જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા Rates, જાણો આપના શહેરમાં આજે શું છે ભાવ

News18 Gujarati
Updated: September 30, 2020, 8:07 AM IST
જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા Rates, જાણો આપના શહેરમાં આજે શું છે ભાવ
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલમાં ભાવ ઘટાડાને કારણે છેલ્લા એક મહિનામાં ડીઝલ 2.90 રૂપિયા પ્રતિ લીટર સુધી થયું સસ્તું

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલમાં ભાવ ઘટાડાને કારણે છેલ્લા એક મહિનામાં ડીઝલ 2.90 રૂપિયા પ્રતિ લીટર સુધી થયું સસ્તું

  • Share this:
નવી દિલ્હીઃ મહિનાના અંતિમ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price)માં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ (Crude Oil Price)માં ઘટાડાનો દોર ચાલુ છે. તેને કારણે છેલ્લા પાંચ દિવસમાં ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ પાંચ દિવસમાં દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલનો ભાવ 65 પૈસા પ્રતિ લીટર સુધી ઘટ્યો છે. જ્યારે સમગ્ર મહિનામાં ડીઝલ 2.90 રૂપિયા પ્રતિ લીટરથી વધુ સસ્તું થયું છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 81.06 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 70.63 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો.

જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 30 September)

દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.63 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 77.04 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 74.15 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 76.10 રૂપિયા પ્રતિ લીટર છે.આ પણ વાંચો, માસ્ક પહેરીને 11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા

આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

આ પણ વાંચો, સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી- શાકભાજી બાદ હવે દાળ થઈ મોંઘી, જાણો કારણ

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
Published by: Mrunal Bhojak
First published: September 30, 2020, 8:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading