેવી શક્યતા, સમજદારીપૂર્વક નાણાં રોકવાની સલાહ

આજે પણ શેરબજારમાં નુક્સાની થવાની શક્યતા

ફેડ રિઝર્વએ વધારેલા વ્યાજદર બાદથી જ બજારોમાં મંદીનો માહોલ છવાયો છે.  જોકે તેમના નવા નિર્ણયો બાદ યુએસ શેરબજાર મંદીમાંથી બહાર આવી રહ્યું છે અને તેજીના માર્ગે પરત ફરી રહ્યું છે ત્યારે યુરોપના મોટાભાગના બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે.

    ભારતીય શેરબજારમાં (Indian Stock Market) છેલ્લા કેટલાક મહિનાઓથી ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગત અઠવાડિયે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંઘાયો હતો અને લોકોના હજારો કરોડો રૂપિયા ડૂબી ગયા હતા. આ ટ્રેન્ડ આજે પણ ચાલુ રહેવાની શક્યતા છે અને લોકોને નુક્સાન થવાનો અંદાજો છે.

    છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 135 પોઈન્ટ ઘટીને 51,360 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 67 પોઈન્ટ ઘટીને 15,293 પર પહોંચ્યો હતો. આ દરમિયાન એફએમસીજી, ઓટો, આઈટી, ફાર્મા, ઓઈલ જેવા સેક્ટરને સૌથી વધુ નુકસાન થયું છે.

    આ પણ વાંચો -શું તમે પણ ખરીદવા માંગો છો તમારા સપનાનું ઘર? તો ધ્યાનમાં રાખો આ 5 મહત્વની બાબતો

    ફેડ રિઝર્વએ વધારેલા વ્યાજદર બાદથી જ બજારોમાં મંદીનો માહોલ છવાયો છે.  જોકે તેમના નવા નિર્ણયો બાદ યુએસ શેરબજાર મંદીમાંથી બહાર આવી રહ્યું છે અને તેજીના માર્ગે પરત ફરી રહ્યું છે ત્યારે યુરોપના મોટાભાગના બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે.

    અમેરિકાના મુખ્ય સ્ટોક એક્સચેન્જ નાસ્ડેકમાં પાછલા સત્રમાં 1.43 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન યુરોપના મુખ્ય શેરબજાર જર્મનીમાં પણ 0.67 ટકાનો ઉછાળો નોંધાયો હતો, પરંતુ અન્ય યુરોપિયન બજારોમાં ઘટાડો નોંધાયો હતો.

    સ્મોલ કેપ પણ આપે છે સારું રિટર્ન


    શેરબજારો આખા વર્ષ દરમિયાન અસ્થિર રહેવાની ધારણા છે. રોકાણકારો માટે સાવધાની સાથે ખરીદી કરવાનો આ યોગ્ય સમય છે. વર્તમાન પરિસ્થિતિમાં, તેઓએ તેમની મહેનતની કમાણી એવા સ્ટોકમાં રોકાણ કરવી જોઈએ, જેમાં યોગ્ય વળતર મેળવવાની ક્ષમતા હોય. જેના માટે તમે સ્મોલ કેપને એક યોગ્ય વિકલ્પ ગણી શકો છો. આંકડા દર્શાવે છે કે લાર્જ અને મિડકેપ્સની જેમ સ્મોલકેપ્સે પણ સારું વળતર આપ્યું છે. છેલ્લા 10 વર્ષમાં 6 વખત સ્મોલકેપ શેરોએ ડબલ ડિજિટથી વધુ ફાયદો આપ્યો છે.

    આ પણ વાંચો -ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો, જાણો શું તમારા શહેરમાં સસ્તું થયું પેટ્રોલ?, જ્યારે ચાર વખત નુકસાન કર્યું છે.

    વિદેશી રોકાણકારો પોતાના નાણાં પરત ખેંચી રહ્યા છે


    આ વર્ષે જૂન મહિના સુધીમાં ભારતીય બજારમાંથી 2 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. વિદેશી રોકાણકારોએ જૂનમાં રૂ. 31 હજાર કરોડથી વધુના શેર વેચ્યા છે. આ ટ્રેન્ડ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તેમને વેચવાનું મુખ્ય કારણ એ છે કે વિશ્વભરમાં વ્યાજ દરો વધી રહ્યા છે. તેથી જ તેઓ શેરબજારમાંથી પૈસા લઈ રહ્યા છે અને હવે તેને પાછા FDમાં મૂકી રહ્યા છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Indian Stock Market, Share bazar, Stock market

    આગામી સમાચાર