Petrol Diesel Price: આજે ફરી ઘટ્યો ડીઝલનો ભાવ, જાણો કેટલા રૂપિયે લીટર છે પેટ્રોલ-ડીઝલ

News18 Gujarati
Updated: September 29, 2020, 8:11 AM IST
Petrol Diesel Price: આજે ફરી ઘટ્યો ડીઝલનો ભાવ, જાણો કેટલા રૂપિયે લીટર છે પેટ્રોલ-ડીઝલ
છેલ્લા બે દિવસમાં ડીઝલના ભાવમાં 28થી 30 પૈસાનો ઘટાડો નોંધાયો, આવી રીતે જાણો આપના શહેરનો ભાવ

છેલ્લા બે દિવસમાં ડીઝલના ભાવમાં 28થી 30 પૈસાનો ઘટાડો નોંધાયો, આવી રીતે જાણો આપના શહેરનો ભાવ

  • Share this:
નવી દિલ્હીઃ સરકારી ઓઇલ કંપનીઓએ આજે ડીઝલના ભાવ (Diesel Rates)માં ફરી ફેરફાર કર્યો છે. આજે ડીઝલનો ભાવ 8 પૈસા પ્રતિ લીટર સુધી ઘટ્યો છે. જ્યારે પેટ્રોલના ભાવ (Petrol Rates)માં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તેના ભાવમાં છેલ્લા સાત દિવસમાં કોઈ ફેરફાર નથી થયો. મંગળવારે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 81.06 રૂપિયા પર ટકેલું રહ્યું જ્યારે ડીઝલનો ભાવ 70.63 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો. બે દિવસમાં ડીઝલના ભાવમાં 28થી 30 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. માંગમાં ઘટાડાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ (Crude Oil Price)માં હજુ પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર સ્થાનિક બજારમાં ઇંધણ પર પડી છે.

જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 29 September)

દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.63 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 77.04 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 74.15 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 76.10 રૂપિયા પ્રતિ લીટર છે.આ પણ વાંચો, લોન માટે SBIની મોટી જાહેરાત, ઓછા વ્યાજ દર સાથે પ્રોસેસિંગ ફી પર 100 ટકાની છૂટ

આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

આ પણ વાંચો, ALERT! મેસેજ અને કોન્ટેક્ટ્સ ચોરે છે આ 17 ખતરનાક Apps, ગૂગલે કરી Ban, તમે પણ કરો ડિલીટ

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
Published by: Mrunal Bhojak
First published: September 29, 2020, 8:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading