Today's Share Market BSE Sensex: ભારતીય શેરબજાર આજે સપ્તાહના પહેલા દિવસે જ ભારે દબાણમાં જોવા મળી રહ્યું છે. એક્સપર્ટનું માનવું છે કે આજે બજાર તૂટીને શરુઆત કરી શકે છે કેમ કે ગ્લોબલ માર્કેટમાં ભારે નબળાઈ જોવા મળી રહી છે. જેની અસર આજે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી શકે છે.
મુંબઈઃ ભારતીય શેરબજાર પર ગ્લોબલ માર્કેટમાં આવેલા ઘટાડાનું દબાણ જોવા મળશે અને રોકાણકાર વેચવાલી તરફ જઈ શકે છે. અમિરાક અને એશિયાના મોટાભાગના બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની અસર સોમવારે સવારે ભારીય બજાર ખૂલતાવેંત જોવા મળી શકે છે. એક્સપર્ટનું માનવું છે કે સ્થાનિક રોકાણકારોનું સેન્ટિમેન્ટ તો પોઝિટિવ જ છે પરંતુ વૈશ્વિક દબાણના કારણે પ્રોફિટ બુકિંગ થઈ શકે છે જે માર્કેટને નીચે ખેચી શકે છે.
સેન્સેક્સ છેલ્લા કારોબારી સત્રમાં ગત શુક્રવારે 21 અંકના સામાન્ય વધારા સાથે 62,294 પર બંથ થયો હતો. જ્યારે નિફ્ટી 29 અંક ચઢીને 18513 પર બંધ થઈ હતી. છેલ્લા કારોબારી સત્રમાં ગ્લોબલ માર્કેટમાં મોટો ઘટાડો આવ્યો હતો. જ્યારે એશિયન માર્કેટમાં આજે વેચવાલી જોવા મળી રહી છે. જેની અસરના કારણે સ્થાનિક રોકાણકારો પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ વચ્ચે પ્રોફિટ બુકિંગ તરફ વળી શકે છે. આ કારણે બજાર ઘટી શકે છે.
અમેરિકન શેરબજારમાં છેલ્લા કેટલાક સત્રથી જે સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો તેમાં બ્રેક લાગી છે અને રોકાણકારો ફરી બજારનો રસ્તો જોઈ રહ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા કારોબારી સત્રમાં અમેરિકાના શેરબજારમાં મિશ્ર અસર જોવા મળી હતી. આ જ કારણ છે કે છેલ્લા કારોબારી સત્રમાં S&P 500 માં 0.03 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ડાઉ જોન્સ પર 0.45 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, તો નાસ્ડેક પર 0.52 ટકાનું નુકસાન જોવા મળ્યું હતું.
અમેરિકાના પગલે યુરોપના બજારોમાં પણ છેલ્લા કારોબારી સત્રમાં દબાણ જોવા મળ્યું હતું. પરંતુ યુરોપના મોટાભાગના બજાર અંતે તેજી તરફ જવામાં સફળ રહ્યા હતા. યુરોપના પ્રમુખ બજારમાં સામેલ જર્મનીના સ્ટોક એક્સચેન્જ પર માં 0.01 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ફ્રાન્સનું બજાર 0.08 ટકા ઉછળીને બંધ થયું હતું. તો લંડન સ્ટોક એક્સચેન્જ છેલ્લા કોરાબારી સત્રમાં 0.27 ટકા પર બંધ થયું હતું.
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઘટાડા પર ખુલ્યા છે અને લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.35 ટકાનો ઘટાડો દર્શાવે છે, જ્યારે જાપાનનો નિક્કેઇ 0.47 ટકાનો ઘટાડો દર્શાવે છે. તાઈવાનના શેરબજારમાં 1.23 ટકા અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.99 ટકાનું નુકસાન જોવા મળી રહ્યું છે.
આજે આ શેર્સ પર રાખો નજર
નિષ્ણાતો કહે છે કે દબાણ હોવા છતાં, આજના કારોબારમાં એવા ઘણા શેર હશે જેના પર રોકાણકારોની નજર રહેશે. આ શેરોને હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેર કહેવામાં આવે છે. આજે આ કેટેગરીમાં Coromandel International, ICICI Prudential Life Insurance, ICICI Bank, Sun Pharma અને Marico જેવી કંપનીઓના શેરનો સમાવેશ થાય છે.
ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની ખરીદી ફરી વધતી જોવા મળી રહી છે. અગાઉના ટ્રેડિંગ સેશન દરમિયાન, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં રૂ. 369.08 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 295.92 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર